Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હરિયાણા સુવર્ણ જયંતીની ઉજવણીના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી

પ્રધાનમંત્રીએ હરિયાણા સુવર્ણ જયંતીની ઉજવણીના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી

પ્રધાનમંત્રીએ હરિયાણા સુવર્ણ જયંતીની ઉજવણીના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુડગાંવ ખાતે હરિયાણા સુવર્ણ જયંતીની ઉજવણીના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી.

આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે, આજે એ દિવસ છે કે જ્યારે હરિયાણાની સ્થાપના અને રાજ્યની સ્થાપના પાછળના લક્ષ્યને જોવાનો અવસર છે.

તેમણે કહ્યું કે, હરિયાણા પ્રમાણમાં નાનું રાજ્ય છે પરંતુ તેણે ઘણાં ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એવું મનાય છે કે હરિયાણામાં માત્ર ખેડૂતો જ છે પરંતુ રાજ્યના ઉદ્યોગપતિઓની સફળતા પણ ઉદાહરણિય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, હરિયાણાના લોકોએ લશ્કરી દળોમાં સેવા આપીને દેશ માટે તેમના જીવન સમર્પિત કર્યા છે.

આવા ખ્યાતનામ રાજ્યમાં સ્ત્રીભ્રૂણ હત્યા ન થવી જોઈએ એ બાબત પર ભાર મૂકતા શ્રી નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે હરિયાણાએ હવે આ બાબત ન થાય એની ખાતરી માટેના પગલા લેવા જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હરિયાણાના દરેક નાગરિકે બાળકીઓના સંરક્ષણ માટે શપથ લેવા જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હરિયાણાના લોકોએ આ સુવર્ણ જયંતીના વર્ષે સમગ્ર શહેરને ખુલ્લામાં મળોત્સર્જન મુક્ત બનાવવા અંગે વિચારવું જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણા ગામડાઓમાંથી આ પરિવર્તનની પ્રક્રિયાનો પ્રારંભ થાય તો હરિયાણાના વિકાસને પ્રોત્સાહન પ્રાપ્ત થાય.

TR