પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (3 એપ્રિલ, 2016)ના રોજ અરબના રિયાધમાં સઉદીના 30 મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને ત્યાંના ભારતીય વ્યાપારી નેતાઓ સાથે મુલાકાત કરી. આ અવસર પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સઉદી અરબ અને ભારત જૂના મિત્ર છે અને બંને દેશો આ મિત્રતાની પ્રગાઢતા હેતુ આવનારા ભવિષ્ય માટે કંઈક ખાસ પગલાં ઉઠાવશે.
બંને દેશોના પરસ્પર સંબધોની શક્તિ પર જોર આપતા શ્રી મોદીએ સઉદીના રાજા સલમાનનું સ્મરણ કરતાં ઉલ્લેખ કર્યો કે તેમને એક ભારતીય શિક્ષકે ભણાવ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે ભારતમાં લોકતંત્ર, જન સાંખ્યિકીય અને આવશ્યકતાઓનો અનોખો સંગમ છે અને સરકાર દ્વારા કરાયેલી કેટલીક નીતિગત પહેલોના કારણે પાછલા બે વર્ષોમાં ભારતનો વિકાસ અને પ્રગતિમાં ગતિ આવી છે.
સ્વાસ્થ્ય ક્ષેત્ર પર પોતાના વિચાર રજૂ કરતા શ્રી મોદીએ કહ્યું કે આ ક્ષેત્રમાં ચિકિત્સા ઉપકરણોના નિર્માણમાં રોકાણ માટે મહત્વપૂર્ણ અવસર છે. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં વિશ્વ સ્તર પર અત્યધિક ખર્ચ પ્રતિસ્પર્ધા હોવાને કારણે ભારતમાં સ્વાસ્થ્ય પર્યટન મોટા પાયા પર વ્યાપક અવસર પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે ખાડી દેશોમાં ભારતથી આવનારી નર્સોની મોટી સંખ્યા છે જે ભારતમાં મળેલા ઉચ્ચત્તમ પ્રશિક્ષણનું પ્રમાણ છે.
શ્રી મોદીએ આર્થિક સંબંધોની મજબૂતી માટે આયાત – નિકાસ ઉપરાંત પ્રૌદ્યોગિકી હસ્તાંતરણ અને સંયુક્ત રોકાણ પર પણ જોર આપ્યું.
તેમણે સઉદી અરબના રોકાણકારોને વિશ્વાસ અપાવ્યો કે પૂર્વવ્યાપી કરવેરા વીતેલા સમયની વાત છે અને તેમની સરકાર આશા મુજબ લાંબા ગાળાના કરાધાન વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે. શ્રી મોદીએ કહ્યું કે સઉદી અરબ માટે ભારતમાં કાચા તેલ, નવીનીકરણીય ઉર્જા, બુનિયાદી માળખા અને રક્ષા નિર્માણમાં રોકાણ કરવું સુલભ હશે. આની સાથે જ ફર્ટિલાઈઝર, ભંડાર, કોલ્ડ ચેઈન સુવિધાઓ અને કૃષિ બંને દેશો માટે લાભનો સોદો સાબિત થશે જો સઉદી અરબ સારી ગુણવત્તાવાળા ખાદ્ય ઉત્પાદન પ્રદાન કરવાનું સુનિશ્ચિત કરે.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ બંને દેશોને સાઈબર સુરક્ષાના ક્ષેત્રમાં પણ એક સાથે કાર્ય કરવા પર ભાર મુક્યો.
AP/J.Khunt/GP
Harnessing the economic potential of India-Saudi Arabia ties...PM @narendramodi interacts with business leaders. pic.twitter.com/dD2pixEvzS
— PMO India (@PMOIndia) April 3, 2016
This meeting is very important, says PM @narendramodi while meeting business leaders in Saudi Arabia.
— PMO India (@PMOIndia) April 3, 2016
India has demographic dividend, demand and democratic values. These strengths are vital. FDI has increased in India in last 2 years: PM
— PMO India (@PMOIndia) April 3, 2016
GST will happen. Retrospective tax is a matter of the past: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 3, 2016