Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સરકારના વડા તરીકે રાષ્ટ્ર સેવાના 25 વર્ષ પૂર્ણ કરવા બદલ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યોંગનો તેમની શુભેચ્છાઓ માટે આભાર વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે–મ્યોંગનો તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો અને એપ્રિલમાં તેમની ભારત મુલાકાતને પ્રેમથી યાદ કરી હતી, જેણે ભારત–રિપબ્લિક ઓફ કોરિયા સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને નવી ગતિ આપી હતી.

પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને દેશો તેમના બહુવિધ સહયોગને વધુ ગાઢ બનાવશે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું: “તમારા ઉષ્માભર્યા સંદેશ બદલ આભાર રાષ્ટ્રપતિ લી જે–મ્યોંગ. એપ્રિલમાં તમારી ભારત મુલાકાતને હું પ્રેમથી યાદ કરું છું, જેણે આપણી સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને નવી ગતિ આપી હતી. મને વિશ્વાસ છે કે આપણે સાથે મળીને આપણા બહુવિધ સહયોગને વધુ ગાઢ બનાવીશું અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટેના આપણા સહિયારા વિઝનને આગળ ધપાવીશું. 이재명 대통령님, 따뜻한 메시지를 보내주셔서 감사드립니다. 지난 4월 대통령님의 인도 방문을 뜻깊게 기억하고 있습니다. 대통령님의 방문은 양국의 특별 전략적 파트너십 새로운 활력을 불어넣는 소중한 계기가 되었습니다. 향후 양국이 함께 다방면에 걸친 협력을 더욱 심화해 나가며, 세계의 평화와 안정, 번영을 위한 공동의 목표를 함께 발전시켜 나가기를 확신합니다. @Jaemyung_Lee”

SM/BS/JD