પીએમઇન્ડિયા
મને પૂછતા હતા કે હું હિન્દીમાં બોલૂ તો અહીં ભાષાંતર કરવાની જરૂરત છે શું ? સ્વામીજીએ પોતે જણાવ્યું કે કોઈ જરૂર નથી. અહીં બધા હિન્દી સમજે છે. આ મારું સૌભાગ્ય છે કે આ પવિત્ર ઉપક્રમમાં મને ભાગ લેવાનો અવસર મળ્યો છે. આટલી મોટી સંખ્યામાં સંતોની હાજરી હોય, આટલા વરિષ્ઠ સંત, આટલી ઉંમરમાં, આ સમારોહમાં ઉપસ્થિત હોય, આવું સૌભાગ્ય ક્યાં મળે છે.
કેટલાક દિવસ પહેલા હું લંડન ગયો હતો. લોકતંત્રની વાતો, માનવતાવાદની વાતો, મહિલા સશક્તિકરણની ચર્ચાઓ, દુનિયાના દેશોને લાગે છે કે એ બધા વિચાર ત્યાં જ શરૂ થયા, ત્યાં જ ઉત્પન્ન થયા અને દુનિયાને ત્યાંથી જ મળ્યા. જ્યાં આ પ્રકારની વિચારધારા છે ત્યાં મને એ મહાપુરુષના સ્ટેચ્યુનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મળ્યુ. એ બસેશ્વરજી, સામાજીક સુધારકો કેવા હોય છે, મહિલા સશક્તિકરણ શું હોય છે, પાયાના સ્તરની લોકશાહીની તાકાત શું હોય છે, સદીઓ પહેલા આ ધરતીના મહાપુરુષ બસેશ્વરજીએ દુનિયાને કરીને દેખાડ્યું. સ્વીડનના સંસદના અધ્યક્ષ આ અવસર પર ઉપસ્થિત છે અને જે મેં સમાજ સુધારનું મહાન કાર્ય કરનારા બસેશ્વરજીની વાતો સંભળાવી તો તેમના માટે આશ્ચર્ય હતું કે સદીઓ પહેલા ભારતમાં મહાપુરુષને આવું ચિંતન થતું હતું અને તે માત્ર વિચાર નહોતો વ્યવહાર પણ હતો, આચરણ પણ હતું અને કરીને બતાવ્યું હતું. આજે એ જ પરંપરાની એક કડીની સાથે મને જોડાવાનું સૌભાગ્ય મળ્યું છે. હું પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું.
આખા વિશ્વમાં, આ વાતના વિષયમાં ખૂબ ઓછી જાણકારી છે અને ક્યારેક – ક્યારેક તો વિશ્વ છોડો આપણા દેશમાં પણ ખૂબ મોટો વર્ગ એવો છે જે પોતાની જાતને ખૂબ બુદ્ધિમાન માને છે. મોટો ભદ્ર વર્ગ માને છે. તેમને અનુમાન નથી કે ભારતમાં ઋષિઓએ, મુનિઓએ, સંતોએ મહંતોએ સમાજહિત માટે કેટલા મોટા કાર્ય કર્યા છે. તેમનું એ તરફ ધ્યાન જ નથી અને એટલે જ જ્યાં – ત્યાં આપણી આ મહાન પરંપરાની આલોચના કરતા રહેવું એ કેટલાક લોકોની આદત થઈ ગઈ છે. આ દેશની વિશેષતા છે કે હજારો વર્ષ જૂના આ સમાજ જીવનમાં સમયાંતરે કોઈને કોઈ બુરાઈએ પ્રવેશ કરી દીધો છે. સમાજમાં વિકૃતિ આવી, ખરાબ વસ્તુઓ ઘુસી ગઈ, ખરાબ પરંપરાઓ ઘુસી ગઈ, જેણે આ સમાજની આત્માનું પણ પતન કરી દીધું પરંતુ ત્યારબાદ આજ સમાજની તાકાત જુઓ કે આજ સમાજમાંથી સંત પેદા થયા, સમાજ સુધારક પેદા થયા, ઋષિ-મુનિ પેદા થયા અને તેમણે સમાજના વિરોધો ઉપરાંત પણ સમાજ સુધારનું બીડું ઉઠાવ્યું અને સમાજની બુરાઈઓથી સમાજને મુક્ત કરવાનો અવિરત પ્રયાસ કર્યો.
