Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીના ન્યૂયોર્કમાં 24મી સપ્ટેમ્બર, 2015ના કાર્યક્રમો

પ્રધાનમંત્રીના ન્યૂયોર્કમાં 24મી સપ્ટેમ્બર, 2015ના કાર્યક્રમો

પ્રધાનમંત્રીના ન્યૂયોર્કમાં 24મી સપ્ટેમ્બર, 2015ના કાર્યક્રમો

પ્રધાનમંત્રીના ન્યૂયોર્કમાં 24મી સપ્ટેમ્બર, 2015ના કાર્યક્રમો

પ્રધાનમંત્રીના ન્યૂયોર્કમાં 24મી સપ્ટેમ્બર, 2015ના કાર્યક્રમો

પ્રધાનમંત્રીના ન્યૂયોર્કમાં 24મી સપ્ટેમ્બર, 2015ના કાર્યક્રમો

પ્રધાનમંત્રીના ન્યૂયોર્કમાં 24મી સપ્ટેમ્બર, 2015ના કાર્યક્રમો

પ્રધાનમંત્રીના ન્યૂયોર્કમાં 24મી સપ્ટેમ્બર, 2015ના કાર્યક્રમો

પ્રધાનમંત્રીના ન્યૂયોર્કમાં 24મી સપ્ટેમ્બર, 2015ના કાર્યક્રમો

પ્રધાનમંત્રીના ન્યૂયોર્કમાં 24મી સપ્ટેમ્બર, 2015ના કાર્યક્રમો


નાણાકિય ક્ષેત્ર પર ગોળમેજી બેઠક

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાણાકિય ક્ષેત્રના વરિષ્ઠ અમેરિકન મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઇઓ) સાથે ગોળમેજી બેઠકની અધ્યક્ષતા કરી હતી.

આ બેઠકમાં જે. પી. મોરગનના ચેરમેન, સીઇઓ અને અધ્યક્ષ શ્રી જેમી ડીમોન, બ્લેક સ્ટોનના ચેરમેન, સીઇઓ અને સહ સંસ્થાપક શ્રી સ્ટીવ શ્વાર્જમેન, વારબર્ગ પિંક્સના કો.સીઇઓ ચાપ્લ્સ કાએ, કે.કે.આરના કો-ચેરમેન અને કો-સીઇઓ શ્રી હેનરી ક્રેવિસ, જનરલ એટલાન્ટીકના સીઇઓ બિલ ફોર્ડ, એઆઇજી ઇન્શ્યુરન્સના અધ્યક્ષ અને સીઇઓ શ્રી પીટર હેંગકોક, ટાઇગર ગ્લોબલના સહ સંસ્થાપક અને પ્રબંધકિય ભાગીદાર ચેજ કોલમેન તથા ન્યૂયોક સ્ટેટ કોમન રિટાયર્મેન્ટ ફંડના મુખ્ય રોકાણ અધિકારી શ્રી વિક્કી ફૂલર ઉપસ્થિત હતા.

મુખ્ય કાર્યકારી અધિકારીઓએ પ્રધાનમંત્રી દ્વારા ભારતમાં વ્યવસાય કરવામાં સુગમતા લાવવા માટે ઉઠાવવામાં આવેલા પગલા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ તથા ડિઝિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા સહિત વિભિન્ન પહેલોની સરાહના કરી હતી. મુખ્ય કાર્યકારી અધિકારીઓએ ભારતીય સ્ટાર્ટ અપ ક્ષેત્રમાં રુચિ દર્શાવી અને ઉદ્યમ તથા નવી શરૂઆતોમાં રોકાણ કરવાની ઇચ્છા પ્રકટ કરી હતી. મુખ્ય કાર્યકારી અધિકારીઓએ ભારતમાં રોકાણ કરવા અંગે કર નિર્ધારણ અને નોકરશાહીની અમુક સમસ્યાઓ અંગે જણાવ્યું હતું.

