Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 22મી એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 19 મેડલ જીતવા બદલ ભારતીય ટુકડીને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 22મી એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન માટે ભારતીય ટુકડીને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ચેમ્પિયનશિપમાં 10 ગોલ્ડ મેડલ સહિત 19 મેડલ જીતવા બદલ ભારતીય ટુકડીને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ ભારતના યુવા રમતવીરોનો દ્રઢ સંકલ્પ અને શ્રેષ્ઠતા દર્શાવે છે.

તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ સિદ્ધિઓ આગામી વર્ષોમાં વધુને વધુ યુવા ભારતીયોને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરશે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“22મી એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 10 ગોલ્ડ સહિત 19 મેડલ જીતવા બદલ ભારતીય ટુકડીને અભિનંદન. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન ભારતના યુવા રમતવીરોનો દ્રઢ સંકલ્પ અને શ્રેષ્ઠતા દર્શાવે છે. આ સિદ્ધિઓ આગામી વર્ષોમાં વધુને વધુ યુવા ભારતીયોને રમતગમત અપનાવવા માટે પ્રેરિત કરે તેવી શુભેચ્છાઓ.”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com