Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની નવીકરણીય ઊર્જા પર ગોળમેજી બેઠક

પ્રધાનમંત્રીની નવીકરણીય ઊર્જા પર ગોળમેજી બેઠક

પ્રધાનમંત્રીની નવીકરણીય ઊર્જા પર ગોળમેજી બેઠક

પ્રધાનમંત્રીની નવીકરણીય ઊર્જા પર ગોળમેજી બેઠક


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (28 સપ્ટેમ્બર, 2015) સૈન હોસેમાં શીર્ષ ઉર્જા મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઈઓ) અને વિશેષજ્ઞો સાથે નવીકરણીય ઉર્જા પર એક ગોળમેજી બેઠકની અધ્યક્ષતા કરી. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના ઉર્જા સચિવ ડૉ. અર્નેસ્ટ મોનીજ અને ભૂતપૂર્વ અમેરિકી ઉર્જા સચિવ પ્રો. સ્ટીવન ચૂ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા.

શ્રી અહમદ ચાટિલા, સીઈઓ, સનએડિસન, સોફ્ટ બેંકના અધ્યક્ષ તેમજ સીઈઓ, નિકેશ અરોડા, બ્લૂમ એનર્જીના સીઈઓ, કે. આર. શ્રીધર, સોલેજાઈમના સીઈઓ, જોનાથન વોલ્ફસન, વેન્ચર કેપીટલીસ્ટના જોન ડોર અને ડીબીએલ પાર્ટનર્સની ઈરા ઈહરેનપરિસ સહિત શીર્ષ ઉર્જા મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અને રોકાણકારો પણ ઉપસ્થિત હતા.

સ્ટેનફોર્ડ વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર અરૂણ મજૂમદાર, પ્રોફેસર રોજર નોલ, ડૉ. અંજની કોચર અને પ્રોફેસર સૈલી બેન્સને પણ બેઠકમાં ભાગ લીધો હતો.

ગોળમેજી બેઠકમાં રજૂ કરાયેલા વિચારોથી એ સ્પષ્ટ અભિકથન સામે આવ્યું કે ભારતમાં સ્વચ્છ ઉર્જાની દુનિયાની રાજધાની બનવાની પૂર્ણ સંભાવનાઓ છે.

પ્રતિભાગીઓએ કહ્યું કે વિજળીના ભંડારણ સસ્તા થવાથી સ્વચ્છ અને નવીકરણીય ઉર્જા ઝડપથી એક સસ્તો વિકલ્પ બની જશે. પ્રતિભાગીઓનો એ પણ મત હતો કે ભારતના રાજ્યો અને શહેરોને સ્વચ્છ ઉર્જા પહેલોમાં વધારો કરવાની મંજૂરી આપવી જોઈએ. એક સંબંધિત મત એ હતો કે વર્તમાન ગ્રીડને ભારતના નવીકરણીય ઉર્જાને 175 ગીગાવોટ લઈ જવા માટે નથી બનાવવામાં આવ્યું પરંતુ ગ્રીડ તરફ માનાર્થ પ્રયાસ કરવાની જરૂર છે. 175 ગીગાવોટના વિઝનને પ્રાપ્ત કરવા માટે ખાનગી રોકાણ પર ખૂબ ભાર મૂકાયો છે. જેના માટે એ સમાનાંતર ઉદાહરણ આપવામાં આવ્યું કે કેવી રીતે ઈઝરાયલે ખાનગી રોકાણનો ઉપયોગ કરીને પોતાની પાણીની અછતની સમસ્યાનો ઉકેલ લાવ્યો હતો.

વિશેષજ્ઞોનો એ મત હતો કે ભારતને ચાર પ્રમુખ ક્ષેત્રો – પ્રૌદ્યોગિકી એકીકરણ, નાણાં, નિયામક માળખા અને પ્રતિભાના સાચા પુલ વગેરે મુદ્દાનું સમાધાન કરવું જોઈએ. તેમણે ભારતમાં વિજળી વિતરણ કરનારી કંપનીઓ (ડીસ્કોમ)ની નાણાકીય સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી.

સીઈઓએ પોતાની કંપનીઓમાં પ્રયોગ કરાઈ રહેલી પ્રોદ્યોગિકીઓ અને નવાચારોની સંક્ષિપિત જાણકારી આપી. સૌર અને પવન ઉર્જા ઉપરાંત એક પ્રમુખ સ્વચ્છ પ્રદાતાના રૂપમાં બાયોગેસનો પણ અભિપ્રાય આપવામાં આવ્યો.

પ્રધાનમંત્રીએ પ્રતિભાગીઓને પોતાના મત વ્યક્ત કરવા માટે ધન્યવાદ આપ્યા અને 175 ગીગાવોટ સ્વચ્છ ઉર્જાના વિઝનને પ્રાપ્ત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં રોકાણની મોટી તક છે. તેમણે રેલવેનું ઉદાહરણ આપ્યું જેમાં, 100 ટકા એફડીઆઈની અનુમતિ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકાર વિનીયમનના મુદ્દાને સમાધાન અને ડિસ્કોમની નાણાકીય સ્થિતિ સુધારની દિશામાં કાર્ય કરી રહી છે.

પ્રધાનમંત્રીએ નવીકરણ ઉર્જાના ક્ષેત્રમાં પહેલેથી જ શરૂ કરાયેલી, કોચ્ચી હવાઈઅડ્ડા સૌર ઉર્જાથી સંચાલિત અને ગુજરાતમાં એક નહેર પર લગાવાઈ રહેલ સૌર ઉર્જા પેનલો જેવી પહેલોનું એક સિંહાવલોકન પ્રસ્તુત કર્યું. તેમણે કહ્યું કે આવતા માસની શરૂઆતમાં ઝારખંડની આદિવાસી પટ્ટીમાં એક જિલ્લા ન્યાયાલય પૂર્ણ રીતે સૌર ઉર્જાથી સંચાલિત બનશે. પ્રધાનમંત્રીએ એ પણ ઉલ્લેખ કર્યો કે, કોલસા ગેસીકરણ અનુસંધાનનું એક પ્રમુખ ક્ષેત્ર છે. તેમણે એ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આવતા દશકમાં નવીકરણીય ઉર્જાની ક્રાંતિ આવશે.

AP/J.Khunt/GP