Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 37મા ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લિથુઆનિયાના વિલ્નિયસ ખાતે યોજાયેલા 37મા ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડમાં ભારતીય ટીમના નોંધપાત્ર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે, જ્યાં ટીમના ચારેય સભ્યોએ એક સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) સહિત મેડલ મેળવ્યા છે. શ્રી મોદીએ નોંધ્યું કે ભવ્યા ગુનવાલ, સૌમિલ મૈતી, નિશિત કલાણી અને અનમોલ કુમારે મોલેક્યુલર બાયોલોજી અને બાયોકેમિસ્ટ્રી, સિસ્ટમેટિક્સ તેમજ પ્લાન્ટ કમ્પ્યુટેશનલ બાયોલોજી જેવા વિષયોનું અગાધ જ્ઞાન દર્શાવ્યું છે, અને તેમની સફળતા બીજા ઘણા યુવાનોને પ્રોત્સાહિત કરશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“તે અત્યંત આનંદની વાત છે કે લિથુઆનિયાના વિલ્નિયસ ખાતે યોજાયેલા 37મા ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડમાં, ભારતીય ટીમના ચારેય સભ્યોએ એક ગોલ્ડ સહિત મેડલ સુરક્ષિત કર્યા છે.

ઓલિમ્પિયાડમાં તેમની સફળતા બદલ ભવ્યા ગુનવાલ, સૌમિલ મૈતી, નિશિત કલાણી અને અનમોલ કુમાર પર ગર્વ છે. તેમણે મોલેક્યુલર બાયોલોજી અને બાયોકેમિસ્ટ્રી, એનિમલ ફિઝિયોલોજી, એનિમલ મોર્ફોલોજી અને સિસ્ટમેટિક્સ તેમજ પ્લાન્ટ કમ્પ્યુટેશનલ બાયોલોજી જેવા વિષયોનું અગાધ જ્ઞાન દર્શાવ્યું છે.

મને ખાતરી છે કે આ સફળતા બીજા ઘણા યુવાનોને પ્રોત્સાહિત કરશે.”

SM/NP/JD