Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સોનીપતમાં ત્રણ રાજમાર્ગ પરિયોજનાની આધારશીલા રાખી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના સોનીપતમાં ત્રણ રાજમાર્ગની પરિયોજનાઓની આધારશીલા રાખી હતી.

પ્રધાનમંત્રીએ એક જનસભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે પૈસા રસ્તા નથી બનાવતા પરંતુ રસ્તા જ પૈસાનું સર્જન કરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રસ્તા અને વિજળી જેવી પાયાની માળખાગત પરિયોજનાઓ વિકાસની પહેલી શરત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક વખત જ્યારે માળખાગત પરિયોજનાઓ અમલમાં મુકાય છે ત્યારે વિકાસની ગતિ ઝડપી થઇ જાય છે અને તેની સાથે જ જીવનની ગુણવત્તામાં પણ સુધારો આવે છે. શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ રાજમાર્ગોના કારણે હરિયાણાના વિકાસને નવી ગતિ મળશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર માળખાગત પરિયોજનાઓના અમલમાં ઝડપ લાવવા માટે તેના રસ્તાઓમાં આવતી મુશ્કેલીઓને હટાવવાની સાથો-સાથ પ્રક્રિયાઓને પણ આસાન કરી રહી છે. તેમણે જુદા જુદા મંત્રાલયો સાથે થનારી ‘પ્રગતિ’ સંબંધિત ચર્ચાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે લાંબી પરિયોજનાઓ સાથે જોડાયેલા મુદ્દાઓનો ઉપાય શોધવા માટે તે દર મહિને ‘પ્રગતિ’ સંબંધિત સંવાદની અધ્યક્ષતા કરે છે.

પ્રધાનમંત્રીએ 1000 દિવસોની અંદર વિજળી વગરની સુવિધાવાળા 18,000 ગામને પાવર કનેક્શન આપવાની અથવા ત્યાં વિદ્યુત સપ્લાય સુનિશ્ચિત કરવા અંગેના પોતાના વિઝનનો ફરીથી ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધી દેશના તમામ ભાગોમાં અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક એટલે કે દરેક સમયે સપ્લાય સુનિશ્ચિત કરવાના પોતાના વિઝનનો પણ ફરીથી ઉલ્લેખ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી શ્રી નિતિન ગડકરી અને ચૌધરી વીરેન્દ્ર સિંહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

AP/J.Khunt