પીએમઇન્ડિયા
બ્રિટનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી
પાર્લામેન્ટ સ્કવેર, લંડનમાં ગાંધી પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી
બ્રિટનની સંસદમાં ભાષણ આપ્યું
લંડનમાં ગિલ્ડહોલમાં સંબોધન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 નવેમ્બર, 2015ના રોજ લંડન પહોંચ્યા હતા. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી ડેવિડ કેમરુને તેમનું સત્તાવાર સ્વાગત કર્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. મંત્રણા પછી પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે બ્રિટનની યાત્રાથી તેઓ પ્રસન્ન છે.
હિન્દીમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે – આ સંબંધ અમારા માટે ખૂબ અતિ મહત્વપૂર્ણ છે. ઈતિહાસની જાણકારી, લોકોના લોકો સાથે અનોખા બંધન અને આપણા સંયુક્ત મૂલ્ય આ સંબંધને વિશેષ બનાવે છે. આપણી વચ્ચે દરેક ક્ષેત્રે – વેપાર અને મૂડીરોકાણ, રક્ષા અને સુરક્ષા, વિજ્ઞાન અને શિક્ષણ, સ્વચ્છ ઉર્જા અને સ્વાસ્થ્ય,ટેકનોલોજી અને નવીનીકરણ તથા સંસ્કૃતિમાં જીવંત અને મજબૂત ભાગીદારી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી વચ્ચે અનેક સંયુક્ત અને ભાગીદારીવાળા હિત આપણે ધરાવીએ છીએ, જે બન્ને દેશો માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
અમે રાજનીતિક વાતચીત વધારવા માટે અને નિયમિત દ્વિપક્ષીય સંમેલન આયોજીત કરવા માટે સંમત થયા છીએ. અમે નિર્ણય કર્યો છે કે વિશ્વના અન્ય ક્ષેત્રોમાં વિકાસમાં સહાયતા કરવા માટે આપણા સંયુક્ત મૂલ્યોને ભાગીદારીમાં પરિવર્તિત કરવામાં આવે અને અમે દરેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.
અમે બ્રિટન સાથે રક્ષા અને સુરક્ષા સહયોગને ખૂબ મહત્વ આપીએ છીએ, જેનાથી નિયમિત અભ્યાસ અને રક્ષા વેપાર તથા સહયોગનો સમાવેશ થાય છે. આ સહયોગ વધશે. મને એ જાણીને પણ પ્રસન્નતા થઇ છે કે બ્રિટન ફેબ્રુઆરી 2016માં ભારતમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય નૌકાદળ સમીક્ષામાં ભાગ લેશે. બ્રિટન, ભારતની રક્ષા આધુનિકીકરણ યોજનામાં પણ મજબૂત ભાગીદાર છે, જેમાં રક્ષા ક્ષેત્રમાં મેક ઇન ઈન્ડિયા મિશનનો સમાવેશ થાય છે.
આપણી સુદ્વઢ આર્થિક ભાગીદારી છે અને તે આપણી વચ્ચે ભાગીદારીનું મહત્વપૂર્ણ સ્તંભ છે. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ સંબંધ વધારે પ્રગાઢ બનશે, જેનાથી ઝડપથી પ્રગતિ કરી રહેલા ભારતમાં અવસર વધશે તથા બ્રિટનની આર્થિક મજબૂતીને વધારે બળ મળી શકશે. બ્રિટન અગાઉથી ભારતમાં મૂડીરોકાણ કરનાર ત્રીજો સૌથી મોટો દેશ છે. ભારતમાં યુરોપીય સંઘ દ્વારા મળીને કરવામાં આવેલા મૂડીરોકાણથી પણ વધારે મૂડીરોકાણ બ્રિટનનું છે. અમે, ભારતમાં બ્રિટનથી મૂડીરોકાણ માટે નવી ફાસ્ટ ટ્રેક વ્યવસ્થાનો શુભારંભ કરીશું. ભારત – બ્રિટન મુખ્ય કાર્યકારી અધિકારી મંચમાં નવો પ્રાણ પૂરવાનો પ્રયાસ એક સ્વાગતને યોગ્ય પગલું છે.
અમે પણ લંડનના આર્થિક માર્કેટમાં ફંડ વધારી રહ્યા છીએ. હું પ્રસન્ન છું કે અમે લંડનમાં રેલવે રૂપિયા બોન્ડ રજૂ કરીશું, પરંતુ મને લાગે છે કે આ સ્વભાવિક છે. અહીંથી ભારતીય રેલની યાત્રા શરૂ થાય છે.
સંયુક્ત પ્રેસ વક્તવ્ય પછી મીડિયા સાથેની વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત એવી કોઇપણ ઘટનાને સહન નહીં કરશે, જે સમાજના મૌલિક આદર્શોનું ઉલ્લઘંન કરતી હશે. તેમણે કહ્યું કે ભારત એક જીવંત જનતંત્ર છે, જે સંવિધાન હેઠળ વ્યક્તિગત અધિકારોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
બ્રિટનની સંસદમાં પોતાના ભાષણમાં પ્રધાનમંત્રીએ કહ્યુઃ સબકા સાથ, સબકા વિકાસનો સિદ્ધાંત રાષ્ટ્ર અંગેની અમારી પરિકલ્પના છે, જેમાં પ્રત્યેક નાગરિક પ્રતિભાગી બને અને સમૃદ્ધ થાય.
