Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ SCATSAT-1 સેટેલાઈટના સફળતાપૂર્વક લોન્ચ કરવા પર ઈસરોને અભિનંદન પાઠ્વ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PSLV-35 અને એડવાન્સડ વેધર સેટેલાઈટ SCSAT-1 તથા કો-પેસેન્જર સેટેલાઈટસના સફળતાપૂર્વક લોન્ચ કરવા પર ઈસરો અને તેના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠ્વ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત માટે આ પળ આનંદ અને ગૌરવની છે, PSLV-C35/SCATSAT-1 અને 7 કો-પેસેન્જર સેટેલાઈટ્સના લોન્ચ કરવા બદલ ઈસરોને અભિનંદન.

આપણા અવકાશ વૈજ્ઞાનિકોએ ઈતિહાસ રચવાનો જારી રાખ્યો છે. તેમના નવીનીકરણનો ઉત્સાહ 125 કરોડ ભારતીયોના જીવનને સ્પર્શે છે અને વિશ્વભરમાં ભારતને ગૌરવ પ્રદાન કરે છે.

AP/GKhunt/TR/GP