Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની ઝારખંડ યાત્રા

પ્રધાનમંત્રીની ઝારખંડ યાત્રા

પ્રધાનમંત્રીની ઝારખંડ યાત્રા

પ્રધાનમંત્રીની ઝારખંડ યાત્રા

પ્રધાનમંત્રીની ઝારખંડ યાત્રા

પ્રધાનમંત્રીની ઝારખંડ યાત્રા

પ્રધાનમંત્રીની ઝારખંડ યાત્રા

પ્રધાનમંત્રીની ઝારખંડ યાત્રા

પ્રધાનમંત્રીની ઝારખંડ યાત્રા

પ્રધાનમંત્રીની ઝારખંડ યાત્રા

પ્રધાનમંત્રીની ઝારખંડ યાત્રા


• ખૂંટીની જિલ્લા અદાતલમાં છત પર લાગનાર સૌર ઉર્જા સંયંત્રનું ઉદ્ઘાટન કર્યું

• પ્રધાનમંત્રી મુદ્રા યોજના માટે વિશાળ ઋણ શિબિરનું ઉદ્ઘાટન, દુમકામાં પસંદ કરાયેલા લાભાર્થીઓને ઋણ દસ્તાવેજ તથા મુદ્રા કાર્ડ અપાયા

• પસંદ કરાયેલા બીપીએલ પરિવારોને નવા એલપીજી કનેક્શન સોંપ્યા

• ઐતિહાસિક મલૂતી મંદિર પરિસરના સંરક્ષણ તેમજ વિકાસ કાર્યોની શરૂઆત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે (2 ઓક્ટોબર, 2015) ઝારખંડના ખૂંટીમાં જિલ્લા અદાલત પરિસરમાં છત પર લાગનારા 180 કેવીની ક્ષમતાના સૌર ઉર્જા સંયંત્રનું ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર એક વિશાળ સભા, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી મહિલાઓ પણ સામેલ હતી, તેમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે ગાંધી જયંતિનો અવસર સૌર ઉર્જા પરિયોજનાને શરૂ કરવા માટે સૌથી ઉપર્યુક્ત છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ પોતાના વિચારો અને કર્મોથી હંમેશા પ્રકૃતિથી સદભાવ બનાવીને જીવવાનો રસ્તો બતાવ્યો છે.

પ્રધાનમંત્રીએ પોતાની હાલની સંયુક્ત રાષ્ટ્રની યાત્રાની બાબતમાં જણાવ્યું અને કહ્યું કે ત્યાં કાર્યરત દુનિયાભરના નેતાઓએ વૈશ્વિક તાપમાન વૃદ્ધિ અને આનાથી માનવજાતિ પર થનારા ખતરા પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ભારત આના માટે જવાબદાર નથી, કારણ કે આપણા પૂર્વજોએ ક્યારેય પણ આપણને પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનું નથી શીખવાડ્યું. જો કે પ્રધાનમંત્રીએ એ પણ કહ્યું કે આ સંકટથી માનવતાને બચાવવા માટે ભારત પોતાનો પૂર્ણ સહયોગ આપશે. તેમણે કહ્યું કે સૌર ઉર્જાનો પ્રયોગ આ દિશામાં એક પહેલ છે. પ્રધાનમંત્રીએ એ પણ કહ્યું કે કોલસા ભંડારથી ભરપૂર ઝરખંડની એક જિલ્લા અદાલત સૌર ઉર્જાથી ચાલે આ એક ખૂબ મહત્વપૂર્ણ પહેલ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે અહીં એવા કેટલાય ઉદાહરણો છે કે અદાલતોમાં વિજળી ના હોવાથી ન્યાય આપવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે. અદાલત પરિસરમાં સૌર ઉર્જા થવાથી આ પ્રકારની પરિસ્થિતિઓથી છૂટકારો મળશે. પ્રધાનમંત્રીએ લોકોને એલઈડી બલ્બના ઉપયોગ કરવા અને વિજળી તેમજ વિજળીના બિલમાં ઘટાડો કરવા માટે આહ્વાન કર્યું.

પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીના જન્મ દિવસ પર તેમને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે દેશે હમણાં જ 1965ના ભારત-પાક યુદ્ધમાં ભારતની જીતની સ્વર્ણ જયંતિ ઉજવી છે. દેશે આ યુદ્ધ એ સમયમાં જીત્યું જ્યારે શ્રી લાલ બહાદૂર શાસ્ત્રી પ્રધાનમંત્રી હતાં. તેમણે પોતાના હમણાંની તાશકંદ યાત્રાનો ઉલ્લેખ કર્યો જ્યાં તેમણે શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રીએ દુમકામાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વિશાળ ઋણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું અને 5 લાભાર્થીઓને મુદ્રા કાર્ડ તેમજ ઋણ સંબંધી કાગળો સોંપ્યા. તેમણે ખૂંટી તેમજ દુમકા, બંને જગ્યા પર મોટી સંખ્યામાં લોકોની ભાગાદીર પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે આનાથી જણાય છે કે ઝારખંડમાં લોકો વિકાસ માટે કેટલા ઉત્સુક છે. વિશ્વ બેંકના હાલના રિપોર્ટ જેમાં ઝારખંડને ‘સરળતાથી કામ કરવાવાળા રાજ્ય’ કહેવાયું છે, પ્રધાનમંત્રીએ આના માટે રાજ્ય સરકાર અને લોકોને આ પ્રગતિ માટે શુભેચ્છા આપી.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત 42 લાખ લોકોને ઋણ આપવાની ઘોષણા કરી, જેના પર 26,000 કરોડ રૂપિયા ખર્ચ કરાશે. તેમણે કહ્યું કે આનાથી લઘુ ઉદ્યમીઓને પોતાનો વ્યાપાર વધારવા અને શાહૂકારોના ચુંગાલથી મુક્તિ મળશે. તેમણે કહ્યું કે લાભાર્થીઓમાં 20 લાખ મહિલાઓ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે પોતાની જાતે ‘સબસીડી ત્યાગ’ કરવાના અભિયાન અંતર્ગત 31 લાખ લોકોએ એલપીજી સબસીડી લેવાની છોડી દીધી છે. 3 બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન સોંપતા પ્રધાનમંત્રીએ એ બધા લોકોનો ધન્યવાદ માન્યો છે જેમણે એલપીજી સબસીડીનો ત્યાગ કર્યો છે, જેના લીધે જરૂરતમંદ ગરીબોને આનો લાભ મળી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ દુમકા જિલ્લાના ઐતિહાસિક મલૂતી મંદિર પરિસરના સંરક્ષણ તેમજ વિકાસ પરિયોજનાનું ઑનલાઈન ઉદ્ઘાટન કર્યું.

ખૂંટી તેમજ દુમકાના કાર્યક્રમોમાં ઝારખંડના રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી, મુર્મૂ, મુખ્યમંત્રી શ્રી રઘુવર દાસ પણ ઉપસ્થિત હતા. દુમકાના કાર્યક્રમમાં પેટ્રોલિયમ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમજ નાણા રાજ્ય મંત્રી શ્રી જયંત સિંહા પણ ઉપસ્થિત હતા.

AP/J.Khunt/GP