પીએમઇન્ડિયા
જાપાનના રાષ્ટ્રીય સુરક્ષા સચિવાલય (એનએસએસ)ના મહાસચિવ શ્રી શિગેરુ કીતામુરા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
સપ્ટેમ્બર, 2019માં કાર્યભાર સંભાળ્યા પછી શ્રી કીતામુરાની ભારતની પ્રથમ મુલાકાત પર પ્રધાનમંત્રીએ તેમને આવકાર્યા હતા અને શાંતિ, પ્રગતિ અને સલામતી માટે બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે શ્રી કીતામુરાની ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથેની ચર્ચા દ્વિપક્ષીય સહકારના આ મહત્વપૂર્ણ પાસાને મજબૂત બનાવવાનો માર્ગ મોકળો કરશે.
પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી આબે સાથેની તેમની મિત્રતાને યાદ કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ આવતા મહિને ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે ભારતમાં તેમનું સ્વાગત કરવા ઇચ્છે છે.
***
RP/DS