હજારો વર્ષથી આ દેશ, આ પરંપરાઓ, આ સંસ્કૃતિ એટલે બચી છે કે દરેક યુગમાં જ્યારે જ્યારે સંકટ આવ્યું, જ્યારે જ્યારે આપણી અંદર બુરાઈઓ આવી, આપણી અંદરથી જ એક નવી ઉર્જા ઉત્પન્ન થઈ, નવું નેતૃત્વ પેદા થયું, નવી તાકાત પેદા થઈ, નવી પરંપરા પેદા થઈ અને સમાજ સુધારનું કાર્ય ચાલતું રહ્યું અને એટલે જ હું આજે જ્યારે આ પવિત્ર જગતગુરુ શ્રી ડૉય શિવરાથરી રાજેન્દ્ર મહાસ્વામીજીની શતાબ્દી સમારોહમાં આવ્યો છું. એ મહાન પરંપરાને નમન કરવા માટે આવ્યો છું, જે મહાન પરંપરાને સમાજના હિતોની, સમાજના કલ્યાણની, ચિંતા કરવામાં ક્યારે કોઈ ઉણપ નથી કરી.
આપણે આઝાદીના આંદોલનને જોઈએ, આ બાજુ આપણા લોકોનું ધ્યાન ખૂબ ઓછું જાય છે. પરંતુ કદાચ આપણા આઝાદીના આંદોલનને જોઈએ તો 19મી શતાબ્દીમાં અને 18મી શતાબ્દી, આ બે શતાબ્દી પર આપણે નજર નાંખીએ તો આપણા ધ્યાનમાં આવશે કે 20મી શતાબ્દીમાં જે આઝાદીના આંદોલનની તીવ્રતા ઉત્પન્ન થઈ, એની પાછળ 19મી શતાબ્દી અને 18મી શતાબ્દીમાં આપણા સંતો મહંતોએ, જેને આપણા ભક્તિ યુગ કહીએ છીએ, એ ભક્તિયુગમાં જે ચેતનાઓ જગાવવામાં આવી, ભારતની આત્માને જગાવવાનો પ્રયાસ થયો અને હિન્દુસ્તાનના દરેક ક્ષેત્ર, વિસ્તારમાં, પછી તે પૂર્વ હોય, પશ્ચિમ હોય, ઉત્તર હોય, દક્ષિણ હોય, કે દરેક ભાષા-ભાષીને, કોઈ તો એક સંત પેદા થયો જે સંત મઠ-મંદિરોથી બહાર નિકળ્યા, એક સામૂહિક જાગરણનું અભિયાન ચલાવાયું. આખા દેશમાં ફરીથી એકવાર સમાજની આત્માને જગાવવાનું કાર્ય બે શતાબ્દી સુધી આપણા સંતોએ, આપણા મહાપુરુષોએ કર્યું અને એ ચેતના જાગી. જે ચેતનામાંથી 1857ના સ્વતંત્રતા સંગ્રામની જ્યોતિ જાગી. એ જ એક રીતથી 1947માં, દેશ આઝાદીને પ્રાપ્ત કરી શક્યું. આઝાદીના આંદોલનની પીઠિકા એવા મહાપુરુષોએ રચી. જેને આગળ મહાત્મા ગાંધીનું નેતૃત્વ મળ્યું અને દેશને મહાત્મા ગાંધીને પણ ક્યારેય રાજનેતાના રૂપમાં નહોતો જોયો. એજ સંત પરંપરાની એક કડીના રૂપમાં જોયું હતું, ત્યારે જ તો તેમને મહાત્મા કહ્યા હતા. જે વાત સંતો-મહંતો માટે કહેવાતી હતી, એ વાત મહાત્મા ગાંધી માટે કહેવાતી હતી. એજ પરંપરાનું નેતૃત્વ મળ્યું અને ત્યારે જઈને દેશને આઝાદી પ્રાપ્ત થઈ અને એટલે જ ભારતના સમાજ જીવનને દરેક કબીલા-કબીલાઈ, કબીલથી મુક્તિ અપાવવાનું કાર્ય આપણા સંતો દ્વારા થયું છે.
