Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીનું લોકસભામાં વક્તવ્યઃ ડૉ. બી. આર. આંબેડકરની 125મી જન્મજયંતીની ઉજવણીને અનુલક્ષી સંવિધાન અંગે સંસદમાં થયેલી ચર્ચા સંદર્ભે

પ્રધાનમંત્રીનું લોકસભામાં વક્તવ્યઃ ડૉ. બી. આર. આંબેડકરની 125મી જન્મજયંતીની ઉજવણીને અનુલક્ષી સંવિધાન અંગે સંસદમાં થયેલી ચર્ચા સંદર્ભે

પ્રધાનમંત્રીનું લોકસભામાં વક્તવ્યઃ ડૉ. બી. આર. આંબેડકરની 125મી જન્મજયંતીની ઉજવણીને અનુલક્ષી સંવિધાન અંગે સંસદમાં થયેલી ચર્ચા સંદર્ભે

પ્રધાનમંત્રીનું લોકસભામાં વક્તવ્યઃ ડૉ. બી. આર. આંબેડકરની 125મી જન્મજયંતીની ઉજવણીને અનુલક્ષી સંવિધાન અંગે સંસદમાં થયેલી ચર્ચા સંદર્ભે


આદરણીય અધ્યક્ષ મહોદયા,

આપે આ મહત્વપૂર્ણ ચર્ચાનો આરંભ કર્યો અને આખા રાષ્ટ્રની સામે ઉત્તમ વિચારો સાથે સંવિધાનનું મહાત્મય, સંવિધાનની ઉપયોગિતા અને સંવિધાન નિર્માણ માટે રાષ્ટ્રના જે મહાપુરુષોની જે દીર્ઘદ્રષ્ટિ હતી તેને ખૂબ પ્રભાવી રીતે પ્રસ્તુત કરી છે. આપનું આ ભાષણ સંસદીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પ્રેરક દસ્તાવેજ બની રહેશે. એવો મને પૂરો વિશ્વાસ છે. હું આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

ગૃહમાં પણ આ કાર્યક્રમ અંગે રસ બતાવવામાં આવ્યો, સહુએ એકમતથી જે સમર્થન કર્યું અને પોત પોતાની રીતે સંવિધાનના મહાત્મ્યને અને એના પ્રત્યેની પ્રતિબદ્ધતાને જે પ્રકારથી ચર્ચા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે તે બદલ હું ગૃહના દરેક આદરણીય સદસ્યોનું હૃદયપૂર્વક અભિનંદન કરું છું. આભાર વ્યક્ત કરું છું.

હું નથી માનતો, કેટલાક લોકોની ગેરસમજ છે અને કદાચ જૂની આદતને કારણે ચાલતું પણ હશે. ક્યાંક હું જોઇ રહ્યો હતો કે પ્રધાનમંત્રી ચર્ચા પત્યા પછી છેલ્લે જવાબ આપશે. હું નથી માનતો કે આ ચર્ચા એ રૂપમાં છે, હું પણ આ સદસ્યોની જેમ જ એક સદસ્ય જ છું. અને જે પ્રકારે દરેક સદસ્યોએ પોતાની લાગણી પ્રગટ કરી છે, તે જ પ્રકારે હું પણ મારા ભાવપુષ્પ અર્પિત કરવા માટે ઉભો થયો છું. કારણ કે આ ચર્ચાની ભાવના એ જ છે, હું અને તું એ ભાવના નથી ચર્ચાની. ચર્ચાની લાગણી આપણે છીએ, આખુ ગૃહ છે. સહુ દેશના જનપ્રતિનિધિ છીએ અને આખરે આ ચર્ચાનો મૂળ ઉદ્દેશ્ય પણ એ જ તો હતો. એ વાત યોગ્ય છે. 26 જાન્યુઆરીએ આપણે આપણું ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ. પરંતુ ઇતિહાસની મહત્વપૂર્ણ એક અન્ય ઘટના પણ છે 26 નવેમ્બર. તેને પણ સામે લાવવું એટલું જ જરૂરી છે અને 26 નવેમ્બરને સામે લાવીને 26 જાન્યુઆરીને નીચે બતાવવાનો પ્રયાસ નથી. 26 જાન્યુઆરીની જે તાકત છે. હું નથી જાણતો, આજે શાળાઓના અભ્યાસક્રમોની માહિતીમાં દરેક રાજ્યના પોતપોતાના અભ્યાસક્રમ હોય છે. પરંતુ જ્યારે અમે નાના હતા ત્યારે નાગરિકશાસ્ત્ર ભણાવવામાં આવતું હતું અને તેમાં સંવિધાન અંગે થોડોક પરિચય આપવામાં આવતો હતો. પરંતુ ત્યાર પછી કાળક્રમે તેમાં ઘટાડો થતો રહ્યો અને ગૂમ થતું રહ્યું અથવા તો વકીલાતના વ્યવસાયમાં જઇએ તો એ લોકો અથવા તો જે લોકો રાજનીતિમાં આવે એમના સુધી જ સંવિધાનની સારી ગતિવિધિ સીમિત રહી ગઇ છે.

ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. આપણા સહુને એકબીજા સાથે સાંકળી રાખવાની તાકત સંવિધાનમાં છે. આપણા સહુને આગળ વધારવાની તાકત સંવિધાનમાં રહેલી છે અને એટલે જ સમયની માગ છે કે આપણે સંવિધાનની શક્તિ અને સંવિધાનની નિહિત વાતોથી જન-જનને પરિચિત કરાવવાનો એક નિરંતર પ્રયાસ કરતાં રહીએ. અને તેને આપણે એક આખા ધાર્મિક ભાવથી, એક સમર્પિત ભાવથી આ પ્રક્રિયાને કરવી જોઇએ. 26 નવેમ્બર સંવિધાન દિવસના માધ્યમથી સરકારની વિચારસરણી છે અને તેમાં ધીમે ધીમે સુધારા થતા રહેશે. કારણ કે આ તો પ્રારંભિક વિષય છે. કોઇ બાબત અલ્ટીમેટ નથી હોતી તેમાં નિરંતર વિકાસ થતો રહે છે.

આપણે આ વ્યવસ્થાને દરેક વર્ષે કેવી રીતે આગળ વધારી શકીએ, અમારું એવું નથી કહેવું કે આ વખતે આ એક વિશેષ પર્વ હતું. બાબા સાહેબ આમ્બેડકરનો 125મુ વર્ષ આખું દેશ ઉજવી રહ્યું છે તો તેના કારણ સંસદ સાથે જોડીને આ કાર્યક્રમની રચના થઇ છે. પરંતુ ભવિષ્યમાં તેને લોકસભા સુધી સીમિત નથી રાખવું, તેને જનસભા સુધી લઇને જવાનું છે. વ્યાપક રૂપથી સેમિનારનું આયોજન કરવામાં આવે, ચર્ચાઓ થાય, સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે, દરેક પેઢીના લોકો સંવિધાન સંબંધે વિચારે, સમજે ચર્ચા કરે. એક નિરંતર મંથન ચાલતું રહેવું જોઇએ અને એટલા માટે જ એક નાનકડા પ્રયાસનો પ્રારંભ થઇ રહ્યો છે. અને ગૃહમાં જે પ્રકારથી સહુએ સકારાત્મક ભાવના વ્યક્ત કરી છે એનાથી લાગે છે કે તેનું મહાત્મ્ય છે અને આગળ જતા તેને વધારવો જોઇએ અને અમે જરૂરથી તેને આગળ વધારવા માટે પ્રયાસ કરીશું જેવો મારા મનમાં વિચાર આવે છે. કેમ નહીં આપણે સહુ આખા દેશમાં સતત ભારતના સંવિધાન અંગે ઓનલાઇન સ્પર્ધાઓનું આયોજન કરીએ, સવાલ હોય અને એવી સ્પર્ધાનું આયોજન કરીએ કે આખા દેશને તેની આદત પડી જાય. આપણી શાળાઓ, કોલેજો જોડાતી રહે, શાળાઓની અંદર તેની વ્યવસ્થા હોય. એક વ્યાપક રૂપથી આપણા સંવિધાન અંગે સતત નિરંતર ચર્ચા થતી રહે. આવા અનેક કાર્યક્રમોની રચના માટે આવનારા સમયમાં વિચારી શકાય તેમ છે.

