Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સીઆરપીએફના જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ CRPFના તમામ કર્મચારીઓને તેમની સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, “CRPFના જવાનોએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમની ફરજ, હિંમત અને અડગ પ્રતિબદ્ધતા દ્વારા પોતાની છાપ છોડી છે.”

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

“CRPFના તમામ કર્મચારીઓને સ્થાપના દિવસની શુભેચ્છાઓ. આ દળે આપણી સુરક્ષા વ્યવસ્થામાં, ખાસ કરીને આંતરિક સુરક્ષા સંબંધિત પડકારજનક પાસાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. CRPFના જવાનોએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમની ફરજ, હિંમત અને અડગ પ્રતિબદ્ધતા દ્વારા પોતાની છાપ છોડી છે. માનવતાવાદી પડકારોને દૂર કરવામાં તેમનું યોગદાન પણ પ્રશંસનીય છે.”

@crpfindia

 

AP/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]