પીએમઇન્ડિયા
1) ટ્વિન સ્ટાર (સ્ટરલાઈટ હોલ્ડિંગ કંપની છે) અને મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ, જે તાઈવાનથી તકનિકી ભાગીદાર ઓટ્રાન સાથે એલસીડી ફેબમાં રોકાણ કરવાનું સમજૂતી વચન. ભારતમાં આ પ્રકારનો સૌપ્રથમ પ્રોજેક્ટ હશે. આ પ્રોજેક્ટ પર અંદાજિત રોકાણ રૂ. 20,000 કરોડનું હશે.
2) મેસર્સ હિન્દુસ્તાન કોકા કોલા બિવરેજ પ્રાયવેટ લિમિટેડ, જૈન ઈરીગેશન પ્રાયવેટ લિમિટેડ અને મહારાષ્ટ્ર સરકારના કૃષિ તેમજ માર્કેટિંગ વિભાગ વચ્ચે વિદર્ભમાં સંતરાના ઉત્પાદન કરનારા ખેડૂતોની મદદ માટે એક જ્યુસ ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે સમજૂતીનું વચન. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સંતરાના ઉત્પાદકોને તેમના પાકનું મહત્તમ મૂલ્ય અપાવવાનું અને ફાયદાકારક રોજગાર ઉપલબ્ધ કરવાનો છે. આ પ્રોજેક્ટને પગલે પ્રત્યેક સરેરાશ બે એકર જમીન પર ખેતી કરી રહેલા 5000 ખેડૂતોને લાભ થવાની આશા છે.
3) મેસર્સ રેમન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ વચ્ચે ફાર્મ ટુ ફેબ્રિક યોજનાના ભાગરૂપે સમજૂતીનું વચન. રેમન્ડ લિનેન યાર્ન અને ફેબ્રિક તથા વસ્ત્રોના ઉત્પાદન માટે 1400 કરોડ રૂપિયાનું રોકાણ કરવા ઈચ્છે છે. આ એકમ અમરાવતી જિલ્લાના નંદગાંવ ટેક્સ્ટાઈલ પાર્કમાં સ્થાપવામાં આવશે, જે આ જિલ્લા તેમજ વિદર્ભના ક્ષેત્રના ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરશે. આ વિસ્તાર ખેડૂતો દ્વારા આત્મહત્યાઓ અને ખેડૂતોની ખરાબ પરિસ્થિતિથી પ્રભાવિત છે.
AP/J.Khunt