Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની ઈરાન યાત્રા

પ્રધાનમંત્રીની ઈરાન યાત્રા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (22-5-2016)ના રોજ ઈરાનની પોતાની બે દિવસની સરકારી યાત્રાની શરૂઆત કરી રહ્યા છે.

પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટની એક શ્રૃંખલામાં, પ્રધાનમંત્રીએ કહ્યું, “હું, રાષ્ટ્રપતિ રૂહાનીના નિમંત્રણ પર આજે અને કાલે ઈરાનની પોતાની યાત્રા માટે ઘણો ઉત્સુક છું.

ભારત અને ઈરાન વચ્ચે સાંસ્કૃતિક સંબંધ છે અને બંને દેશોની શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને ક્ષેત્રની સમૃદ્ધિમાં રસ ધરાવે છે.

રાષ્ટ્રપતિ રૂહાની અને ઈરાનના માનનીય સર્વોચ્ચ નેતાની સાથે આયોજિત બેઠકોથી આપણી વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાનો અવસર પ્રાપ્ત થશે.

સંપર્ક, વ્યાપાર, રોકાણ, ઉર્જા ભાગીદારી, સંસ્કૃતિ અને લોકોની વચ્ચે સંબંધોને વધારવા એ અમારી પ્રાથમિકતા રહેશે.

હું મારી આ યાત્રા દરમિયાન ચાબહાર સમજૂતીના નિષ્કર્ષ માટે પણ તત્પર છું.

હું તેહરાનના ગુરૂદ્વારામાં જઈશ અને ‘ભારત તેમજ ઈરાન સંબંધોના પુનરાવલોકન અને સંભાવના’ પર એક આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરીશ.”

J.Khunt / GP