આ કેવળ આર્થિક સમાવેશ માટેનું આહવાન નથી.
આ આપણી વિવિધતાનો ઉત્સવ પણ છે, સાહજીક સદભાવ માટેનો મત છે અને વ્યક્તિગત સ્વતંત્રતા તથા અધિકારો માટેની પ્રતિબદ્ધતા છે.
આ આપણી સંસ્કૃતિનું શાશ્વત ચરિત્ર છે, આ આપણા સંવિધાનનો આધાર છે અને એ આપણા ભવિષ્યનો પાયો હશે.
પ્રધાનમંત્રીએ ગિલ્ડહોલમાં લંડનના સીઈઓ ફોરમને સંબોધન કર્યું
પ્રધાનમંત્રીએ કહ્યું અનેક સદીઓથી બ્રિટન અને ભારત એક બીજાને સારી રીતે જાણે છે. આપણી શાસન પ્રણાલીઓ પણ વેસ્ટમિન્સ્ટરના મૉડલ પર આધારિત છે. આપણા સંસ્થાનો એકબીજા સાથે વાતચીત કરવાનું જાણે છે, આપણા લોકો એક-બીજા સાથે કામ કરવાનું જાણે છે. આપણા વેપાર એક બીજા સાથે મળીને પ્રગતિ કરવાનું પણ સારી રીતે જાણે છે.
આ જ કારણ છે કે બ્રિટન, ભારતના મુખ્ય વ્યાપારિક ભાગીદારોમાંથી એક છે. બ્રિટન ભારતમાં રોકાણ કરનાર ત્રીજો સૌથી મોટો વિદેશી રોકાણકાર પણ છે અને અહીં હું કહેવા માગુ છું કે આ એકતરફી નથી. ભારત, બ્રિટનમાં સીધા વિદેશી રોકાણ માટે ત્રીજાક્રમનું સૌથી મોટો સ્રોત બનીને સામે આવ્યું છે. અલબત્ત, ભારત અને બ્રિટન વચ્ચે આર્થિક સંબંધોને વધારે મજબૂત કરવાની મહત્વપૂર્ણ સંભાવના છે.
આપણે એક-બીજા પ્રત્યે આપસી ભાગીદારીનો લાભ લેવાનો રહેશે. અમે એ ક્ષેત્રોને વિકસિત કરવા ઇચ્છીએ છીએ કે જેમાં બ્રિટન મજબૂત છે. તે માટે હિતકારી સ્થિતિ બનાવવા માટે અમે કાર્ય કરી રહ્યાં છીએ. અહીંનું મજબૂત ભારતીય સમુદાય અમને બ્રિટન સાથે મજબૂતથી મજબૂત અને સારામાં સારા એકત્રિકરણ કરવા માટે પ્રેરિત કરે છે.
પ્રધાનમંત્રીએ પાર્લામેન્ટ સ્કવેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. લંડનની ઓળખ ટાવર બ્રિટ અને લંડન આઈને કેસરિયા, સફેદ અને હરા- તિરંગામાં સજાવવામાં આવ્યું હતું. બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી કેમરુને ચેકર્સમાં પોતાના કન્ટ્રી હાઉસ રીટ્રીટ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી માટે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું.
J.Khunt
Reached London. India-UK ties will receive a great impetus. Will attend a wide range of programmes in UK. pic.twitter.com/qWIb3jNFBC
— Narendra Modi (@narendramodi) November 12, 2015
Spoke to Daw Aung San Suu Kyi & congratulated her. India will be delighted to welcome her.
— Narendra Modi (@narendramodi) November 12, 2015
Thank you @Number10gov. We are very proud of the Indian diaspora in UK. Their role in strengthening India-UK ties is immense.
— Narendra Modi (@narendramodi) November 12, 2015
Productive & extensive discussions with PM @David_Cameron on India-UK ties & global issues. pic.twitter.com/3E5uM9Agvi
— Narendra Modi (@narendramodi) November 12, 2015
Some glimpses from the Guard of Honour and Official Welcome. pic.twitter.com/J5gJ19wygc
— Narendra Modi (@narendramodi) November 12, 2015
My statement to the media at the press briefing with PM @David_Cameron. @Number10gov https://t.co/yWkStlZR4w.
— Narendra Modi (@narendramodi) November 12, 2015
Interacted with the Punjabi community in London. We exchanged thoughts on various issues. pic.twitter.com/ZVJfpOO97O
— Narendra Modi (@narendramodi) November 12, 2015
My speech at the British Parliament focussed on the strong future of India-UK ties & its many benefits. https://t.co/wCMnycqb7y
— Narendra Modi (@narendramodi) November 12, 2015
Be it Jaguar, Brooke Bond tea, curry or cricket, education, trade, there is lots that binds India & UK. We must continue to deepen this bond
— Narendra Modi (@narendramodi) November 12, 2015
Proud & emotional moment for me…with certificate of Shyamji Krishna Varma's reinstation at Inner Temple. pic.twitter.com/GfvoIaNq1r
— Narendra Modi (@narendramodi) November 12, 2015
It is wiser to be in India, we are making it easier to invest in India…my speech at a business meet in London. https://t.co/tekB3DVIUN
— Narendra Modi (@narendramodi) November 12, 2015
Paying homage to Mahatma Gandhi. pic.twitter.com/GcyfqZ0079
— Narendra Modi (@narendramodi) November 12, 2015