એક વાત મે લાલ કિલ્લા પરથી કરી હતી. એક વખત આ ગૃહમાં પણ વાત કરી હતી. પરંતુ કદાચ કેટલીક બાબતોને સમજીને ભૂલવાનો પણ સ્વભાવ હોય છે. અને કેટલીક બાબતો સહજતાથી ભૂલાઈ જતી હોય છે. મને યાદ નથી કે આ અગાઉ કોઇ પ્રધાનમંત્રીએ લાલકિલ્લાથી આ વાત કરી હશે, મને યાદ નથી. કહી હશે તો હું તેમને નમન કરીશ. પરંતુ મેં એ કહ્યું હતું કે આ દેશમાં જેટલી પણ સરકારો બની છે, દરેક સરકારોમાં જેટલા પણ પ્રધાનમંત્રીઓ બન્યા હશે, દરેક પ્રધાનમંત્રીઓના યોગદાનથી દેશ આગળ વધ્યો છે. આ મેં લાલકિલ્લા ખાતેથી પણ કહ્યું હતું. હું ગૃહમાં પણ બોલ્યો હતો અને ફરી એક વખત પણ કહી રહ્યો છું. આ દેશ અનેક લોકોની તપસ્યાથી આગળ વધ્યો છે. દરેક સરકારોના યોગદાનથી આગળ વધ્યો છે. હાં, ફરિયાદ એ થતી રહે છે કે અપેક્ષાથી ઓછું થયું છે તો ફરિયાદ થાય છે. અને લોકતંત્રમાં ફરિયાદ કરવાનો દરેકને અધિકાર હોય છે. પરંતુ કોઇ એ વાત ના કહી શકે કે જૂની સરકારોએ કંઇ કર્યું નથી, એ કોઇ ના કહી શકે. કહી શકે તેમ પણ નથી. અને એટલા માટે જ આ બધી વાતો અને આ જ હું લાલકિલ્લા ખાતેથી પણ બોલ્યો હતો. હું આજે જ નથી કહી રહ્યો, કારણ કે મારું આ માનવું છે. અને આ દેશ, આપણે એ પણ ના ભૂલી શકીએ કે રાજા મહારાજાઓએ સત્તાધિશોએ દેશ નથી બનાવ્યો. આ દેશ કોટિ-કોટિ જનોએ બનાવ્યો છે, જન-જન દ્વારા બનાવવામાં આવ્યો છે, શ્રમિકોએ બનાવ્યો છે, ખેડૂતોએ બનાવ્યો છે, ગરીબોએ પોતાના પરસેવાથી બનાવ્યો છે, શિક્ષકોએ બનાવ્યો છે, આચાર્યોએ બનાવ્યો છે, આ દેશના કરોડો લોકોએ સદિયો સુધી સતત પોતાની ભૂમિકા નિભાવતા નિભાવતા રહીને દેશ બનાવ્યો છે. અને એટલા માટે જ આપણી ફરજ બને છે કે આ સહુના પ્રત્યે પોતાનું ઋણ સ્વીકાર કરીએ અને એમને નમન કરીએ.

સંવિધાનની અંદર પણ સહુની ભૂમિકા રહેલી છે. અને એ સમયે જેમના નેતૃત્વમાં દેશ ચાલતો હતો એમની વિશેષ ભૂમિકા રહેલી છે અને એટલા માટે જ એટલું ઉત્તમ સંવિધાન જે આપણને મળી શક્યું છે એની આપણે જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. આપણે જેટલું ગૌરવ લઇ શકીએ એટલું ઓછું છે. અને જો સંવિધાનને સરળ ભાષામાં મારે કહેવું છે તો આપણું સંવિધાન ડિગ્નીટી ફોર ઇન્ડિયન એન્ડ યુનિટી ફોર ઈન્ડિયા આ બન્ને મૂળ મંત્રોને સાકાર કરે છે. જનસામાન્યની ડિગ્નીટી અને દેશની એકતા અને અખંડતા. બાબા સાહેબ આમ્બેડકરની ભૂમિકાને આપણે ક્યારેય પણ નકારી શકીએ તેમ નથી. એનો અર્થ એ નથી કે બાબા સાહેબ આમ્બેડકરની વાત કરીએ છીએ તો અન્યોનું પણ કોઇ કામ નથી. પરંતુ એકનું નામ આપીશું તો બીજા રહી જાત, બીજા રહી જાત તો ત્રીજા રહી જાત અને દરેકને લાગત કે આપણું પણ યોગદાન તો રહેલું હતું. અને કેટલાક લોકોએ તો જીવનમાં એટલી ઉંચાઈ મેળવી છે કે કોઇ એમનું નામ આપે કે ના આપે તેમના માટે નામની કોઇ કમી રહી શકતી નથી તેમને મિટાવી શકાય તેમ નથી. આપણને એટલો તો વિશ્વાસ હોવો જોઇએ અને એટલા માટે આ વિશ્વાસને પુનઃ સ્થાપિત કરવાની આવશ્યકતા છે. કારણ કે આ દેશ અનેક મહાપુરુષોના કારણે બની શક્યું છે અને એનું પોતાનું એક મહત્વ રહેલું છે. આપણે એ બાબતનો સ્વીકાર કરવો જોઇએ.

વર્ષ 2009માં સંવિધાનને 60 વર્ષ થયા હતા. હું આજે આ સંવિધાનના કાર્યક્રમની કલ્પના લાવ્યો છું એવું પહેલી વખત નથી. એ વખતે હું એક રાજ્યનો મુખ્યમંત્રી હતો અને જ્યારે વર્ષ 2009માં સંવિધાનને 60 વર્ષ થયા હતા ત્યારે અમે રાજ્ય સરકારની તરફથી હાથીની ઉપર બેસવાની દરેક વ્યવસ્થા ગોઠવીને તેમાં સંવિધાનને સુશોભિત કરીને મુક્યું હતું. અને તેની ભવ્ય યાત્રા યોજી હતી. અને મુખ્યમંત્રી સ્વયં હાથીની આગળ આગળ પેદલ ચાલતા હતા. સંવિધાનના મહત્વ અંગે લોકોને પ્રશિક્ષિત કરવા માટે. સંવિધાનના 60 વર્ષને અમે ગુજરાતની ધરતી પર ઉજવણી કરી હતી કારણ કે તે સમયે હું ત્યાંનો મુખ્યમંત્રી હતો. સંવિધાનના મૂલ્યોને અમે સ્વીકાર કરીએ છીએ. આપણું સંવિધાન છે, ક્યારેક આપણે આજે વિચારીએ કે આ ગૃહમાં આટલા મોટા લોકો છે જે જનપ્રતિનિધિ બનીને આવ્યા છે. જો આપણને એક કામ આપવામાં આવે કે જે સંવિધાનની મૂળ પ્રતિ છે. એની ધારાઓ નથી, તેમાં જે ડ્રોઇંગ છે, પેઇન્ટિંગ્સ છે તેને પસંદ કરવા માટેની કામગીરી સોંપવામાં આવે.

આજની આપણી ચૂંટણીલક્ષી પક્ષલક્ષી ભક્તિ, આ ચૂંટણીલક્ષી પક્ષની ભક્તિ એટલી તીવ્ર થઇ ગઇ છે. હું નથી માનતો કે સંવિધાન છોડો, તેની અંદર જે ચિત્ર છે તેને પણ સહમતિથી આપણે સહુ સ્વીકાર કરી શકીશું. દરેક ચિત્રની સામે વાંધો આવશે. ચિત્રના રંગની સામે વાંધો આવશે. આ મનોસ્થિતિમાં આપણે પહોંચી ગયા છીએ ત્યારે આપણને અંદાજ આવે છે કે એ મહાપુરુષોએ કેટલું મોટું કામ કર્યું હશે. આ સંવિધાન ત્રણ વર્ષની અંદર જ બનાવી દીધું. અને ઘણા એવા દેશ છે કે જ્યાં સંવિધાન બનાવવું કદાચ એટલું મુશ્કેલ નહીં હોય. ભારત જેવા દેશનું સંવિધાન બનાવવું ખૂબ મોટું કામ છે, જે દેશમાં વિશ્વના દરેક જે જીવિત 12 ધર્મ છે, એ 12 ધર્મ અહીં શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે, જે દેશમાં જૂદા જૂદા મૂળથી નીકળેલી એકસો બાવીસ ભાષાઓ હોય, જે દેશમાં સોળસોથી પણ વધારે બોલી બોલાતી હોય, દરેકની જુદી જુદી પ્રાથમિકતા હોય, જ્યાં ઇશ્વરમાં વિશ્વાસ કરવાવાળાઓ પણ હોય અને ઇશ્વરને નહીં માનનારા લોકો પણ રહેતા હોય છે. અહીં પ્રકૃતિને પૂજનારા લોકો પણ રહેતા હોય અને પત્થરમાં પરમાત્માને નિહાળનારા લોકો પણ હોય. આવી વિવિધતાથી ભરેલા દેશમાં લોકોની અપેક્ષાઓ શું હશે. તેમની આકાંક્ષાઓ શું રહેતી હશે. તેમને એક સાથે બેસાડીને વિચાર કરીને બનાવનારા. આજે પણ અમે એકાદ કાયદો બનાવીએ છીએ તો બીજા જ સત્રમાં એ જ કાયદામાં એક શબ્દ રહી ગયો તે માટે સુધારવા માટે ફરીથી લાવવો પડે છે. અમને પણ ગૃહનો અનુભવ રહેલો છે. અમે પણ એકપણ પરફેક્ટ કાયદો બનાવી નથી શક્યા એ પણ હકીકત છે. તેમાં અમારી પણ ખામીઓ રહેતી હોય છે અને બીજા સત્રમાં ફરીથી લાવવો પડે છે, અને કહેવું પડે છે કે આ શબ્દમાં ભૂલ રહી ગઇ હતી જેને સુધારવું પડે તેમ છે. સંવિધાન બનાવનારાઓએ શું શું તપસ્યા કરી હશે. તેમની એવી તે કેવા પ્રકારની મનોસ્થિતિ રહી હશે કે આ બધી બાબતો બહાર નીકળીને આવી છે. તેઓ આજે પણ આપણા માટે માર્ગદર્શક છે અને એટલા માટે આ ગૌરવવાન, આપણી આવનારી દરેક પેઢી સુધી પહોંચાડવા, એમને આનાથી પરિચિત કરાવવા માટે, આ ચીજોને તેમની જાણકારી માટે કહેવું, એ આપણા દેશના લોકતંત્રને મજબૂત કરવા માટે આવશ્યક છે. ગૃહની અંદર જ સંવિધાન સીમિત રહી જાય, કે પછી સરકાર ચલાવવા માટેનું એક દસ્તાવેજ પૂરતું રહી જાય, તો હું સમજું છું કે લોકતંત્રની એ મૂળને કે જેને સિંચિત કરવાનો અમારો પ્રયાસ છે તેમાં કમી રહી જશે. અને એટલા માટે ભારતના લોકતંત્રને મજબૂત બનાવવા માટે સંવિધાનની ભાવના અને સંવિધાનના સામર્થ્યને જન-જનથી પરિચિત કરાવવું, તે આપણી ફરજ બને છે અને મારું માનવું છે કે જે જે મહાપુરુષોએ યોગદાન આપ્યું છે એ સહુનો ઉલ્લેખ કરીને આ વાતને કરવાની રહેશે.

