Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સામાજિક કાર્યકર્તા પૂર્ણિમાબેન પકવાસાના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સામાજિક કાર્યકર્તા શ્રીમતી પૂર્ણિમાબેન પકવાસાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “પૂર્ણિમાબેન પકવાસાના નિધનના સમાચાર સાંભળી દુઃખી છું. તેઓ એક અભૂતપૂર્વ વ્યક્તિત્વવાળા મહિલા હતા, તેમણે આદિવાસી છોકરીઓના શિક્ષણ માટે અસાધારણ કાર્ય કર્યું.

પૂર્ણિમાબેને જીવનની લાંબા યાત્રા કરી છે, તેઓ 103 વર્ષની અવસ્થામાં આપણને છોડી ગયા છે. સાપૂતારા યાત્રા દરમિયાન તેમની સાથે થયેલ વાતચીત યાદ આવે છે. દિવંગત પૂર્ણિમાબેનની પુત્રી સોનલ માનસિંહ સાથે વાત કરી અને પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરી.’

AP/J.Khunt/GP