પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 જૂન, 2017થી 30 જૂન, 2017 સુધી ગુજરાતની મુલાકાત લેશે.
પોતાનાં ટ્વિટર એકાઉન્ટમાં એક પછી એક ટ્વિટ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કેઃ
“બે દિવસ ગુજરાતની મુલાકાત લઈશ. આ મુલાકાત આવતીકાલથી શરૂ થશે. હું અમદાવાદ, રાજકોટ, મોડાસા અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં સામેલ થઈશ.
મારાં પ્રથમ બે કાર્યક્રમો સાબરમતી આશ્રમમાં હશે. હું સાબરમતી આશ્રમની સ્થાપનાનાં શતાબ્દી સમારંભમાં સામેલ થવા આતુર છું.
બીજો કાર્યક્રમ સાબરમતી આશ્રમમાં જ યોજાશે. તેમાં મહાત્મા ગાંધીનાં આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રની દોઢસોમી જન્મજયંતિ ઉજવવામાં આવશે, જેમાં હું સામેલ થઈશ.
પછી હું રાજકોટની મુલાકાત લઈશ, જ્યાં હું સામાજિક અધિકારિતા શિબિરમાં સામેલ થઈશ, જેમાં હું મારાં દિવ્યાંગ ભાઇબહેનો સાથે વાતચીત કરીશ.
હું આજી ડેમ પર આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થઈશ, જ્યાં સિંચાઈ અને પાણી સંબંધિત પહેલો હાથ ધરવામાં આવશે, જે દેશને સમર્પિત કરવામાં આવશે.
30મી જૂનની સવારે મોડાસામાં વાત્રક, માઝુમ અને મેશ્વો ડેમ પર પાણી પુરવઠાની યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવશે.
ભારત સરકારે ટેક્સટાઇલ્સ ક્ષેત્રને ટેકો આપવા કેટલીક પહેલો હાથ ધરી છે, જે ભારતીયો માટે રોજગારીનો સ્ત્રોત છે.
હું 30મી જૂનની સાંજે ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઇન્મેન્ટ ‘એરેના પ્રોજેક્ટ’નું ઉદ્ઘાટન કરીશ.”
J.Khunt
Will be in Gujarat for a two day visit starting tomorrow. I will join programmes in Ahmedabad, Rajkot, Modasa and Gandhinagar.
— Narendra Modi (@narendramodi) June 28, 2017