જ્યારે આપણું સંવિધાન બન્યું ત્યારે સંવિધાન સભાના પ્રોવિઝનલ ચેરમેન શ્રીમાન સચ્ચિદાનંદ સિન્હાજીએ એક વાત કરી હતી, એનો હું અહીં ઉલ્લેખ કરવા ઇચ્છું છું. તેમણે પોતાના ઉદ્ધાટન ભાષણમાં તેમણે કહ્યું હતું અને તેમણે ક્વૉટ કર્યું હતું, અમેરિકન સંવિધાન અંગે, જોસેફ સ્ટોરીના શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જોસેફ સ્ટોરીએ કહ્યું હતું તેમના આ શબ્દો છે – “The constitution has been reared for immortality if the work of man may justly aspire to such a title.” (સંવિધાન અમર રહેવા માટે બનાવવામાં આવ્યું છે. જો મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલા સાધન આ મુકામને પામવાની આશા કરી શકે).

બાબા સાહેબ આમ્બેડકરની વિશેષતા તરફ આપણે નજર કરીશું. દીર્ઘદ્રષ્ટા અને મહાપુરુષ કેવા હોય છે, તેનું એક ઉદાહરણ છે કે જો કોઇને સરકારની ઉપર પ્રહાર કરવો છે તો પણ ક્વોટેશન બાબા સાહેબનું કામમાં આવે છે. કોઇને પોતાનો બચાવ કરવા માટે પણ તેનો ઉપયોગ કરવાનો હોય તો પણ ક્વોટેશન બાબા સાહેબનું કામમાં આવે છે. કોઇને પોતાની તટસ્થ વાત દર્શાવવી છે હોય તો પણ ક્વોટેશન બાબા સાહેબનું કામમાં આવે છે. તેનો અર્થ એ કે એ મહાપુરુષમાં કેટલી દીર્ઘદ્રષ્ટિ હશે, કેટલું વિઝન રહેલું હશે, કેટલા વ્યાપક સ્તરે તેમણે પોતાના વિચારોને વ્યક્ત કર્યા હતા કે આજે વિરોધ કરવા માટે પણ તેઓ માર્ગદર્શક છે, શાસન ચલાવવાવાળાઓ માટે પણ માર્ગદર્શક છે. ન્યૂટ્રલ, મૂકદર્શક બનીને બેસનારાઓ માટે પણ તેઓ એક માર્ગદર્શક બની રહે છે.

આ બાબત પોતાની રીતે એક નવાઈવાળી છે. નહીં તો વિચાર તો અનેક પ્રકારના હોય છે, દરેક વિચાર એક જ જૂથમાં કામમાં આવે છે. દરેક જૂથો માટે કામમાં આવતા નથી. એક જ કાળખંડ માટે કામમાં આવે છે. દરેક કાળખંડ માટે કામમાં નથી આવતા. બાબા સાહેબની વિશેષતા રહી છે કે તેમના વિચાર દરેક કાળખંડ માટે, દરેક પેઢી માટે, દરેક તબક્કા માટે ઉપકારક રહેલા છે. અર્થાત એ વિચારોમાં તાકત રહેલી હતી. એક તપસ્યાનો એક અર્થ હતો જે રાષ્ટ્રને સમર્પિત હતો અને 100 વર્ષ પછી પણ દેશ કેવો હોઇ શકે છે આ જોવાનું સામર્થ્ય પણ તેમનામાં રહેલું હતું. ત્યારે જઇને આ પ્રકારની વાતો સામે આવી શકે છે. અને એટલા માટે સહજ રૂપથી મહાપુરુષોને નમન કરવાનું મન હોય એ ખૂબ સ્વભાવિક છે.

બાબા સાહેબ અંગે જ્યારે હું વિચારું છું ત્યારે આ સંવિધાનના સંબંધમાં ક્યારેક ક્યારેક અમને લોકોને લાગે છે કે આ એક એવું ડોક્યુમેન્ટ છે, જેમાં ધારાઓ છે. જે ધારાઓથી અમારે શું શું કરવું જોઇએ શું નહીં કરવું જોઇએ તેનો માર્ગ શોધવાનો છે. સરકાર કેવી રીતે ચલાવવી છે, કેવા નિયમ છે, સંસદ કેવી રીતે ચલાવવી છે, શું કરવાનું છે એ બધુ ગ્રેનવિલે ઓસ્ટીને ભારતના સંવિધાનનું વર્ણન કરતી વખતે કહ્યું હતું. જે માટે હું સમજું છું કે ખૂબ રસપ્રદ બાબત છે. તેમણે કહ્યું કે આ એક સામાજીક દસ્તાવેજ છે. નહીં તો સંવિધાન એટલે એક કાનૂની દસ્તાવેજ હોઇ શકે છે.

જો સંવિધાન બનાવવામાં બાબા સાહેબ આમ્બેડકર ના હોત, મને માફ કરજો કેમ કે હું કોઇની આલોચના નથી કરી રહ્યો, તો કદાચ, આપણું સંવિધાન દેશ ચલાવવા માટે, શાસન ચલાવવા માટે ઉત્તમ થઇ શક્યું હોત. પરંતુ એ સંવિધાન સામાજીક દસ્તાવેજ બનવાથી ચૂકી જાત. આ સામાજીક દસ્તાવેજ જેમણે બનાવ્યું છે એ બાબા સાહેબ આમ્બેડકરનું દુઃખ, તેમની પીડા, તેમને જે સહન કરવું પડ્યું, એ યાતનાઓનું અર્ક તેમાં શબ્દ બનીને ઝેર નીકળી રહ્યું હશે અને ત્યારે એ સમયે જઇને સંવિધાનનું નિર્માણ થયું હતું. અને ત્યારે જઇને વિદેશી વ્યક્તિએ કહ્યું હતું કે આ એક સામાજીક દસ્તાવેજ છે. અને એટલા માટે આને વૈદ્યાનિક દસ્તાવેજ નહીં માનીને, સામાજીક દસ્તાવેજ કહેવું ક્યારેક ક્યારેક મને લાગે છે કે આપણે પણ જાણતા હોઇશું.

આપણે સહુ મનુષ્ય છીએ, ખામીઓ આપણા સહુની અંદર રહેલી છે અને એકાદ કોઇ બાબત ખોટી થઇ જાય તો લાંબા ગાળા સુધી મનમાંથી દૂર થતી નથી. કોઇએ કોઇ શબ્દ કહી દીધો તો ચૂભતું રહે છે, સામે મળે છે ત્યારે એ વ્યક્તિ નથી દેખાતી પણ એ શબ્દ યાદ આવે છે. એ આપણા લોકોનો સ્વભાવ રહેલો છે. તમે કલ્પના કરી શકો છો કે એક દલિત માતાનો દીકરો જેણે જન્મથી લઇને જીવન સુધી ફક્ત યાતનાઓ સહન કરી, અપમાનિત થતા રહ્યા, ઉપેક્ષિત થતા રહ્યા હોય, પગલે પગલે તેમને સહન કરવું પડ્યું હોય. એ વ્યક્તિનાં હાથમાં જ્યારે દેશના ભવિષ્યનો દસ્તાવેજ બનાવવા માટેનો અવસર આવ્યો, ત્યારે એ બાબતની સંપૂર્ણ સંભાવના રહેતી કે જો તેઓ આપણા જેવા મનુષ્ય હોતા તો એ કટુતા, એ ઝેર, ક્યાંકને ક્યાંક પ્રગટ થઇને સામે આવત. વેર લેવાની આગ ક્યાંક નીકળી બહાર આવતા, ક્યાંક એ ભાવ બહાર નીકળી આવત. પરંતુ આ બાબા સાહેબ આમ્બેડકરની ઉંચાઈ હતી કે જીવનભર તેમણે સહન કર્યું પરંતુ સંવિધાનમાં ક્યાંક પણ એ બદલાની વેરનો ભાવ ના આવવા દીધો.

આ એ મહાનતા, એ વ્યક્તિત્વની ઉંચાઈ છે જેના કારણે આવું સંભવ થાય છે. નહીં તો આપણે સહું જાણીએ છીએ કે આપણે મનુષ્ય છીએ, આપણને ખબર છે કે એક શબ્દ પણ એવો ચૂકી જઇ નીકળતું નથી. જીવનમાં કેટલી ઉંચાઈ હશે, અંદરનો વિચાર કેટલો મજબૂત રહેલો હશે. એ મહાપુરુષએ એ બધા ઝેરને પણ પી નાખ્યું અને આપણાં સહુ માટે અમૃત છોડીને ગયા છે એટલા માટે આ મહાપુરુષ માટે મને સંસ્કૃતનો એક શબ્દ યાદ આવે છે.