એ જ પ્રકારથી, આજે આપણા આ પીઠને જોઈએ છીએ. મને તો અહીં પહેલા પણ આવવાનું સૌભાગ્ય મળ્યું છે. શિક્ષાના ક્ષેત્રમાં કેટલું મોટું કાર્ય કર્યું છે. લગભગ એક લાખ વિદ્યાર્થીઓની જિંદગી, અહીં બદલાઈ રહી છે. એક પ્રકારથી સરકારનું કાર્ય સંત કરી રહ્યા છે. સરકારનો ભાર પણ હલ્કો કરી રહી છે અને સમાજની શક્તિ વધી રહી છે.
આજે અહીં આ શતાબ્દી સમારોહમાં નોલેજ રિસોર્સ સેન્ટરનો આરંભ થઈ રહ્યો છે. એ વાત સાચી છે કે પાછલી શતાબ્દિઓમાં રાષ્ટ્રની શક્તિને ક્યા તો ધનની શક્તિ દ્વારા અથવા તો સૈન્ય બળ શક્તિ દ્વારા મપાતી હતી. એના આધાર પર દેશ કેટલો શક્તિશાળી છે અને તેના આધારે વિશ્વમાં તેની સ્વીકૃતિ બનતી હતી. પરંતુ સમય બદલાઈ ગયો છે, આજે ધન બળ હોય કે સૈન્ય બળ હોય, એટલેથી ગાડી ચાલતી નથી. 21મી સદી જ્ઞાનની સદી છે. નોલેજની સેંચ્યુરી છે. જેની પાસે વધારે માહિતી હશે, વધારે જ્ઞાન હશે, સમયથી અલગ વિચારવાના ઇનોવેશન્સ હશે, દુનિયા પર એ જ દેશની ચાલવાની છે. અને એટલે જ 21મી સદીની તાકાતને સંતોએ ઓળખી છે અને એ તાકાતને વૈજ્ઞાનિક રીતોથી રંગવા માટે આજે નોલેજ રિસોર્સ સેન્ટરનો આરંભ થઈ રહ્યો છે.
પાછલી કેટલીક સદીઓમાં માનવ જાતિએ જ્ઞાનના આધાર પર, વિજ્ઞાનના આધાર પર, ટેકનોલોજીના આધાર પર જે પ્રગતિ કરી છે, આજે દરેક કલાકે, દરેક દિવસે, દરેક મહિને, દર વર્ષે વિજ્ઞાનના નવા આવિષ્કાર, જ્ઞાનનું સર્વશ્રેષ્ઠ પ્રભાવ, ટેકનોલોજીનું પ્રભુત્વ, સમાજ જીવનને એટલી ઝડપથી બદલી રહ્યું છે, જે પાછલી શતાબ્દીમાં ક્યારેય નહોતું થયું. જે ઝડપથી દુનિયા બદલી રહી છે, ટેકનોલોજી વિજ્ઞાન અને જ્ઞાનના આધાર પર તેનો સામનો કરવા માટે ક્યારેક – ક્યારેક માનવની કલ્પના શક્તિ પણ ઓછી પડી જાય છે. ક્યાંક એક જગ્યા પર લોકો આગળ વધે તો આપણે વિચારમાં પડીએ છીએ કે ભઈ આપણે ત્યાં ક્યાં ક્યારે પહોંચીશું. દુનિયા આટલી ઝડપથી જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે બદલી રહી છે. કોઈ મહાપુરુષ, સંત, મહાત્માના આશીર્વાદ મળી જશે અને દેશ મહાન થઈ જશે. સંત પણ એવું નથી માનતા, સંત પણ માને છે કે નોલેજ રિસોર્સ સેન્ટર બનવું જોઈએ.
