Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 58મા ઇન્ટરનેશનલ કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં સુવર્ણ ચંદ્રકો જીતવા બદલ ભારતીય વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​58મા ઇન્ટરનેશનલ કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં ચાર સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) મેળવવા બદલ દેબદત્ત પ્રિયદર્શી, હર્ષિત સિંઘલ, કબીર છિલ્લર અને સંદીપ કુચીની ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે, જે આ પ્રતિષ્ઠિત વૈશ્વિક સ્પર્ધામાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. શ્રી મોદીએ નોંધ્યું કે ટીમની પ્રતિભા, સમર્પણ અને વિજ્ઞાન પ્રત્યેના જુસ્સાએ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે, અને તે અસંખ્ય યુવા માનસોને રસાયણશાસ્ત્ર (કેમિસ્ટ્રી) નો અભ્યાસ કરવા અને તેમાં શ્રેષ્ઠતા મેળવવા માટે પ્રેરણા આપશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ભારતની યુવા શક્તિ વૈશ્વિક સ્તરે ડંકો વગાડવાનું ચાલુ રાખે છે!
58મા ઇન્ટરનેશનલ કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં સુવર્ણ ચંદ્રકો જીતવા બદલ દેબદત્ત પ્રિયદર્શી, હર્ષિત સિંઘલ, કબીર છિલ્લર અને સંદીપ કુચીની અમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.
તેમની પ્રતિભા, સમર્પણ અને વિજ્ઞાન પ્રત્યેના જુસ્સાએ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. તે અસંખ્ય યુવા માનસોને રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરવા અને તેમાં શ્રેષ્ઠતા મેળવવા માટે પણ પ્રેરણા આપશે.”

SM/NP/JD