Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સેન્ટ્રલ એમ્યુનિશન ડિપોમાં ફાટી નીકળેલી આગમાં જાન ગુમાવનારા માટે દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં પુલગાંવ ખાતે સેન્ટ્રલ એમ્યુનિશન ડિપોમાં ફાટી નીકળેલી આગને કારણે જિંદગી ગુમાવનારા લોકો પ્રત્યે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

“મહારાષ્ટ્રમાં પુલગાંવ ખાતે સેન્ટ્રલ એમ્યુનિશન ડિપો ખાતે લાગેલી આગને કારણે લોકોએ જાન ગુમાવ્યા એનું મને દુઃખ છે. એમના નિરાધાર બનેલા પરિવારો પ્રત્યે મારી સહાનુભૂતિ છે.

હું પ્રાર્થના કરું છું કે જે લોકો ઈજા પામ્યા છે, એ જલ્દી સાજા થઈ જાય. મેં રક્ષા મંત્રી મનોહર પારિકરને ઘટના સ્થળની મુલાકાત લેવા અને પરિસ્થિતિનો તાગ મેળવવા જણાવ્યું છે.” એમ પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું હતું.

AP/J.Khunt/GP