Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 1 જુલાઈથી અમલમાં મૂકાનારા જીએસટીની પ્રગતિની સમીક્ષા કરી

પ્રધાનમંત્રીએ 1 જુલાઈથી અમલમાં મૂકાનારા જીએસટીની પ્રગતિની સમીક્ષા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જીએસટીના અમલ માટેની સ્થિતિમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી, જેનો 1 જુલાઈથી અમલ થવાનો છે.

આ બેઠક આશરે અઢી કલાક ચાલી હતી. જેમાં નાણાં મંત્રી અરુણ જેટલી અને નાણાં, પીએમઓ મંત્રાલયના ટોચના અધિકારીઓ તથા કેબિનેટ સેક્રેટરી ઉપસ્થિત હતા.

પ્રધાનમંત્રીએ આ બેઠકમાં આઇટીની તત્પરતા, માનવ સંસાધનની સજ્જતા, અધિકારીઓની તાલીમ અને તેમની સંવેદનશીલતા, પ્રશ્રોનું નિવારણ કરવાની વ્યવસ્થા અને નિરીક્ષણ જેવા અમલીકરણના વિવિધ પાસાઓની વિશેષ સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીને જાણકારી આપવામાં આવી હતી કે આઇટી માળખું, અધિકારીઓની તાલીમ, બેંકો સાથે સંકલન તથા વર્તમાન કરદાતાઓ જેવા જીએસટીની વ્યવસ્થાના વિવિધ પાસા 1 જુલાઈ સુધીમાં જીએસટીના અમલીકરણ કરવાની તારીખ સુધીમાં સંપૂર્ણપણે સજ્જ થઈ જશે. માહિતીની સુરક્ષાની વ્યવસ્થા વિશે પણ વિગતવાર ચર્ચા થઈ હતી.

પ્રશ્રોનો સમયસર જવાબ આપવા ટ્વિટર હેન્ડલ @askGst_GOI શરૂ થઈ ગયું છે. આ ઉદ્દેશ માટે રાષ્ટ્રીય સ્તરે ટોલ-ફ્રી ફોન 1800-1200-232 પણ કાર્યરત કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 1 જુલાઈથી જીએસટીનો અમલ રાજકીય પક્ષો, વેપાર અને ઉદ્યોગ સંસ્થાઓ સહિત તમામ પક્ષકારોના સહિયારા પ્રયાસોનું પરિણામ છે. તેમણે જીએસટીને અર્થતંત્ર માટે ટર્નિંગ પોઇન્ટ ગણાવ્યો હતો, જે ભારતના પરોક્ષ કરવેરાના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે. તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે, એક રાષ્ટ્ર, એક બજાર, એક કરવેરાની વ્યવસ્થા ઊભી થવાથી સામાન્ય નાગરિકને મોટો લાભ થશે. પ્રધાનમંત્રીએ એવી સૂચના પણ આપી હતી કે, મહત્તમ ધ્યાન જીએસટી સાથે સંબંધિત આઇટી સિસ્ટમમાં સાયબર-સુરક્ષાને આપવામાં આવવું જોઈએ.

***

AP/J.Khunt/TR/GP