Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની સરકારી અધિકારીઓને સલાહ, ‘પરિવર્તનના એજન્ટ’ બનો; સરકારી અધિકારીઓને લોકોને મળવાનંં આહવાન કર્યું

પ્રધાનમંત્રીની સરકારી અધિકારીઓને સલાહ, ‘પરિવર્તનના એજન્ટ’ બનો; સરકારી અધિકારીઓને લોકોને મળવાનંં આહવાન કર્યું

પ્રધાનમંત્રીની સરકારી અધિકારીઓને સલાહ, ‘પરિવર્તનના એજન્ટ’ બનો; સરકારી અધિકારીઓને લોકોને મળવાનંં આહવાન કર્યું


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે સરકારી અધિકારીઓને સલાહ આપતા કહ્યું કે તેઓ પોતપોતાના સંગઠનમાં અને વિભાગોમાં ‘પરિવર્તનના એજન્ટ’ બને. સિવિલ સેવા દિવસના પ્રસંગે સરકારી અધિકારીઓને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે 21 મી સદીમાં સરકારી અધિકારીઓએ પોતાની ભૂમિકા નવેસરથી પરિભાષિત કરવાની આવશ્યકતા છે. તેમણે કહ્યું કે અધિકારીઓએ નિયંત્રણ, નિયમન અને પ્રબંધકીય ક્ષમતાઓથી આગળ વધીને પોતાને પરિવર્તનના એજન્ટના રૂપમાં જોવા જોઈએ.

પ્રધાનમંત્રીએ અધિકારીઓને ટીમ બનાવવા કહ્યું. તેમણે કહ્યું કે તેમનો મંત્ર ‘રિફોર્મથી ટ્રાન્સફોર્મ’ એટલે કે સુધારાથી બદલાવ છે, અધિકારીઓએ આની વ્યાખ્યા’રીફોર્મથી પર્ફોર્મ અને પર્ફોર્મથી ટ્રાન્સફોર્મ’ એટલે કે સુધારાથી કાર્ય નિષ્પાદન અને કાર્ય નિષ્પાદનથી બદલાવના રૂપમાં કરવી જોઈએ. તેમણે કહ્યું કે અધિકારી જો કામ પાર પાડવામાં સક્ષમ છે તો જમીની સ્તરે બદલાવ નજર પડશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, જનભાગીદારી સફળતાની ચાવી છે. એ તે પહેલોમાં નજર આવે છે, જેને આજે અહીં સમ્માનિત કરવામાં આવ્યા છે. આથી તેમણે અધિકારીઓને લોકો સાથે હળવા-મળવાનો આગ્રહ કર્યો, જેથી સરકારની યોજનાઓને જમીની સ્તરે અસરકારક રીતે લાગુ કરી શકાય.

પ્રધાનમંત્રીએ સિવિલ સેવા દિવસને અત્યાર સુધીની યાત્રા પર ચિંતન કરવાના અને તેનું આલોચનાત્મક મૂલ્યાંકન કરવા અને તાજા દ્રઢ સંકલ્પ સાથે આગળ વધવાનો નિશ્ચય કરવાનો એક અવસર ગણાવ્યો.

પુરસ્કાર વિજેતાઓને તેમની સફળતા માટે શુભેચ્છા આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સફળતા બીજા અધિકારીઓને પ્રેરિત કરનારી સાબિત થશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વર્ષે પુરસ્કારો માટે સફળતાની 74 સાફલ્ય ગાથાઓ પસંદ કરવામાં આવી, જે ગયા વર્ષની સરખામણીમાં સંતોષજનક પ્રગતિ છે. તો પણ, તેમણે કહ્યું કે આ ભારતના માત્ર 10 ટકા જિલ્લાઓનું જ પ્રતિનિધિત્વ કરે છે, તેમણે બધા જિલ્લાઓને આ બાબતમાં વધુ સક્રિય થવા આગ્રહ કર્યો.

પ્રધાનમંત્રીએ અધિકારીઓને કહ્યું કે તેઓ પ્રયોગ કરવામાં અચકાય નહીં અને લોકહિતના ઉદેશ્યોને પ્રાપ્ત કરવાની નવી પદ્ધતિઓ તરફ ધ્યાન આપે.

શાસનના મહત્વના ક્ષેત્રો પર નજર રાખવા માટે તેમની પહેલ પર ગઠિત કરાયેલી સચિવોની સમિતિનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે અધિકારીઓએ કાર્યાલયના સમય બાદ અને રજાના દિવસોમાં પણ સ્વેચ્છાએ કાર્ય કર્યું. તેમણે કહ્યું કે આ ટીમોએ અત્યાર સુધીના સાઈલોઝને સફળતાપૂર્વક તોડ્યા અને નવા વિચાર તથા અભિપ્રાયો રજૂ કર્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ માટે તેમણે 10,000 કલાક સુધી કામ કર્યું.

AP/J.Khunt/DK