Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સિલ્વર મેડલ જીતવા બદલ ભારતીય વેઈટલિફ્ટર ઋષિકાંત સિંહ ચાનમબમ પર ગર્વ વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિલ્વર મેડલ જીતવા અને પોતાનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન હાંસલ કરવા બદલ ભારતીય વેઈટલિફ્ટર ઋષિકાંત સિંહ ચાનમબમ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે તેમના દ્રઢ નિશ્ચય અને ઉત્કૃષ્ટ પ્રદર્શને રાષ્ટ્ર માટે અપાર આનંદ આપ્યો છે.

શ્રી મોદીએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ ઉચ્ચ શિખરો સર કરવાનું ચાલુ રાખે અને ઘણા યુવા એથ્લેટ્સને પ્રેરણા આપે, તેમજ તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:

સિલ્વર મેડલ જીતવા અને પોતાનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન હાંસલ કરવા બદલ ભારતીય વેઈટલિફ્ટર ઋષિકાંત સિંહ ચાનમબમ પર ખૂબ જ ગર્વ છે. તેમના દ્રઢ નિશ્ચય અને ઉત્કૃષ્ટ પ્રદર્શને રાષ્ટ્ર માટે અપાર આનંદ આપ્યો છે. તેઓ ઉચ્ચ શિખરો સર કરવાનું ચાલુ રાખે અને ઘણા યુવા એથ્લેટ્સને પ્રેરણા આપે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ! #CWG2026″

 

SM/IJ/JD