स्वभावम न जहा त्येव साधुरा आपद् गतोऽपि सन् ।

कर्पूरः पावक स्पर्श: सौरभं लभते तराम् ॥

સાધુની સાચી પરીક્ષા કઠીન પરિસ્થિતિઓમાં જ થાય છે. જેમ કે – કપૂરને આગ પાસે લઇ જવામાં આવે તો તેને સળગવાનો ભય લાગતો નથી, તે પોતે સળગીને પોતાની સુરભિથી સહુને મોહિત કરે છે.

A good person never gives up his nature even when he is caught in calamity. Camphor caught with fire emits more fragrance.

આ વાત બાબા સાહેબ માટે એકદમ સટીક છે. એનો મતલબ છે કે સાધુની સાચી પરીક્ષા કઠીન પરિસ્થિતિઓમાં જ થાય છે. જેવી રીતે કપૂરને અગ્નિ પાસે લઇ જતાં તેને બળવાનો ભય લાગતો નથી, તે પોતે સળગીને પોતાની સુગંધથી સહુને મોહિત કરે છે, આ બાબા સાહેબ આમ્બેડકર છે. પોતાની સાથે એટલી મુશ્કેલીઓ થઈ, એટલી યાતનાઓ પડી તેમ છતાં પણ આપણા આખા સંવિધાનમાં ક્યાંક પણ વેર લેવાનો ભાવ નથી આવ્યો. સહુને જોડવાનો પ્રયાસ છે. સહુને સમાહિત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને એટલા માટે બાબા સાહેબને વિશેષ નમન કરવાનું મન થાય તે સ્વભાવિક છે. 26 નવેમ્બર 1949 – બાબા સાહેબ આમ્બેડકરે સ્વતંત્રતા અને લોકતાંત્રિક વ્યવસ્થાને બનાવી રાખવામાં સ્વતંત્ર ભારતમાં નાગરિકો સાથે કેવો વ્યવહાર કરવો જોઇએ, એક ભાષણમાં તેમણે કહ્યું – “If we wish to maintain democracy not merely in form, but also in fact, what must we do? The first thing, in my judgment we must do, is to hold fast to constitutional methods of achieving our social and economic objectives. But where constitutional methods are open, there can be no justification for these unconstitutional methods. These methods are nothing but the grammar of anarchy and the sooner they are abandoned, the better for us.” જો આપણે લોકતંત્રના રૂપમાં જ નહીં પરંતુ સાચે જ બનાવી રાખવા ઇચ્છીએ છીએ તો આપણે શું કરવું જોઇએ. મારા વિચારથી પહેલી વસ્તુ જે આપણે કરવાની જરૂર છે તે એ છે કે આપણા સામાજીક અને આર્થિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે બંધારણીય પદ્ધતિઓનું દૃઢતાથી પાલન કરવું જોઇએ. જ્યાં બંધારણીય રીત ખુલે છે ત્યાં આ ગેરબંધારણીય રીતોનું ઔચિત્ય ના હોઇ શકે. આ રીતો અન્ય કઇ નહીં પરંતુ અરાજકતા છે અને તેને ઝડપથી છોડવું આપણા માટે સારું બની રહેશે.

હું સમજું છું કે આપણે સહુ લોકતંત્રની પરિપાટીથી ભણેલા-ગણેલા લોકો છીએ. આપણા માટે આ કરવું અને નહીં કરવું જોઇએની દ્રષ્ટિથી એટલું જ મહત્વપૂર્ણ છે. જે દિવસે પંડિત નેહરુએ સંવિધાન સભામાં એક પ્રારુપ મુક્યું, ઉદ્દેશ્ય મુક્યો એટલે કે ઉદ્દેશ્ય અંગેનો તેમનો પ્રસ્તાવ હતો. અને તેમનું સમર્થન આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધા કૃષ્ણનજીએ કર્યું હતું. અને તેમાં એક ખૂબ સરસ વાત કહી હતી, પંડિત નેહરુના સમર્થનમાં, એ પ્રસ્તાવના સમર્થનમાં તેમણે કહ્યું હતું.

धर्मम क्षत्रस्य क्षत्रम” [Dharma is the King of Kings]

ધર્મ, સત્ય રાજાઓમાં સર્વોપરિ છે.

આ લોકો અને શાસકો બન્નેનો શાસક છે.

આ કાયદાની સંપ્રભુતા છે જેનો આપણે દાવો કર્યો છે.

અહીં ધર્મ એટલે એ વિધિ-વિધાનની વાત નથી. સંવિધાનની વાત છે. અને તેમણે ખૂબ ઉચ્ચ રીતે આપણું માર્ગદર્શન કર્યું હતું. એવી જ રીતે પ્રબુદ્ધ સમિતિના અધ્યક્ષ હોવાને કારણે ડૉક્ટર બાબા સાહેબ આમ્બેડકરે અનુચ્છેદ – 368માં જે વાત કરી છે, જે વ્યાખ્યા એમણે કરી છે કારણ કે આજે આ વિષયોમાં નાની નાની ખૂસરપૂસર આપણે સાંભળીએ છીએ અને એટલા માટે આ વાતને સમજવી પણ ખૂબ આવશ્યક છે.

“The Constitution is a fundamental document. It is a document which defines the position and power of the three organs of the State –the executive, the judiciary and the legislature. It also defined the powers of the executive and the powers of the legislature as against the citizen, as have done in our chapter dealing with Fundamental Rights. In fact, the purpose of a Constitution is not merely to create the organs of the State but to limit their authority, because, if no limitation was imposed upon the authority of organs, there will be complete tyranny and complete oppression. The legislature may be free to frame any Law; the executive may be free to take any decision; and the Supreme Court may be free to give any interpretation of the Law. It would result in utter chaos”

સંવિધાન આધારભૂત દસ્તાવેજ છે. આ એ દસ્તાવેજ છે કે જે રાજ્યોના ત્રણેય અંગો કાર્ય પાલિકા, ન્યાય પાલિકા અને વિધાયિકાની સ્થિતિ અને શક્તિઓને પરિભાષિત કરે છે. આ કાર્ય પાલિકાની શક્તિઓ અને વિધાયિકાઓને નાગરિકોના પ્રત્યે પણ પરિભાષિત કરે છે. જેવું કે આપણે મૌલિક અધિકારોના અધ્યાયમાં કર્યું છે. વસ્તુતઃ સંવિધાનનો ઉદ્દેશ્ય રાજ્યોના અંગોનું માત્ર સર્જન કરવાનું નથી, પરંતુ તેમના પ્રાધિકારોને સીમિત કરવાનું છે. કારણ કે જો અંગના પ્રાધિકાર પર મર્યાદા લગાવવામાં નહીં આવે તો તે ફરીથી પુનઃ નિરંકુશ થશે. વિધાયિકા કોઇપણ કાયદાને બનાવવા માટે સ્વતંત્ર હોય, કાર્ય પાલિકા કોઇ પણ નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય તથા સર્વોચ્ચ ન્યાયાલય કાનૂનની કોઇ પણ વ્યાખ્યા કરવા માટે સ્વતંત્ર હોય, તો એની પરિણતી અરાજકતામાં હશે. આ વાત બાબા સાહેબ આમ્બેડકરે ખૂબ અધિક તાકત સાથે કહી હતી. આ જ વાતને અગાઉ ભારતના પૂર્વ ન્યાયાધિશ, ન્યાયમૂર્તિ ગજેન્દ્ર ગડકરને એમણે વિધિ આયોગના અધ્યક્ષ હોવાના કારણે જે અહેવાલ આપ્યો હતો તેમાં એક મહત્વપૂર્ણ વાતના રૂપમાં કહી છે.

In a democratic country like India which is governed by a written Constitution, supremacy can be legitimately claimed only by the Constitution. It is the Constitution which is paramount, which is the law of laws, which confers on Parliament and the State Legislatures, the Executive and the Judiciary their respective powers, assigns to them their respective functions, and prescribes limitations within which the said powers and functions can be legitimately discharged.”

ગજેન્દ્ર ગડકર કહે છે કે આયોગ વિશ્વાસ કરે છે કે ભારત જેવા લોકતાંત્રિક દેશમાં જે લેખિત સંવિધાન દ્વારા અભિશાસિત છે. ત્યાંની સર્વોચ્ચતાનો દાવો માત્ર સંવિધાન દ્વારા જ કાયદાકીય રૂપથી કરી શકાય તેમ છે. આ સંવિધાન જ છે કે જે સર્વોચ્ચ છે, જે પોતે કાયદાઓનો કાયદો છે, જે સંવિધાન અને રાજ્ય વિધાયિકાઓ, કાર્યપાલિકાઓ અને ન્યાયપાલિકાઓને તેમની શક્તિઓ પ્રદાન કરે છે. તેમને એ સંદર્ભે કાર્ય આપે છે. તથા એ સીમાઓને વિહિત કરે છે. એમાં ઉપર જણાવેલ શક્તિઓને કાયદાકીય રૂપથી પોતાના કાર્યોને નિષ્પાદન કરે છે. અર્થાત એટલા સુધી સંવિધાન સ્પષ્ટ છે, સટીક છે અને એટલા માટે આપણી ફરજ બને છે કે આ બધી બાબતોને અવારનવાર સામે લાવીએ અને સામે લાવીને આપણે તેને કેવી રીતે આગળ વધારી શકીએ, તે દિશામાં જ આપણો પ્રયાસ રહેવો જોઇએ.

