Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાનાં 74માં સત્ર દરમિયાન એસ્ટોનિયાનાં રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુએનજીએનાં 74માં સંમેલનની સાથે સાથે એસ્ટોનિયા ગણરાજ્યનાં રાષ્ટ્રપતિ સુશ્રી કેર્તિ કાલજુલૈદ સાથે બેઠક યોજી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. ભારતનાં ઉપરાષ્ટ્રપતિએ ઓગસ્ટ, 2019માં એસ્ટોનિયાની મુલાકાત લીધી હતી.

બંને નેતાઓએ ઈ-ગવર્નેન્સ, સાયબર સુરક્ષા અને ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસ્થાયી બેઠક (2021-2022) માટે ભારતની દાવેદારીને સમર્થન આપવા માટે એસ્ટોનિયાનો આભાર માન્યો હતો.

NP/J.Khunt/GP/RP