Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સૌરભ ચૌધરીને પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણ પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાનાં જકાર્તા-પાલેમ્બાંગ ખાતે યોજાઈ રહેલા એશિયાઈ રમતોત્સવ 2018માં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણ પદક જીતવા બદલ સૌરભ ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “16 વર્ષીય સૌરભ ચૌધરીએ આપણા યુવાનો જે ક્ષમતા અને સાહસથી સમૃદ્ધ છે તેનું પ્રદર્શન કર્યું છે. આ અસાધારણ યુવાને એશિયાઈ રમતોત્સવ-2018માં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણ પદક પ્રાપ્ત કર્યું છે. તેને અભિનંદન”

NP/J.Khunt/GP/RP