આપણા માટે આજે સંવિધાન હવે વધારે અધિક મહત્વપૂર્ણ બનતું જઇ રહ્યું છે, કારણ કે વિવિધતાઓથી ભરેલો આપણો દેશ છે. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની અભિવ્યક્તિ પણ આપણી જ એક ફરજ છે. અને આજે જ્યારે આપણે આ લોકતંત્રના મંદિરમાં એકત્ર થયા છીએ. એ કયો સંકલ્પ છે કે જે આપણને એકજૂથ – એકસંપ રાખે છે અને કયો એવો સંકલ્પ છે કે જે આપણને એક બનાવે છે. ડૉક્ટર બાબા સાહેબ આમ્બેડકરે કહ્યું છે કે – ‘I feel, however આ વાતની ચર્ચા અગાઉ પણ થઇ ચૂકી છે.

I feel, however a good constitution may be, it is sure to turn out bad because those who are called to work it, happened to be bad lot. However bad a constitution may be, it may turn out to be good if those who are called to work it, happened to be good lot. The working of a constitution does not depend wholly upon the nature of the constitution.

હું અનુભવી રહ્યો છું કે એક સંવિધાન ભલે ગમે તેટલું સારું કેમ ના હોય કે પછી ખરાબ પણ હોઇ શકે છે કારણ કે જેમને એના અમલીકરણ કરવા માટે કહેવામાં આવે છે એક અપાત્ર સમૂહ પણ હોઇ શકે તેમ છે. તથાપિ, એક સંવિધાન ભલે ગમે તેટલું ખરાબ કેમ ના હોય તે સારૂં સાબિત થઇ શકે તેમ છે, જો એના અમલીકરણ કરવા માટેની કામગીરી સોંપવામાં આવી હોય તે સારો સમૂહ હોય. સંવિધાનનું કામ કરવું એ પણ સંવિધાનની પ્રકૃતિ પર જ સંપૂર્ણ રીતે નિર્ભર નથી હોતું. કાલે મેડમ સોનિયાજીએ પણ આ જ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. આજે પણ રાજ્યસભામાં આ બાબતનો ઉલ્લેખ થયો છે. અને એટલા માટે બંધારણની પવિત્રતા એ આપણી સહુની ફરજ છે, તે આપણી સહુની જવાબદારી છે અને એ પણ બરોબર છે કે છેલ્લી ચીજ બહુમતથી બને છે. પરંતુ આપણે એ ના ભૂલીએ કે લોકતંત્રમાં સૌથી વધુ તાકત ત્યારે આવે છે જ્યારે આપણે સહમતિના માર્ગે ચાલીએ છીએ. આપણે સહમતિ અને સમાધાનનો પ્રયાસ કરીએ છીએ પરંતુ જ્યારે બધા પ્રયાસ નિષ્ફળ થઇ જતા હોય છે ત્યારે છેલ્લો રસ્તો હોય છે અલ્પમત અને બહુમત. આ ગૃહમાં એક તરફ વધારે લોકો છે એટલે તેમને એ અધિકાર નથી મળી જતો કે તેઓ મનમાં આવે તે થોપી દે છે. અને એટલા માટે સહમતિનો આપણો માર્ગ હોવો જોઇએ, સમાધાનનો માર્ગ હોવો જોઇએ. અને હરેકનો સાથ અને સહકાર મળવો જોઇએ. કોઈ વાત નથી બનતી અને બધુ નિષ્ફળ થઇ જાય છે ત્યારે અંતિમ બાબત બને છે અને તે અંતિમ છે. જ્યારે બહુમત અને અલ્પમતના તરાજુમાં તોલવામાં આવે છે. આ ભાવનાને આપણે આગળ વધારવાની રહેશે. અને એટલા માટે સંવિધાનની આ ભાવનાને આપણે આગળ વધારવા માટે હું માનું છું. અટલ બિહારી વાજપેયીજીની સરકાર હતી. આ ગૃહમાં બહુમતની પરીક્ષા થઇ રહી હતી. અને જ્યારે બહુમતની પરીક્ષા થઇ રહી હતી ત્યારે નેક ટુ નેક મામલો રહેલો હતો. ઓરિસ્સાના મુખ્યમંત્રી શ્રીમાન ગિરધર જી લોકસભાના સદસ્ય હતા. એસેમ્બલીમાં જીતી ગયા હતા. મુખ્યમંત્રી બની ગયા હતા. પરંતુ રાજીનામું હજું આપ્યું ન હતું, 15 દિવસનો સમય મળતો હોય છે. અને એ જ સમયે વાજપેયીજીને પોતાનો બહુમત સિદ્ધ કરવાની ફરજ પડી હતી. એ સમયે દેશમાં વિવાદ હતો, શું કરશે એ ગૃહમાં આવશે અને શું કરશે, સ્પીકર મહોદયે પણ એમને કહ્યું કે સારું છે કે આપ આવ્યા છો પરંતુ આપની અંતરઆત્માને પૂછીને જે કરવું છે તે કરજો. આવું કહ્યું હતું અને પછી થી તેમણે અટલજીની સરકાર વિરૂદ્ધ મત આપ્યો હતો. અને એ એક મતથી અટલજીની સરકાર હારી ગઇ હતી. સંવિધાન ઉચ્ચ હાથોમાં હોય છે, ત્યારે કેવા પ્રકારનો વ્યવહાર થતો હોય છે. અને ક્યારેક ભૂલ પણ થતી હોય છે તો કેવું થતું હોય છે તેનું આનાથી મોટું કોઇ ઉદાહરણ ના હોઇ શકે છે અને હું માનું છું કે મારું માનવું છે કે અટલજીએ એ દિવસે, જે દિવસે એમનું ભાષણ અને જે ઉંચાઈએ થી તેમણે પોતાની સત્તા છોડી હતી એને આપણે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી કે શું લોકતંત્રની ઉંચાઈનો તેમણે સ્વીકાર કર્યો હતો.

આપણા દેશમાં આટલા હજારો વર્ષોનો દેશ છે, ખામીઓ આપણામાં આવે છે. ક્યારેક ક્યારેક ખામીઓ પણ પ્રવેશ કરી જાય છે પરંતુ કંઇક વાત છે કે આપણી અસ્તિત્વ ખતમ નથી થતું. આ જે વાત આપણે બતાવીએ છીએ એની મૂળ તાકત શું છે. મૂળ તાકત એ છે કે હજારો વર્ષ જૂનો છે આ સમાજ, તેમાં એક ઓટો પાયલોટ ક્વોલિફિકેશન અરેન્જમેન્ટ છે. આપણે જોયું હશે, બદીઓ આપણા સમાજમાં નથી આવી એવું પણ નથી. બદીઓ આવે છે ક્યારેક ક્યારેક તેણે મૂળ જમાવી દીધા છે. પરંતુ એ જ સમાજમાંથી લોકો પેદા થયા છે જેમણે બદીઓનો ખાત્મો કરવા માટે જીવન સમર્પિત કરી દીધું છે. સમાજના વિરોધ પછી પણ તેમણે લડત આપી છે. અને સમાજની એકતા અને અખંડતા માટે તેમણે પ્રયાસ કર્યો છે. સમાજમાં સમયાનુકૂળ તેમણે બદલાવ લાવ્યો છે.

આપણ દેશમાં ધાર્મિક પરંપરાઓને કારણે સમાજ એવો જકડાઈ ગયો હતો. પુરોહિતોનો એવો તાંડવ ચાલી રહ્યો હતો કે સમાજ એક પ્રકારથી વિચલિત પરિસ્થિતિમાં આવી ગયો હતો. ત્યારે તો આ દેશમાં ભક્તિ યુગ આવ્યો. ચૈતન્ય મહાપ્રભુ કહો, મીરાબાઈ કહો, નરસિંહ મહેતા કહો. કેટલા લોકો આવ્યા જેમણે આ સકંજામાંથી આ સમાજને બહાર કાઢ્યો. આ જ તો એ સમાજ હતો કે જે ક્યારેક સતી પ્રથામાં ગર્વ કરતું હતું પરંતુ રાજા રામ મોહન રાય પેદા થાય છે સમાજના વિરોધમાં એક વ્યક્તિ ઉભી થઇ જાય છે કે સતી પ્રથા પાપ છે, આ વિધવા દહન છે. આવું દેશમાં ક્યારેય ચાલી ના શકે. સમાજ બદલાવ સ્વીકાર થઇ જાય છે. કોઇ વિદ્યા સાગર રાવ પેદા થાય છે, જ્યારે એક મહિલા વિધવા થઇ જાય છે ત્યારે તેને જીવનભર યાતના સહન કરવી પડે છે.

