Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર દિવસની જનતાને શુભકામના પાઠવી


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ 24 ઓક્ટોબર, 2015ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દિવસના અવસરે નાગરિકોને શુભકામના પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું – દરેકને સંયુક્ત રાષ્ટ્ર દિવસના અભિનંદન. સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વને શાંતિપૂર્ણ સ્થળ બનાવવાના પોતાના લક્ષ્ય પ્રત્યે સંકલ્પબદ્ધતાની સાથે માનવતાની સેવા કરતા કરતા 70 વર્ષ પૂરા કર્યા છે.

ભારત, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી વિભિન્ન શરૂઆતોમાં આગળ રહ્યું છે અને સંયુક્ત રાષ્ટ્રને તેના પ્રયાસોમાં સંભવ દરેક સહાયતા કરવા માટે પ્રતિબદ્ધ રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર દિવસના અવસરે રાતના સમયે દુનિયાભરની પ્રતિકાત્મક ઇમારતો પર આસમાની રંગની રોશની કરવામાં આવશે. ભારતમાં અમદાવાદના સાબરમતી આશ્રમને પ્રકાશિત કરવામાં આવશે.

ગાંધીજીના આદર્શ અને તેમના દ્વારા બતાવાયેલા માર્ગ આજે ખૂબ પ્રાસંગિક છે અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અને સંયુક્ત રાષ્ટ્રના આદર્શ સાથે મેળ ખાય છે.

AP/ GP