ભારતના જુદા જુદા ક્ષેત્રોમાં રોકાણ વધારવા માટે પ્રધાનમંત્રીઓ પોતાના ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા’ની પરિકલ્પના રાખી હતી. તેમણે જણાવ્યું હતું કે સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રની સાથે જ તે ખાનગી શરૂઆત અને ઉદ્યમિતા પર ભાર આપી રહ્યા છે, જેનો ઉલ્લેખ તે ‘વ્યક્તિગત ક્ષેત્ર’ના રૂપે કરે છે. તેમણે જણાવ્યું હતું કે સ્ટાર્ટ અપ અને નવાચાર. સૂચના ટેકનિકલ ક્રાંતિના કેન્દ્રમાં રહે છે.

પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે ગોળમેજી બેઠકમાં તમામ મુખ્ય કાર્યકારી અધિકારીઓએ ફક્ત ભારતી જ સંભાવનાઓ વિશે વાત નહોતી કરી પરંતુ તેમાં વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓએ પોતાની ચિંતાઓને સ્પષ્ટ રીતે સામે રાખી હતી.

પ્રધાનમંત્રીઅે છેલ્લા 15 મહિનાઓમાં થયેલી આર્થિક પ્રગતિને રેખાંકિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ અવધિમાં ભારતમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ ઘણું વધ્યું છે, જે વિશ્વભરમાં રાખવામાં આવી રહેલા અભિગમથી વિપરીત છે, એનાથી ખબર પડે છે કે રોકાણકારોનો ભારતમાં વિશ્વાસ વધ્યો છે.

મીડિયા, ટેક્નોલોજી અને સંચાર પર ગોળમેજી બેઠક-ભારતની વૃદ્ધિ

પ્રધાનમંત્રીએ મીડિયા અને મનોરંજનના ક્ષેત્રમાં સર્વોચ્ચ અમેરિકન મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી.

આ બેઠકમાં ન્યૂઝ કોર્પોરેશન અને 21 સેંચુરી ફોક્સના એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી રુપર્ટ મર્ડોક, 21 સેંચુરી ફોક્સના સીઇઓ શ્રી જેમ્સ મર્ડોક, ન્યૂઝ કોર્પોરેશનના સીઇઓ શ્રી રોબર્ટ થોમસન, સ્ટાર ઇન્ડિયાના સીઇઓ શ્રી ઉદય શંકર, ડિસ્કવરી કમ્યુનિકેશનના અધ્યક્ષ અને સીઇઓ શ્રી ડેવિડ જાસલેવ, સોની એન્ટરટેઇનમેન્ટના સીઇઓ શ્રી માઇકલ લિંટન, ઇન્ટર પબ્લિક ગ્રૂપ ઓફ કંપનીઝના સીઇઓ શ્રી માઇકલ રોથ, વાઇસ મીડિયાના સીઇઓ શ્રી શેન સ્મિથ, ડબ્લ્યુપીપીના સીઇઓ શ્રી માર્ટિન સોરેલ, ટાઇમ વોર્નરના સીઇઓ શ્રી જેફ બ્યૂકેસ, એ એન્ડ ઇ નેટવર્ક્સની સીઇઓ નેન્સી ડુબુક, વિસી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી એન્થોની પ્રેટ, રુટ વન ઇન્વેસ્ટમેન્ટ કંપનીના શ્રી વિલિયમ ડુહામેલ અને વેલ્યૂ એક કેપિટલના સીઇઓ શ્રી જેફ ઉબેન સામેલ હતા.

મુખ્ય કાર્યકારી અધિકારીઓએ પ્રધાનમંત્રીના ઉર્જાવાન તથા ગતિશીલ નેતૃત્વની પ્રશંસા કરી અને ભારતના ભવિષ્ય અંગે આશાવાદી દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યો હતો. મુખ્ય કાર્યકારી અધિકારી વિશેષ રીતે ડિઝીટલ ઇન્ડિયા પહેલ દ્વારા ભારતમાં ચાલી રહેલા ડિઝિટલ પરિવર્તન અંગે ઉત્સાહિત હતા. તેમણે જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થાની વર્તમાન મજબૂત સ્થિતિથી આ ક્ષેત્રમાં વૃદ્ધિને ગતિ મળી છે.

