Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સેન્ટ-ગોબેન (Saint-Gobain) ના સીઇઓ બેનોઈટ બેઝિન સાથે ભારતમાં કંપનીના વિસ્તરણ અંગે ચર્ચા કરી

પ્રધાનમંત્રીએ સેન્ટ-ગોબેન (Saint-Gobain) ના સીઇઓ બેનોઈટ બેઝિન સાથે ભારતમાં કંપનીના વિસ્તરણ અંગે ચર્ચા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સેન્ટગોબેન (Saint-Gobain) ના શ્રી બેનોઈટ બેઝિન સાથે મુલાકાત અને વાતચીત કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારત માળખાકીય સુવિધાઓ અને શહેરી વિકાસમાં અભૂતપૂર્વ પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં સેન્ટગોબેનની હાજરીનો વધુ વિસ્તાર કરવા અને ઇનોવેશન, સર્ક્યુલર ઇકોનોમી અને અન્ય ક્ષેત્રોમાં ભાગીદારી કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતની વિવિધતા અને સ્કેલ (વ્યાપ) ગ્લોબલ સાઉથ માટે બાંધકામ ક્ષેત્રના ઉકેલો વિકસાવવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડે છે.

પ્રધાનમંત્રીએ X (ટ્વિટર) પર લખ્યું;

સેન્ટગોબેનના શ્રી બેનોઈટ બેઝિન સાથે વાતચીત કરીને આનંદ થયો. ભારત માળખાકીય સુવિધાઓ અને શહેરી વિકાસમાં અભૂતપૂર્વ પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે. ભારતમાં સેન્ટગોબેનની હાજરીનો વધુ વિસ્તાર કરવા અને ઇનોવેશન, સર્ક્યુલર ઇકોનોમી તેમજ અન્ય ક્ષેત્રોમાં ભાગીદારી કરવાના માર્ગો પર ચર્ચા કરી. ભારતની વિવિધતા અને સ્કેલ ગ્લોબલ સાઉથ માટે બાંધકામ ક્ષેત્રના ઉકેલો વિકસાવવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડે છે. @saintgobain”

SM/DK/JD