Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 27 સપ્ટેમ્બર, 2015ના ફેસબુક મુખ્યાલયના ટાઉનહૉલ પ્રશ્નોત્તરી સત્ર માટે પ્રશ્ન આમંત્રિત કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 27 સપ્ટેમ્બર, 2015ના ફેસબુક મુખ્યાલયના ટાઉનહૉલ પ્રશ્નોત્તરી સત્ર માટે પ્રશ્ન આમંત્રિત કરાયા છે.

પ્રધાનમંત્રીએ પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યુઃ

“મને ફેસબુક મુખ્યાલયમાં આમંત્રિત કરવા માટે હું શ્રી માર્ક જુકરબર્ગને ધન્યવાદ આપું છું. હું રવિવાર 27 સપ્ટેમ્બરે ભારતીય સમયાનુસાર સવારે 10 કલાકે ટાઉનહૉલ પ્રશ્નોત્તરી માટે ઉત્સુક છું.

વાતચીત દરમિયાન કેટલાય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે અને નિશ્ચિતપણે આ એક યાદગાર ચર્ચા હશે.

તમારી ભાગીદારી વિના આ કાર્યક્રમ અધૂરો રહેશે. તમે તમારા પ્રશ્ન ફેસબુક પર મોકલશો.

હું સૌને આગ્રહ કરું છું કે તમે “નરેન્દ્ર મોદી મોબાઈલ એપ” પર પોતાના પ્રશ્નો મોકલો. તમારા પ્રશ્નોથી આ કાર્યક્રમ યાદગાર બની રહેશે.”

UM/AP//J.Khunt/GP