નવા ઇનોવેશન્સ હોવા જોઈએ. પાછળા દિવસોમાં તમને ખબર હશે પેરિસમાં દુનિયાના બધા દેશોના લોકો ભેગા થયા હતા. એક મોટો વિશ્વનો કુંભ મેળો લાગ્યો હતો અને એ બધા બ્રહ્માંડની ચર્ચા કરવામાં લાગ્યા હતા. ગ્લોબલ વોર્મિંગ માટે, ગ્લોબલ વોર્મિંગથી કેવી રીતે માનવ જાતને બચાવી શકાય, વિશ્વને બચાવી શકાય, પૃથ્વીને બચાવી શકાય, એની ચિંતા થઈ રહી હતી. પરંતુ ત્યાં બે વાતો થઈ. એક ભારત, અમેરિકા, ફ્રાંસ, એની પહેલો હતી, ઇનોવેશન્સ પર જોર આપવા માટે યોજના બને અને આ સંકટનો સામનો કરવો પડશે. તો નવું અનુસંધાન કરવું પડશે. ઇનોવેશન્સ કરવું પડશે અને એ માટે એક સામૂહિક રૂપથી પ્રયાસ કરવાની આવશ્યકતા છે અને બીજો નિર્ણય થયો. જે દેશ જ્યાં 300 દિવસથી વધૂ સૂર્ય પ્રકાશ ઉપલબ્ધ થાય છે, એવા દેશો એકસાથે આવે. વિશ્વમાં લગભગ 122 દેશો એવા છે કે જ્યાં સોલર રેડીએશન વધુ માત્રામાં છે અને એનાથી ભારતના પ્રયાસોથી, ભારતના નેતૃત્વમાં દુનિયાના 122 દેશ જ્યાં 300 દિવસથી વધુ સૂર્ય પ્રકાશ રહે છે ભેગા આવે અને સૂર્યશક્તિને માનવ જાતમાં કેવી રીતે ઉપયોગ હોય, એના પર એક સંગઠનનું નિર્માણ કર્યું છે.
આ વસ્તુઓનો આવનારા વર્ષો સુધી પ્રભાવ રહેવાનો છે. એના મૂળમાં જ્ઞાન છે, વિજ્ઞાન છે, ટેકનોલોજી છે, ઈનોવેશન છે અને ત્યાં જ, ત્યાં જ બદલાવ આવ્યો છે અને બદલાવને લાવવાની દિશામાં એક ઉત્તમ પગલું છે. અને હું માનું છું કે શતાબ્દિ સમારોહ સુધી પૂજ્ય સ્વામીજીને ઉત્તમથી ઉત્તમ શ્રદ્ધાંજલિ, આ એક ઉત્તમ પગલા દ્વારા અપાઈ રહી છે અને એના માટે તમે સૌ અભિનંદનને પાત્ર છો, શુભેચ્છાને પાત્ર છો.
ભારત સરકારની તરફથી આ ઉત્તમ પ્રયાસો માટે હંમેશા-હંમેશા માટે ખભેથી ખભે મેળવીને દેશ દિલ્લીમાં બેઠેલી સરકાર આપની સાથે ચાલશે અને નવા ઈનોવેશન્સ સમાજ-જીવનના કાર્યમાં આવે, જ્ઞાનના ભંડાર, માનવ જાતના કલ્યાણનું કારણ બને, એ દિશામાં અમે પ્રયત્ન કરતા રહીએ.
