Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીને નોર્વેના સર્વોચ્ચ સન્માન “ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઑફ મેરિટ”થી સન્માનિત કરાયા 

પ્રધાનમંત્રીને નોર્વેના સર્વોચ્ચ સન્માન “ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઑફ મેરિટ”થી સન્માનિત કરાયા 


ઓસ્લોમાં આયોજિત એક વિશેષ સમારોહમાં, નોર્વેના હિઝ મેજેસ્ટી કિંગ હેરાલ્ડ V એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજીયન ઓર્ડર ઓફ મેરિટ’ એનાયત કર્યો હતો. આ એવોર્ડ વિદેશી સરકારના વડાઓને આપવામાં આવતું નોર્વેનું સર્વોચ્ચ સન્માન છે, અને તે નોર્વે અને માનવજાતના હિતમાં ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ એનાયત કરવામાં આવે છે.

આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રી મોદીએ આ સન્માન બદલ હિઝ મેજેસ્ટી કિંગ હેરાલ્ડ V અને નોર્વેના લોકો પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે આ એવોર્ડ ભારત અને નોર્વે વચ્ચેની ઐતિહાસિક મિત્રતાને સમર્પિત કર્યો હતો, અને તેને ભારતના લોકો અને નોર્વેના લોકો વચ્ચે વહેંચાયેલી કાયમી ઉષ્મા, વિશ્વાસ અને સ્નેહની શ્રદ્ધાંજલિ ગણાવી હતી.

આ સન્માન ભારત અને નોર્વે વચ્ચે અસ્તિત્વમાં રહેલા સદ્ભાવનાના ઊંડા સંબંધોના પ્રતીક તરીકે ઊભું છે, અને ભવિષ્યમાં તેમની મિત્રતા અને સહયોગની સફરને માર્ગદર્શન આપશે.

IJ/BS/JD