પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ચોથી ઇન્ડિયા-જર્મની ઇન્ટરગવર્ન્મેન્ટલ કન્સલ્ટેશન્સ માટે સોમવારે બર્લિન પહોંચી ગયા હતા. પ્રધાનમંત્રી મોદીની જર્મનીની આ બીજી દ્વિપક્ષીય મુલાકાત છે.
ચાન્સેલર એન્જેલા મર્કેલે બર્લિનની બહાર સ્ક્લોસ મેસેબર્ગમાં પ્રધાનમંત્રી મોદી માટે ઔપચારિક ડિનરનું આયોજન કર્યું હતું. તેમની વચ્ચે આશરે ત્રણ કલાક આદાનપ્રદાન થયું હતું, જેમાં સ્માર્ટ સિટીઝ, કૌશલ્ય વિકાસ, સ્વચ્છ ઊર્જા વગેરે સહિત પારસ્પરિક હિતના વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા. ભારતના આર્થિક સુધારાના એજન્ડાની પ્રશંસા થઈ હતી, જેમાં જીએસટીનો મુદ્દો સામેલ હતો.
નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ યુરોપિયન યુનિયનમાં સામંજસ્યના મહત્વ તથા દુનિયામાં સ્થિરતા માટે જરૂરી પરિબળ તરીકે તેના મહત્વ પર ભાર મૂક્યો હતો.
બંને નેતાઓએ અફઘાનિસ્તાન પર અફઘાનના નેતૃત્વમાં અફઘાનને અનુકૂળ સુલેહ પ્રક્રિયાના મહત્વ પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ કટ્ટરતામાંથી મુક્તિ અને આતંકવાદ જેવા મુદ્દાઓની ચર્ચા કરી હતી. ચીનના બેલ્ટ અને રોડની પહેલ તથા આબોહવાના ફેરફાર પર પણ ચર્ચા થઈ હતી.
અગાઉ પ્રધાનમંત્રી મોદીએ સ્ક્લોસ મેસેબર્ગમાં આવીને વિઝિટર્સ બુકમાં હસ્તાક્ષર કર્યા હતા. બંને નેતાઓએ કન્ટ્રી રેસિડન્સની લોનમાં લટાર મારી હતી.
TR
In Deutschland angekommen. pic.twitter.com/kcudTH3IGj
— Narendra Modi (@narendramodi) May 29, 2017
Ich bin sicher, dieser Besuch wird zu vorteilhaften Ergebnissen führen und die deutsch-indische Freundschaft vertiefen. pic.twitter.com/jgbL3UOjVe
— Narendra Modi (@narendramodi) May 29, 2017
Reached Germany. I am sure this visit will lead to beneficial outcomes & deepen India-Germany friendship. pic.twitter.com/RdYLWUYeMn
— Narendra Modi (@narendramodi) May 29, 2017
Had a very good interaction with Chancellor Merkel. pic.twitter.com/5SQb5l205M
— Narendra Modi (@narendramodi) May 29, 2017