Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સીએમએ સીજીએમ (CMA CGM) ના ચેરમેન અને સીઇઓ રોડોલ્ફ સાડે સાથે દરિયાઈ કનેક્ટિવિટી અને સહયોગની તકો અંગે ચર્ચા કરી

પ્રધાનમંત્રીએ સીએમએ સીજીએમ (CMA CGM) ના ચેરમેન અને સીઇઓ રોડોલ્ફ સાડે સાથે દરિયાઈ કનેક્ટિવિટી અને સહયોગની તકો અંગે ચર્ચા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીએમએ સીજીએમ (CMA CGM) ના શ્રી રોડોલ્ફ સાડે સાથે દરિયાઈ કનેક્ટિવિટી (મેરિટાઇમ કનેક્ટિવિટી), વૈશ્વિક શિપિંગ પ્રવાહો અને ભારતના ઝડપથી વિકસતા દરિયાઈ ક્ષેત્રમાં ઊભરતી તકો પર ફળદાયી ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જહાજ નિર્માણ (શિપબિલ્ડિંગ), કન્ટેનર ઉત્પાદન, ડિજિટલ મેરિટાઇમ ઇનોવેશન, લોજિસ્ટિક્સ અને કૌશલ્ય વિકાસ (સ્કિલ ડેવલપમેન્ટ) માં વધુ સારા સહયોગ માટેના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારતનું વિસ્તરી રહેલું પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (બંદર માળખું) વૈશ્વિક દરિયાઈ અગ્રણીઓ માટે આશાસ્પદ તકો પ્રદાન કરે છે.

X (ટ્વિટર) પર એક પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું;

દરિયાઈ કનેક્ટિવિટી, વૈશ્વિક શિપિંગ પ્રવાહો અને ભારતના ઝડપથી વિકસતા દરિયાઈ ક્ષેત્રમાં ઊભરતી તકો અંગે સીએમએ સીજીએમના શ્રી રોડોલ્ફ સાડે સાથે ફળદાયી ચર્ચા થઈ.

જહાજ નિર્માણ, કન્ટેનર ઉત્પાદન, ડિજિટલ મેરિટાઇમ ઇનોવેશન, લોજિસ્ટિક્સ અને કૌશલ્ય વિકાસમાં વધુ સારા સહયોગ માટેના માર્ગો પર ચર્ચા કરી.

ભારતનું વિસ્તરી રહેલું પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક દરિયાઈ અગ્રણીઓ માટે આશાસ્પદ તકો પ્રદાન કરે છે. @cmacgm”

SM/IJ/JD