Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સુરતમાં અત્યાધુનિક હોસ્પિટલનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ સુરતમાં અત્યાધુનિક હોસ્પિટલનું ઉદઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરતમાં અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી રસીલાબેન સેવંતીલાલ શાહ વિનસ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે આ હોસ્પિટલ આયુષ્માન ભારત યોજના હેઠળ લોકોને સેવા આપશે.

પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, તેમની સરકાર સ્વસ્થ ભારત માટે કામ કરી રહી છે. તેમણે સરકાર દ્વારા ગરીબો માટે લેવામાં આવેલા પગલાંનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અને મિશન ઇન્દ્રધનુષ જેવી પહેલોએ મૃત્યુદરમાં ઘટાડો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીની સ્વચ્છતા અભિયાનની જાહેરાતની હાંસી ઉડાવતાં લોકોને તેમણે કહ્યું હતું કે, વિસ્તૃત સાફસફાઈ અભિયાનને કારણે 97 ટકા વસતિને અત્યારે સ્વચ્છ શૌચાલયો ઉપલબ્ધ થયાં છે. પ્રધાનમંત્રીએ નિવારણાત્મક આરોગ્ય સેવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, દુનિયાએ સુખઆકારી માટે યોગની ભૂમિકાને સ્વીકારી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત યોજના સંપૂર્ણપણે નવી ઇકોસિસ્ટમ ઊભી કરશે, જે સ્વસ્થ ભારતનું નિર્માણ કરવામાં મદદ કરશે. આ યોજનાથી ટિઅર 2-3 શહેરોમાં નવી હોસ્પિટલોની સ્થાપનાને પ્રોત્સાહન મળશે, જેથી હેલ્થકેર ક્ષેત્રમાં રોજગારીની તકોમાં પણ વધારો થશે એવું તેમણે ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે લોકોને વધારે જેનેરિક દવાઓ ઉપલબ્ધ થઈ છે, જેનાથી આરોગ્ય ખર્ચમાં ઘટાડો થવાની સાથે ઘણાં લોકોનાં કિંમતી જીવન બચાવવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રીએ આર્થિક રીતે નબળાં વર્ગ માટે 10 ટકા અનામતનો અમલ કરનાર પ્રથમ રાજ્ય બનવા બદલ ગુજરાતને અભિનંદન પણ પાઠવ્યાં હતા.

RP