Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સઉદી અરબના સુલ્તાનને ભેટ આપી

પ્રધાનમંત્રીએ સઉદી અરબના સુલ્તાનને ભેટ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સઉદી અરબના સુલ્તાન સલમાન-બિન-અબ્દુલઅજીજ અલ સઉદને ભારતના કેરળની સોને મઢેલી (ગોલ્ડ પ્લેટેડ) ચેરામન જુમા મસ્જિદની પ્રતિકૃતિ ભેટ આપી.

થિરૂસ્સર જિલ્લામાં સ્થિત આ મસ્જિદની બાબતમાં એવું મનાય છે કે એ ભારતમાં બનેલી પહેલી એવી મસ્જિદ છે જેનું નિર્માણ 629 સદીની આસપાસ અરબ વ્યાપારીઓએ કર્યું હતું જેને જૂના સમયથી ભારત અને સઉદી અરબની વચ્ચે સક્રીય વ્યાપાર સંબંધોના પ્રતીક રૂપમાં જોવાય છે.

મૌખિક પરંપરા અનુસાર, પવિત્ર પૈંગમ્બરના સમકાલીન ચેર રાજા ચેરામન પરૂમલે પોતાની અરબ યાત્રા દરમિયાન મક્કામાં પવિત્ર પૈંગબર સાથે થયેલી ભેટ બાદ ઈસ્લામ અપનાવી લીધો હતો. કેટલાક વર્ષો પછી, તેમણે પોતાના મિત્રો મલિક-બિન-દિનાર અને મલિક-બિન-હબીબના માધ્યમથી પોતાના પરિજનો અને માલાબારના સત્તારૂઢ સામંતોને પત્ર મોકલ્યો અને ત્યારબાદ કોડુંગલ્લૂરમાં સ્થાનીય શાસકો દ્વારા ત્યાં મસ્જિદના નિર્માણની અનુમતિ આપવામાં આવી હતી.

આ મસ્જિદમાં એક પ્રાચીન પ્રજ્જવલિત દીપક છે અને એવું મનાય છે કે આ દીપક હજારો વર્ષથી પ્રજ્વલિત છે. આજે પણ બધા ધર્મના લોકો પોતાની ભેટના રૂપમાં આ પવિત્ર દીપકમાં નાંખવા માટે તેલ લઈને આવે છે.

AP/J.Khunt/GP