એ યુગમાં આજે પણ ક્યારેક ક્યારેક સંકટને સમાજમાં જોવામાં આવે છે, એ દિવસ કેવો હશે ત્યારે વિદ્યા સાગરજીએ બીડું ઝડપ્યું હશે અને તેમણે કહ્યું હશે કે વિધવાના પુનઃલગ્ન થવા જોઇએ. બાળકીઓને ભણવું જોઇએ. કોઇ બાબા સાહેબ આમ્બેડકર, કોઇ જ્યોતિબા ફૂલે, કોઈ સમાજ દલિત પીડિત, શોષિત, વંચિત, ગરીબ એમની બેરહેમીની અવસ્થા હતી, ત્યારે દલિત, પીડિત, શોષિત માટે કોઇ જ્યોતિબા ફૂલે, કોઇ બાબા સાહેબ આમ્બેડકર મેદાનમાં આવે છે. અછૂતપણાનો કાળ હતો, કોઇ નરસિંહ મહેતા, કોઇ મહાત્મા ગાંધી એ કાળખંડમાં નિકળી પડે છે. રાજનીતિને એક બાજુએ મૂકીને છૂતાછૂતને દૂર કરવા માટે જીવનને હોમી દે છે. ત્યારે તો સમાજમાં જ્યારે ભ્રષ્ટાચાર ચરમસીમાએ હોય છે, તો કોઇ જયપ્રકાશ નારાયણ નીકળી પડે છે અને પોતાની જાતને હોમી નાખે છે. આ દેશમાં જ્યારે પણ સમાજની અંદર બદી આવી છે – એવું તો નથી કે કોઇ બદી નથી આવતી. પરંતુ દરેક બદીના સમયે આપણા અંદરની એક વ્યવસ્થા છે. એક ઓટો પાયલોટ એરેન્જમેન્ટ છે, જ્યાંથી હરેક કાળખંડમાં કોઇકને કોઇક મહાપુરુષ આવે છે, જે સમાજને દિશા ચીંધે છે અને સમાજને પણ બચાવી લે છે. અને એ જ તો આપણી તાકત છે આજે સંવિધાન આપણા માટે માર્ગદર્શક છે. પરંતુ કોઇ સમયે એ પણ નહોતું ત્યારે પણ સમાજમાં મળતા હતા. અને જ્યારે આપણને હવે આજે સંવિધાનનો સહારો છે. આપણે કેટલું કરી શકીએ તેમ છીએ. ક્યારેક ક્યારેક આપણે એ સમુદાયના લોકો છીએ જેમની શાખને ખૂબ ચોટ લાગી છે.

આઝાદીના આંદોલનમાં દેશ માટે નિકળી પડનારા લોકો માટે સમાજ ખૂબ મોટા ગર્વ સાથે જુએ છે. તેમના પરિવાર પ્રત્યે પણ ખૂબ ગૌરવથી જુએ છે પરંતુ ઇચ્છીએ કે ના ઇચ્છીએ એ પણ હકીકત છે કે કંઇકને કંઇક એવા કારણો છે કે રાજકીય બિરાદરીની શાખ ઓછી થઇ છે. સમાજનો તેમની તરફ જોવાની નજરમાં બદલાવ આવ્યો છે. નેતા છે સમજીએ છીએ. એ આપણા લોકો માટે પડકાર છે કે આપણે પોતાના આચરણથી, વ્યવહારથી ફરીથી એક વખત એની પ્રતિષ્ઠામાં વધારો કરીએ. કારણ કે તે એક એવી સંસ્થા છે કે જે લોકતંત્રનો અનિવાર્ય અંગ છે. તેની તાકત કેવી રીતે વધારી શકાય અને આટલી બદનામી થયા પછી પણ જ્યારે સમાજ સતત આપણને કોસતું રહે છે. આપણે રાજનેતા, બધા ખરાબ, આપણે રાજકીય કાર્યકર્તા ખરાબ, દરેક પ્રકારના પાપ આપણી પર પડ્યા છે એ બધુ દિવસ રાત આપણે સાંભળીએ છીએ. પરંતુ દેશને હું કહેવા માગુ છું.

એજ રાજનેતાઓએ આ જ ગૃહમાં બેસીને પોતાના પર બંધન લગાવવાનો નિર્ણય પણ એમણે જાતે કર્યો છે. તમે જુઓ ચૂંટણીપંચને- આપણે જે ચૂંટણી લડીએ છીએ તો ફોર્મ ભરીએ છીએ. આપણે પોતે લખીએ છીએ કે મારા આટલા ગૂન્હા છે, આપણે પોતે લખીએ છીએ કે મારી પાસે આટલી સંપત્તિ છે ચલ અચલ, આટલું બધું છે. આ આપણી પર જોરપૂર્વક લાગૂ કરી દેવામાં આવેલો વિષય નહોતો, આ રાજનેતા અને સરકાર કોની હતી એ મારો વિષય નથી. આ ગૃહમાં બેસેલા સાંસદો, એજ રાજકીય દળોના રાજનેતાઓએ આ આત્મસંયમ સ્વીકાર કર્યો. તેમણે બદલાવ કર્યો છે. આટલું જ નહીં એ ચિંતા રહી કે ચૂંટણીમાં ખર્ચ વધારે થાય છે. કાળાનાણાંનો ઉપયોગ થાય છે તેમાં ઘટાડો થવો જોઇએ. આ એજ રાજનેતાઓ છે જેમણે ચૂંટણીપંચ સાથે મળીને સર્વસંમતિથી શપથ બનાવી. આપણે એકાઉન્ટીંગ સીસ્ટમ કરીશું. એટલું જ નહીં ચૂંટણીપંચને દરરોજ હિસાબ આપો. જેટલા બંધન આવે જાય છે રાજકીય દળ સ્વીકાર કરતા રહે છે. કારણ કે તેમને પણ લાગે છે કે રાજનેતા સંવેદનશીલ છે. કોઇપણ દળના હોય. કોઇપણ પરંપરાથી આવેલા હોય. પરંતુ તેમણે આ સંવેદનશીલતાની સાથે રાષ્ટ્ર કલ્યાણ માટે જવાબદારી નિભાવી છે. પરંતુ એ દુર્ભાગ્ય છે કે દેશના રાજકીય સમુદાયથી એ પ્રકારના મહત્વનો.

આપણે ત્યાં સમય આવ્યો કે જ્યારે મંત્રીઓની સંખ્યા વધવા લાગી, રાજકીય દબાવ બનવા લાગ્યું અને સંતુલન બનાવી રાખવાની મુસીબત આવવા લાગી તો આ જ રાજનેતા, સંસદની અંદર બેસેલા રાજકીય દળ- તેમણે સાથે મળીને નક્કી કર્યું નહીં આપણે ક્વોટા સીસ્ટમ કરીશું. આટલી ટકાવારીથી વધારે મંત્રીઓ નહીં થઇ શકે. અમે પાલન કર્યો એનો. અમે પોતાની પર બંધન લગાવ્યું. હું માનું છું કે લોકતંત્રની વ્યવસ્થાની આવશ્યકતા – કે અમે જે પ્રકારથી એક પોલિટિકલ ફિલ્ડના લોકો પોતાની જાત પર બંધન લગાવી રહ્યાં છે. સમય સમય પર જ્યારે પણ જરૂરત પડી, ક્યારેક મોડું પણ થતું રહ્યું. તમે જુઓ સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે કે ભાઈ આટલી સજા પછી તમે ચૂંટણી નહીં લડી શકો. સંસદ કાયદો બનાવી શકતી હતી. કાયદો બનાવીને છૂટકારો પણ મેળવી શકતી હતી. પરંતુ આ જ સંસદ છે, એ જ રાજનેતા છે જેમણે પોતાની પર એ કાયદાનો સ્વીકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મને સજા થઇ છે તો હું નહીં આવીશ. આ બાબત આપણા એ પાસાં છે જેના માટે આપણે ગર્વ કરી શકીએ તેમ છીએ. અને એટલા માટે રાજકીય જીવનમાં હોવા છતાં પણ આપણે એ મર્યાદાઓનો આપણે સ્વીકાર કર્યો છે. અને આપણે એનો પ્રયાસ કરીએ છીએ. મને યાદ છે કે હું જ્યારે પાર્ટીમાં સંગઠનનું કામ કરતો હતો, ત્યારે ટીવીમાં ચર્ચામાં ભાગ લેવા જવાનું થતું રહેતું હતું. અને પ્રાઇમ ટાઇમ રહેતો હતો, એ સમયે તો ખૂબ માગ પણ રહેતી હતી. એક વખત હું અને ગુલામ નબી આઝાદ અમે લોકો ટીવી પર ડિબેટમાં હતા. ઘણા સમય સુધી તૂ તૂ મેં મેં ચાલતી રહી હતી, સ્વભાવિક પણ હતું એ. પરંતુ પછી જ્યારે કાર્યક્રમ પૂરો થયો તો અમે સ્ટુડિયોમાં ખૂબ મસ્તીથી ચા વગેરે પી રહ્યાં હતાં. પત્રકારોમાંથી કોઇ એક સિનિયર વ્યક્તિ હતા, મને વધારે યાદ નથી. તો ગુલામ નબી આઝાદજી એ ખૂબ મહત્વપૂર્ણ વાત કરી હતી ત્યારે. તેમણે કહ્યું જુઓ ભાઈ તમે ભલે માનતા હોય કે અમે આમ એકબીજાના દુશ્મન જેવા લાગતા હોઇશું પરંતુ ક્યારેક સંસદમાં આવીને જુઓ કે કેવી રીતે અમે એક પરિવારની જેમ વ્યવહાર કરતાં હોઇએ છીએ. કેટલું પોતિકાપણું અમારી વચ્ચે રહેતું હોય છે. આ કોઇ મોદી લાવ્યા નથી. છેલ્લા 50 વર્ષથી સહુએ તપસ્યા કરીને લાવ્યા છે. અને એટલા માટે એ મહાન ચીજોનું ગુણગાન, એ મહાન બાબતોનું આદર અને તેમને વધારે આગળ વધારવી – તે બધુ આપણી પર છે. એક સમય હતો કે ગૃહની અંદર તીવ્ર વિરોધ થઇ રહ્યો હોય ત્યારે પણ.