આજે જ્યારે હું આ પવિત્ર કાર્યક્રમમાં આવ્યો છું, હું દેશના જવાનોનું ગર્વ કરવા માગું છું, દેશની સુરક્ષા બળોનું ગર્વ કરવા માંગું છું. તેમનું અભિનંદન કરવા માંગુ છું. જ્યારે યુદ્ધ થાય છે તો દુશ્મન દેશ, પોતાની સામેવાળા દશના સૈન્ય શક્તિ પર ઘાત કરવાનો પ્રયાસ કરે છે. આજે માનવતાના દુશ્મોને જે ભારતીય પ્રગતિને જોવાની તેમની પરેશાની થઈ રહી છે, એવા તત્વોને એવી તાકતોએ પઠાનકોટમાં હિન્દુસ્તાનના સૈન્ય શક્તિના અંગ એરબેઝ આપવાનો પ્રયત્ન કર્યો છે. હું દેશના સુરક્ષા દળોને ધન્યવાદ આપું છું કે દુશ્મનોને તેમના ઈરાદાઓને તેમણે રાખમાં મેળવી દીધા. તેમને સફળ ન થવા દીધા અને જે જવાનો શહીદ થયા છે, તેમની શહાદતને હું નમન કરું છું, અને દેશવાસિઓને હું વિશ્વાસ અપાવું છું કે આપણા સુરક્ષા દળોમાં એ સામર્થ્ય છે કે દુશ્મનોના કોઈ પણ નાપાક ઈરાદાઓને ઉઠતા જ તેને ખત્મ કરવાની તાકાત રાખે છે અને દેશની સુરક્ષા પ્રદાન કરે છે. એ જાબાંજ જવાનોને અભિનંદન આપું છું, અને સુરક્ષા દળોને અભિનંદન આપું છું અને આવા સમયે રાષ્ટના આત્મવિશ્વાસ, રાષ્ટ્રનું ધૈર્ય અને રાષ્ટ્રીય એકતા એક સ્વરમાં રાષ્ટ્ર જ્યારે બોલે છે તો દુશ્મનના ઘરો નષ્ટ થઈ જાય છે. એ સંકલ્પ લઈને આગળ વધે. એવી જ એક અપેક્ષાની સાથે ખૂબ-ખૂબ ધન્યવાદ આપને. પૂજ્ય સ્વામીજીના ચરણોમાં પ્રણામ કરું છું અને આ નોલેજ રિસોર્સ સેન્ટર 21મી સદીમાં આપણને નવી તાકાત આપે, એજ અપેક્ષાની સાથે ખૂબ-ખૂબ ધન્યવાદ.
AP/J.Khunt/GP
At a programme in Karnataka, PM pays tributes to Guru Basaveshwara. Watch. https://t.co/HOZNzpkH73
— PMO India (@PMOIndia) January 2, 2016
Rishis, Saints, Seers, Mutts..they have done so much for society. Sadly, some people have only believed in criticising: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2016
These saints, seers...they overcame so much opposition and ensured evils were removed from society: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2016
Whenever the need came, a new strength always emerged from our society: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2016
You are undertaking the effort of educating so many children. This will increase the strength of society: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2016
The 21st century is the century of knowledge. The one with more knowledge and information will influence the world: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2016
It is the saints who have understood what the 21st century is about & that is why this knowledge centre is starting: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2016
Proud of our Jawans and security forces: PM @narendramodi in Mysuru
— PMO India (@PMOIndia) January 2, 2016
Enemies of humanity who can't see India progress, such elements attacked in Pathankot but our security forces did not let them succeed: PM
— PMO India (@PMOIndia) January 2, 2016
Saints, Seers, Rishis & Mutts have always enriched our society & contribute immensely to nation building. https://t.co/vFuQ4Y02yc
— Narendra Modi (@narendramodi) January 2, 2016
In Pathankot today, our security forces once again demonstrated their valour. I salute their sacrifice.
https://t.co/jqcIYiflzE
— Narendra Modi (@narendramodi) January 2, 2016