Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સુકમા હુમલામાં શહીદ સીઆરપીએફનાં બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુકમા, છત્તીસગઢ હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફનાં બહાદુર જવાનોને નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ પોતાનાં શોક સંદેશમાં કહ્યું, “ભારત સીઆરપીએફનાં એ બહાદુર જવાનોને નમન કરે છે, જે છત્તીસગઢનાં સુકમામાં શહીદ થયા છે. મારી સંવેદના આ બહાદુર જવાનોનાં પરિવારજનો અને મિત્રો સાથે છે. દુઃખની આ ઘડીએ રાષ્ટ્ર એમની સાથે ખભે-ખભો મિલાવીને ઉભું છે.”

RP