Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની ઇઝરાયેલ મુલાકાત


ઇઝરાયેલના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહુના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25-26 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઇઝરાયેલની સત્તાવાર મુલાકાતે જશે. પ્રધાનમંત્રીની ઇઝરાયેલની આ બીજી મુલાકાત હશે.

મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ઇઝરાયેલના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહુને મળશે. બંને નેતાઓ ભારત-ઇઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરશે, અને વિજ્ઞાન અને ટેકનોલોજી, ઇનોવેશન (નવીનતા), સંરક્ષણ અને સુરક્ષા, કૃષિ, જળ વ્યવસ્થાપન, વેપાર અને અર્થતંત્ર, અને લોકો વચ્ચેના પરસ્પર વિનિમય સહિત સહકારના વિવિધ ક્ષેત્રોમાં વધુ તકો વિશે ચર્ચા કરશે. નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ પરિપ્રેક્ષ્યનું આદાનપ્રદાન કરે તેવી અપેક્ષા છે.

પ્રધાનમંત્રી ઇઝરાયેલના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી આઇઝેક હર્ઝોગની પણ મુલાકાત લેશે.

આ મુલાકાત બંને દેશો વચ્ચેની ઊંડી અને લાંબા સમયની વ્યૂહાત્મક ભાગીદારીને પુનઃપુષ્ટ કરશે અને સમાન પડકારોની સમીક્ષા કરવાની તેમજ બે સ્થિતિસ્થાપક લોકશાહીઓ વચ્ચે મજબૂત ભાગીદારી માટેના તેમના સહિયારા વિઝનને હાંસલ કરવા તરફના પ્રયાસોને પુનઃસંગઠિત કરવાની તક પૂરી પાડશે.

SM/DK/GP/JD