Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સીએસઆઈઆર સોસાયટીની બેઠક

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સીએસઆઈઆર સોસાયટીની બેઠક


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 06 એપ્રિલ, 2016ને બુધવારના રોજ નવી દિલ્હીમાં વૈજ્ઞાનિક તેમજ ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (સીએસઆઈઆર) સોસાયટીની બેઠક થઈ.

પ્રધાનમંત્રીને રાષ્ટ્રીય પડકારોનો સામનો કરવામાં પ્રમુખ ભારતીય અન્વેષકના રૂપમાં સીએસઆઈઆર દ્વારા કરાયેલા કાર્યોની જાણકારી અપાઈ.

સભ્યોએ સીએસઆઈઆર પ્રયોગશાળાઓમાં કરાઈ રહેલા સંશોધનથી મોટી સંખ્યામાં થનારા સ્ટાર્ટ અપ્સની સંભાવનાઓની બાબતમાં જણાવ્યું. તેમણે પ્રયોગશાળાના સંશોધનોને વ્યાવસાયિક અનુપ્રયોગોમાં બદલાવના મહત્વ પર ભાર મુક્યો. પ્રધાનમંત્રીને સ્વાસ્થ્ય ઉપકરણ નિર્માણ, ઉર્જા અને વેસ્ટ મેન્જમેન્ટ જેવા કેટલાક ક્ષેત્રોની બાબતમાં જણાવાયું, જ્યાં સીએસઆઈઆર મહત્વપૂર્ણ ભૂમિકા પ્રદાન કરી શકે છે.

પ્રધાનમંત્રીએ સીએસઆઈઆર પ્રયોગશાળાના કાર્યોના આકલન માટે માનક અને એવી પ્રક્રિયા નક્કી કરવાનું કહ્યું કે, જેનાથી વિભિન્ન પ્રયોગશાળાઓ વચ્ચે અંદરોઅંદર પ્રતિસ્પર્ધા થાય.

તેમણે સીએસઆઈઆરના વૈજ્ઞાનિકોને ઓછામાં ઓછી એવી 100 સમસ્યાઓની યાદી બનાવવા કહ્યું જેનો સામનો દેશના વિભિન્ન ભાગોના લોકો કરી રહ્યા છે. તેમણે ચોક્કસ સમયગાળામાં તકનીકી રીતે આ પડકારોનું સમાધાન શોધવા જણાવ્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સીએસઆઈઆર જનજાતીય લોકોમાં સિકલ સેલ એનીમિયાની બીમારી, રક્ષા ઉપકરણ નિર્માણ, જવાનો માટે જીવનરક્ષક ઉપકરણ અને સૌર ઉર્જા તથા કૃષિ સંબંધી નવાચાર જેવા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે તેઓ ઈચ્છે છે કે સીએસઆઈઆર સામાન્ય લોકોના જીવનને બહેતર બનાવવા માટે કાર્ય કરે અને સમાજના ગરીબ તથા નીચલા સ્તરના લોકોની સમસ્યાઓનું તકનીકી સમાધાન ઉપલબ્ધ કરાવે.

AP/J.Khunt/GP