Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હૈદરાબાદ રાજ્યના ભારતમાં થયેલા વિલય દરમિયાન શહિદ થનારા તમામ લોકોને નમન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ રાજ્યના ભારતમાં થયેલા વિલય દરમિયાન દેશની એકતા માટે શહિદ થયેલા તમામ લોકોને નમન કર્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ રાજ્યના વિલય દરમિયાન મહત્વની ભૂમિકા નિભાવવા માટે સરદાર પટેલને પણ યાદ કર્યા હતા.

પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ‘હું હૈદરાબાદ રાજ્યના ભારતમાં વિલય વખતે દેશની એકતા માટે બલિદાન આપનારા તમામ લોકોને નમન કરું છું. હૈદરાબાદ રાજ્યનાભારતમાં વિલય માટે એ સમયે સરદાર પટેલ દ્વારા નિભાવવામાં આવેલી મહત્વની ભૂમિકાને યાદ કર્યા વિના પૂરી ન થઇ શકે. ’

UM/J.Khunt/GP