એક વખત રામ મનોહર લોહિયાજીએ ગૃહમાં ખૂબ ઐતિહાસિક વાત કરી હતી. આંકડાઓ દ્વારા પંડિત નેહરુને તેમણે બતાવ્યું હતું કે તમારી નીતિઓ દેશના કામમાં નથી આવવાની, એ ખોટું છે. રામ મનોહર લોહિયા વિપક્ષમાં હતા. ખૂબ બોલ્યા, પરંતુ ગૌરવની બાબત તો એ વાતની હતી કે પંડિત નેહરુ ઉભા થઇને કહી રહ્યાં હતાં કે હું આપના આંકડાઓને નકારી શકુ તેમ નથી. એ ઉંચાઈ હતી, આ દેશમાં પંડિત નેહરુએ ઉંચાઈ બતાવી હતી. અમે સત્યનિષ્ઠ જે બુદ્ધિ છે તેનો આપણે સાથીઓનો ગૌરવ લેવાનું રહેશે. સંવિધાનને એ ભાવનોને ત્યારે આપણે સ્વીકાર કરી શકીશું. અને એટલા માટે આ જે આપણી બૌદ્ધિક સત્યનિષ્ઠા છે, આપણા દરેક સદસ્યોને ઇશ્વરે કંઇકને કંઇક આપ્યું છે. તેનો આદર સત્કાર કરવાનો ભાવ એ આપણી સહજ પ્રકૃતિ બનવી જોઇએ. ક્યારેક ક્યારેક એક વાત જે આપણા માટે ચિંતાનો વિષય બની છે. થયું શું છે કે આઝાદીના આંદોલનમાં જે મહાપુરુષ હતા તે સમાજને સમયે સમયે દિશા પૂરી પાડતા રહેતા હતા. એ જૂસ્સો હતો એ નેતાઓનો તેઓ કહી શકતા હતા – ખોટું છે ના કરો. આ નહીં કરી શકો. એ તાકત હતી.

મહાત્મા ગાંધી તો ક્યારેય પણ સમાધાન કરતા નહોતા. પરંતુ સમય વીતવાની સાથે આપણે આવી આશ્રિત અવસ્થામાં આવી ગયા છીએ કે આપણે આપણી જે જનતાના પ્રતિનિધિ છીએ તેમને કંઇક કહેવાનો જૂસ્સો પણ નથી રહ્યો. મોટાભાગે આપણા સંવિધાનનો એક પાસું સામે આવ્યું છે, અને એ એછે કે હક્ક શું છે, મારો અધિકાર શું છે. એની આસપાસ જ દેશ ચાલી પડ્યો છે. આ પવિત્ર અવસરે હું ગૃહની અંદરથી પ્રાર્થના કરું છું, હું દેશવાસીઓથી પ્રાર્થના કરું છું કે સમયની માંગ છે કે આપણે અધિકારો પર જેટલો ભાર આપીએ એટલો જ ભાર આપણે આપણા કર્તવ્ય પર પણ આપીએ, ફરજ પર પણ ભાર આપીએ.

દેશ અધિકાર અને કર્તવ્યના મિશ્ર ભાવથી ચાલી શકે છે નહીં તો દેશ ચાલી નહીં શકે. નહીં તો આપણા સરકારી અફસરોને પણ પૂછીશું, કોઇ કામ અંગે પૂછો તો શું થાય છે. સૌથી પહેલા સવાલ એ આવે છે કે સારું સારું આ છે, મારું શું. ત્યાંથી જ શરૂ થાય છે મારું શું અને મારું શું. અને મારું શુંનો જવાબ જો નેગેટીવ આવે તો મારે શું. આ જે અવસ્થા છે કે મારે શું, મારું કશું નહીં તો મારે શું જાઓ મરો. આ સ્થિતિ દેશ માટે સારી નથી. કર્તવ્ય ભાવના જગાડવી પડશે. મહાત્મા ગાંધીએ એક સારી વાત કરી હતી. મને જો કાગળ મળી જાય તો હું કહેવા માગીશ. મહાત્મા ગાંધીએ ખૂબ સારી વાત કરી હતી. અને મારું માનવું છે કે તે આપણા લોકો માટે અને દેશ માટે પણ યાદ રાખવા જેવી વાત છે.

આજે પૂંજીપતિઓ અને જમીનદારો પોતાના અધિકારોની વાત કરે છે. બીજી તરફ મજૂરો પોતાના હિતોની વાત કરે છે, રજવાડા પોતાના પ્રભુત્વની વાત કરે છે તો ખેડૂતો તેમના અધિકારની અવગણના થઇ રહી છે તેનો પોકાર પાડે છે. જો બધા માત્ર પોતાના અધિકારોની જ વાતો કરશે અને પોતાના કર્તવ્યથી દૂર ભાગશે તો પરિણામ અવ્યવસ્થા અને અરાજકતા જ આવશે. જો દરેક પોતાના અધિકારોની જગ્યાએ પોતાના કર્તવ્યની વાત કરશે તો ઝડપથી માનવતામાં રૂલ ઓફ ઓર્ડરની સ્થાપના આપમેળે થઇ જશે. રાજાઓને શાસન કરવા માટે કોઈ દૈત્ય અધિકાર મળેલો હોતો નથી. અને ખેડૂતોની કોઇ ફરજ હોતી નથી કે તેઓ પોતાના માલિકોનો દરેક હુકમ માને. આ ગાંધીજીનો સંદેશ. અને એટલા માટે જ્યારે આપણે સંવિધાનની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી સામે મુખ્ય વાત એ રહે છે કે આપણે કર્તવ્ય પર કેવી રીતે ભાર મુકી શકીએ. આપણે કર્તવ્યના પ્રભુત્વ તરફ સમાજને લઇ જવામાં આપણી પોતાની કોઇ ભૂમિકા ભજવી શકીએ કે કેમ તે અંગે વિચારવું જોઇએ. તો આપણે કરવું જોઇએ તેમ મને લાગી રહ્યું છે.

સંવિધાનનો ઉલ્લેખ થઇ રહ્યો હતો તો ડૉ.રાજેન્દ્ર બાબુએ એક વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દરેકને આશ્વાસન આપીએ છીએ કે અમારો પ્રયાસ રહેશે કે અમે ગરીબી અને બદહાલીને અને તેની સાથે સાથે ભૂખ અને બીમારીને દૂર કરીએ. અંતર અને શોષણને સમાપ્ત કરીએ અને જીવનની ઉત્તમ દિશાઓને સુનિશ્ચિત કરીએ. આપણે એક મહાન માર્ગની યાત્રા શરૂ કરી રહ્યાં છીએ. અમને આશા છે કે આ યાત્રામાં આપણે આપણા દરેક લોકોની ઉદાર સેવા અને સહયોગ મળશે તથા સમુદાયોને સહાનુભુતિ અને સમર્થન મળી રહેશે. આજના સમયમાં સંવિધાન આપણી પાસે છે. આવો કોઇ ભ્રમ ફેલાવે તો ખોટી વાત છે. નહીં કોઇ સંવિધાન બદલવા માટેને વિચાર પણ કરી શકે તેમ છે. અને હું માનીશ કે જો કોઇ વિચારશે તો એ આત્મહત્યા કરી રહ્યો હશે. કારણ કે એ મહાપુરુષોએ જે વિચાર્યું છે, આજની અવસ્થામાં આવું કોઇ કરી શકે તેમ નથી. તો આપણી ભલાઈ એમાં જ છે કે એને સારી રીતે આપણે કેવી રીતે ગરીબ, દલિત, પીડિત, શોષિતના કામમાં લાવી શકીએ.

આપણું ધ્યાન તેમાં હોવું જોઇએ. અને બાબા સાહેબ આમ્બેડકરે અનામતની વ્યવસ્થાને ભાર નહીં આપ્યો હોત તો કોઇ મને બતાવો કે મારા દલિત, પીડિત, શોષિત સમાજની શું સ્થિતિ થઇ હોત. પરમાત્માએ એમને બધુ આપ્યું છે જે મને અને આપને આપ્યું છે પરંતુ એમને અવસર નથી મળી શક્યો અને તે માટે તેમની દુર્દશા છે. અવસર પૂરા પાડવા એ આપણી ફરજ બને છે. અવસર આપવા એ આપણા સહુની ફરજ બને છે અને સમાજનો આટલો મોટો વિશાળ વર્ગ જ્યારે વિકાસની યાત્રા પર આપણી સાથે ખભેથી ખભો મિલાવીને ચાલવા માટે તૈયાર થઇ જાય, ઉભો થાય તો દેશ ક્યાંથી ક્યાં પહોંચી શકે તેમ છે.

કોઇ ભૂભાગ પાછળ ના રહેવો જોઇએ. કોઇ સમાજ પાછળ ના રહેવો જોઇએ. જો શરીરનો એક અંગ લકવો મારી જાય તો આખા શરીરને સ્વસ્થ માનવામાં નથી આવતું. જો શરીરનો કોઇ એક અંગ નબળો છે તો એ શરીરને ક્યારેય સ્વસ્થ માનવામાં નહીં આવે. આ સમાજમાં કોઇ પુરુષનું કોઇ એક અંગ નિર્બળ છે તો પછી આ સમાજ સશક્ત માનવામાં આવતું નથી. આ રાષ્ટ્ર સશક્ત નહીં માનવામાં આવે. અને એટલા માટે રાષ્ટ્રનું સશક્તિકરણ એમાં જ છે કે સમાજના દરેક અંગ, દરેક અંગ સશક્ત હોય. પુરુષ હોય, સ્ત્રી હોય, આ જાતિના હોય કે એ જાતિના હોય, આ પંથના હોય કે એ પંથના હોય. આ ભાષા બોલનારા હોય કે એ ભાષા બોલનાર હોય આ ભાગમાં રહેતા હોય કે એ ભાગમાં રહેતા હોય. આપણા માટે આવશ્યક છે કે સહુના સશક્તિકરણ માટે આપણે શું કામ કરીએ અને એ બધા કામને આપણે પૂરા કરવા જ પડશે. આપણી સામે ખૂબ સારો અવસર પણ છે, પડકાર પણ છે.

