Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વામી આત્મસ્થાનંદજીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી આત્મસ્થાનંદજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સ્વામી આત્મસ્થાનંદજીના નિધન સાથે મેં મારા સ્વજન ગુમાવ્યા છે. મારા જીવનના અતિ મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન હું તેમની સાથે રહ્યો હતો.

સ્વામી આત્મસ્થાનંદજી જ્ઞાન અને શાણપણથી સભર હતા. તેમના ઉત્કૃષ્ટ વ્યક્તિત્વને પેઢીઓ યાદ રાખશે.

જ્યારે હું કોલકાતાની મુલાકાત લેતો હતો, ત્યારે હું હંમેશા સ્વામી આત્મસ્થાનંદજીના આશીર્વાદ મેળવતો હતો.

સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મિશનના પ્રમુખ તરીકે સ્વામી આત્મસ્થાનંદજી અવિરતપણે કામ કરતા હતા અને તેમનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો હતો.”

TR