Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની કેન્દ્રીય માહિતી આયોગ (સીઆઈસી)ના 10માં વાર્ષિક સંમેલનમાં ટિપ્પણીઓ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (16 ઓક્ટોબર, 2015) “માહિતીના અધિકાર અધિનિયમને એ સાધન દર્શાવ્યું કે જેના દ્વારા સામાન્યથી સામાન્ય વ્યક્તિને પણ ન માત્ર જાણવાનો અધિકાર મળ્યો છે, પરંતુ સત્તામાં બેઠેલા લોકોને પ્રશ્ન પૂછવાનો હક પણ મળ્યો છે.

કેન્દ્રીય માહિતી આયોગ (સીઆઈસી)ના 10મા વાર્ષિક સંમેલનમાં પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારની ડિજીટલ ઈન્ડિયા પહેલ આરટીઆઈની પૂરક છે, કેમકે માહિતીને ઓનલાઈન કરવાથી પારદર્શકતા આવે છે. જેનાથી વિશ્વાસ કાયમી બને છે.

પ્રધાનમંત્રીએ કોલસા બ્લોક, સ્પેક્ટ્રમ અને એફએમ રેડિયો લાયસન્સની હરાજીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, માહિતી સક્રિયપણે લોકોને અપાવી જોઈએ.

પ્રધાનમંત્રીએ સરકારમાં માહિતી ન આપવાના દ્રષ્ટિકોણને સમાપ્ત કરવા માટે આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે, વહીવટી પ્રક્રિયાઓ જનતા પર શક કરીને નહીં પરંતુ જનતા પર વિશ્વાસ કરીને ચલાવવી જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આરટીઆઈ સુશાસનનું સાધન બની ચૂક્યું છે. તેમણે પ્રધાનમંત્રી કાર્યાલયમાં બનાવાયેલા પ્રગતિ મંચનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે કેવી રીતે પરિયોજનાઓની પ્રગતિ પર નજર રાખવાનું પ્રબળ મંચ બની ચૂક્યું છે.

AP/J.Khunt/GP