800 મિલિયન યુવાઓ આનાથી મોટું દેશનું શું સૌભાગ્ય હોઇ શકે તેમ છે. એમને રોજગાર આપવું, તેમના હાથમાં હુન્નર આપવા. ભારતનું ભાગ્ય બદલવા માટે આપણી પાસે જે બુદ્ધિ, સંપદા, જ્ઞાન, વ્યવસ્થા, સંવિધાન જે કઇ પણ છે આપણે એ સહુનો ઉપયોગ આપણી શક્તિને કેવી રીતે બહાર લાવી શકીએ. આપણા દેશમાં પણ આટલા વર્ષો પછી પણ આપણને લોકોની ચિંતા છે. દરેકને ન્યાય મળે, ન્યાય સરળથી ઉપલબ્ધ બને, ન્યાય ઝડપી મળી શકે. લોકતંત્રના જેટલા પણ મહત્વપૂર્ણ પાસાં છે તેમાં એક મહત્વપૂર્ણ પાસું રહેલું છે – ગ્રીવન્સ રીડ્રેસલ સીસ્ટમ. આ લોકતંત્રને મજબૂતી પૂરી પાડે છે.

એજ પ્રકારથી, જસ્ટીસ સોશ્યલ જસ્ટીસ એક વિષય છે એની તો ચિંતા કરવાની જ છે પરંતુ સાથે સાથે સામાન્ય માનવીના જીવનમાં આપણે લોકોએ વિચારવું પડશે કે ન્યાય જેમ કે લોક અદાલતો ચાલી છે લોક અદાલતે ખૂબ વધારે પરિણામ આપ્યું છે. પરંતુ આપણે એ દિશામાં આગળ વધવાનું રહેશે અને આગળ વધીને આપણે પ્રયત્ન કરીએ તો હું સમજું છું કે ઘણુ બધુ કામ થઇ શકશે આવું મને લાગી રહ્યું છે. બાબા સાહેબ આમ્બેડકરે જે એક મહાન કામ કર્યું. જે આજે શ્રમિકાના કાન સુધી નથી પહોંચ્યું. ખડગે સાહેબ સાચું જ કહી રહ્યાં હતાં . અગાઉ કોઇ નિયમ નહોતા. કેટલા કલાક કામ કરશે શ્રમિક. ખબર જ નહોતી. બીચારો જ્યાં સુધી શરીર રહેતું ત્યાં સુધી કામ કરે રાખતો હતો. બાબા સાહેબ આમ્બેડકરે તાકત બતાવી અને અને આઠ કલાકની સીમા નિર્ધારિત કરી શ્રમિકો માટે. કોઇ મહાપુરુષ એક કરીને જાય છે.

પેઢીઓ સુધી કેટલું મોટું યોગદાન એનું રહે છે તેનો આ નમૂનો જ છે. હું માનું છું કે આપણા માટે આવશ્યક હોય છે કે આ ચીજોને કરીએ. જ્યારે મેં આ કામ લીધું ત્યારે આપણે ત્યાં ઈપીએફ એકાઉન્ટ હોય છે મજૂરો માટે.આ એકાઉન્ટનો બીચારા મજૂરને એક જગ્યાએથી બીજા જગ્યાએ જતા રહ્યાં પછી પણ ખબર રહેતી નથી કે તેના પૈસા ક્યાં જતા રહ્યાં. હવે એની રકમ એટલી નાની હોય છે કે તે લેવા માટે જતા નહોતા અને સરકાર પાસે 27,000 કરોડ રૂપિયા પડેલા રહેલા છે. શ્રમિકોના પૈસા હતા, તેમના પરસેવાના પૈસા હતા પરંતુ બીચારાનો અવાજ નહોતો અને કોઇ વ્યવસ્તા પણ નહોતી. અમે આવીને એક પોર્ટેબિલિટી સુનિશ્ચિત કરી તે તેમનો એક યુએન નંબર નક્કી કરવામાં આવે અને પરિણામ એ આવ્યું કે શ્રમિક ક્યાંય પણ જાય, નોકરી છોડીને જાય, રાજ્ય છોડીને જાય, ગામ છોડીને જાય, જ્યાં પણ જશે ત્યાં આ યુએન નંબર સાથે એ એકાઉન્ટ પણ ચાલતું રહેશે. તેના પૈસા તેની સાથે જ ફરતા રહેશે તેની સાથે અને તેના પૈસાનો હક્ક કોઇ ઝૂંટવી નહીં શકશે. આ કામ કરવાનો પ્રયાસ અમે કર્યો છે. અમે પ્રયાસ કર્યો છે લીન નંબર (એલઆઈએન), ઓનલાઇન વ્યવસ્થા કરી છે શ્રમિકો માટે, લીન નંબર રાખવાથી જેટલી પણ એમની બાબતો છે તે પોતાની મેળે તેમને મળી જાય છે. આપણા દેશમાં ઈપીએફઓ પેન્શન મળતું હતું. જ્યારે હું આવ્યો તો મારા ધ્યાનમાં આવ્યું. કોઇકને સાત પેન્શન તો કોઇકને દસ રૂપિયાનું પેન્શન તો કોઇને વીસ તો કોઇને પચ્ચીસ, કોઇને અઢીસો અને બીચારાઓને ઓટોરીક્શાનું ભાડું જ મોંઘું પડતું હતું પેન્શન લેવા જતી વખતે પોસ્ટ ઓફિસ સુધી જવામાં. પરંતુ એ ચાલી રહ્યું હતું.

અમે આવીને નિર્ણય લીધો અને મીનિમમ પેન્શન એક હજાર રૂપિયા કરી નાખ્યું. સાથે એમને પણ આધાર કાર્ડથી ડાયરેક્ટ ડેબિટ સ્કીમમાં પણ તેમને જોડી દીધા. આ ગૃહમાં એક એક્ટ આવવાનો છે. બોનસ એક્ટ – આ બોનસ એક્ટ હેઠળની સીમા 3500થી વધારીને 7000 રૂપિયા કરવા છે અને આર્હતાની સીમા જે 10 હજાર રૂપિયા હતી તેને 21 હજાર રૂપિયા કરવા માટે કેબિનેટે મંજૂરી આપી દીધી છે. ગૃહમાં આ વખતે એક મોટું મહત્વપૂર્ણ પગલું શ્રમિકો માટે લેવામાં આવી રહ્યું છે. અને એટલા માટે એક પછી એક એવા નિર્ણય જે આપણા દેશના ગરીબોની ભલાઈ માટે કામમાં આવે એ દિશામાં અમે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

એ વાત સાચી છે કે ક્યારેક ક્યારેક આપણે લોકો એવા વિષયો અંગે પણ ચર્ચા કરતા હોઇએ છીએ. મેં અગાઉ પણ એક વખત આ ગૃહમાં કહ્યું હતું. આજે ફરીથી કહેવા માગીશ કે સરકારનો એક ધર્મ હોય છે. ઈન્ડ્યા ફર્સ્ટ. સરકારનો એક જ ધર્મગ્રંથ હોય છે. ભારતનું સંવિધાન. દેશ સંવિધાનથી જ ચાલશે. સંવિધાનથી જ ચાલવું જોઇએ અને સંવિધાનની તાકતથી જ દેશને તાકત મળી શકે તેમ છે. તેમાં કોઇપણ પ્રકારની દુવિધા, આશંકાનું કોઇ કારણ રહેતું નથી. ભારત મૂલતઃ જે આદર્શ વિચારોથી ઉછર્યું છે તે આપણી એક તાકત છે. તે આપણી એક આત્મિક શક્તિ છે અને એટલા માટે આપણે ક્યારેય પણ આપણા દેશની જે તર ઉર્જા છે તેને ઓછી આંકવાની કોઇ જરૂરત રહેતી નથી. હજારો વર્ષોની તપસ્યાથી અંતર ઉર્જા તૈયાર થઇ છે. અને એ જ દેશને પણ ગતિ આપે છે, સમાજને પણ ગતિ આપે છે અને સંકટ સમયે બહાર આવવા માટેની તાકત પણ પૂરી પાડે છે. અને ત્યારે જ્યારે કે હું એની વાત કરું છું તો કહેવા ઇચ્છીશ આઈડિયા ઓફ ઇન્ડિયા.

My Idea of India – सत्यमेव जयते

My Idea of India – अहिंसा परमो धर्मः

My Idea of India – एकम सद विप्राः बहुधाः वदन्ति सत्य

My Idea of India – पौधों में परमात्मा दिखना

My Idea of India – वसुधैव कुटुम्बकम्

My Idea of India – सर्व पंथ समभाव

My Idea of India – अप्प दीपो भवः

My Idea of India – तेन त्यक्तेन भुन्जिथा

My Idea of India – सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः

UM/J.Khunt/GP