મુખ્ય કાર્યકારી અધિકારીઓએ ઝડપથી ટેલિવિઝન ડિઝિટલીકરણ કરવા અને સેલ્યૂલર (મોબાઇલ) પાયાને મજબૂત કરવાનો આગ્રહ કર્યો હતો.

પ્રધાનમંત્રી અને મુખ્ય કાર્યકારી અધિકારીઓએ જાણ્યું હતું કે હાલના દિવસોમાં ટેક્નોલોજી અને મીડિયામાં પરિવર્તનથી જ્ઞાન ઝડપથી સામાન્ય નાગરિકો સુધી પહોંચ્યું છે. પ્રધાનંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વ અત્યારે ટેક્નોલોજી ચલિત યુગમાં છે, જ્યાં ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રગતિ સમાન જ ડિઝિટલ ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચરની પ્રગતિ મહત્વપૂર્ણ છે. તેમણે મુખ્ય કાર્યકારી અધિકારીઓને સલાહ આપી હતી કે ભારત તેમના માટે સૌથી મોટી તક અને સૌથી મોટો પડકાર છે તથા તેમણે અપીલ કરી હતી કે ભારતમાં રોકાણની યોજના તૈયાર કરતી વખતે તે ક્ષેત્રીય ભાષાઓને ધ્યાનમાં રાખે. તેમણે 600,000 ગામોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી દ્વારા જોડવાની પોતાની સરકારની પરિકલ્પના અંગે જણાવ્યું હતું. તેમણે મુખ્ય કાર્યકારી અધિકારીઓને જણાવ્યું હતું કે તે 21મી સદીના નાગરિકો વિશે વિચારે કે તેમના શું મૂલ્ય હશે એ શું પડકારો હશે. તેમણે માનવ સંસાધન વિકાસમાં ડિઝિટલ ટેક્નોલોજીની ભૂમિકા વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે જનતંત્રને વધારે મજબૂત બનાવવા તથા દેશના વિકાસમાં ડિઝિટલ ટેક્નોલોજીની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

દ્વિપક્ષીય બેઠકો

પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશની પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીના સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ પોતાની અગાઉની બેઠકથી અત્યાર સુધી દ્વીપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે ભૂમિ સીમા કરારના અમલીકરણ અંગે પ્રગતિ પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મુલાકાત દરમિયાન સંપર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સતત વિકાસના લક્ષ્યાંકો તથા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને અન્ય વૈશ્વિક સંગઠનોમાં સુધારા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇંસમાં પ્રધાનમંત્રી ડો.રાલ્ફ ગોન્ઝાલ્વિસ સાથે મુલાકાત કરી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા માટે સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇંસના સમર્થન માટે ડો. ગોન્ઝાલ્વિસનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ ગુયાનાના રાષ્ટ્રપતિ શ્રી ડેવિડ ગ્રેંગર સાથે પણ મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ ગુયાનામાં સૂચના ટેક્નોલોજી ક્ષેત્રમાં ક્ષમતા વધારવા માટે ભારતીય સમર્થનની પ્રશંસા કરી હતી.

શ્રી માઇકલ બ્લૂમબર્ગ સાથે વાચચીત

શ્રી માઇકલ બ્લૂમબર્ગ સાથે વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ સ્માર્ટ સિટી પહેલમાં તેમના સમર્થનની પ્રશંસા કરી હતી.

મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે ચર્ચા

પ્રધાનમંત્રીએ વિનિર્માણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રના 42 અમેરિકાના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. કાર્યકારી અધિકારીઓએ પ્રધાનમંત્રીની આર્થિક વિકાસની પરિકલ્પના અને છેલ્લા 15 મહિનાઓમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ આશા પ્રમાણે, પારદર્શી અને જવાબદેહ પ્રશાસન માટે પોતાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી. મુખ્ય કાર્યકારી અધિકારીઓએ મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને સ્માર્ટ સિટીઝની પહેલ માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું.

AP/J.Khunt