Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીને વિશ્વનાં નેતાઓ પાસેથી સતત અભિનંદનનાં સંદેશાઓ મળી રહ્યાં છે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે પણ દુનિયાભરનાં નેતાઓનાં અભિનંદનનાં સંદેશાઓ મળવાનું ચાલુ રહ્યું હતુ. તેમાં શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ મહામહિમ મૈત્રીપાલા સિરિસેના, સાઉદી અરેબિયાનાં સુલતાન મહામહિમ સલમાન બિન અબ્દુલઝિઝ અલ સૌદ, અમેરિકાનાં રાષ્ટ્રપતિ મહામહિમ ડોનાલ્ડ ટ્રમ્પ અને નેપાળનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મહામહિમ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’નો ટેલિફોન સામેલ છે.

પ્રધાનમંત્રીને અભિનંદન આપતા શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ સિરિસેનાએ જણાવ્યું હતું કે, બંને પડોશી દેશો વચ્ચે સંબંધો ગાઢ થઈ રહ્યાં છે અને તેઓ બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સંબંધોને ગાઢ બનાવવા ઇચ્છે છે. પ્રધાનમંત્રીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો તથા તેમણે બંને દેશો તથા સંપૂર્ણ વિસ્તારનાં લોકોનાં લાભ માટે વધારે ગાઢપણે કામ કરવાની તૈયારી દાખવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારતની જનતાની પ્રગતિ અને સમૃદ્ધિ માટે સાઉદી અરેબિયાનાં સુલતાનના અભિનંદન અને શુભેચ્છાનો આભાર માનીને પ્રધાનમંત્રીએ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવા તેમનાં માર્ગદર્શન બદલ પ્રશંસા કરી હતી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતમાં લોકસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ વિજય મેળવવા માટે પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યાં હતા. બંને નેતાઓ જાપાનનાં ઓસાકામાં જી-20ની શિખર સંમેલનની આગામી બેઠકમાં મળવા સંમત થયાં હતાં, જેમાં બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા કરશે. તેમણે બંને દેશો વચ્ચે ગાઢ અને વ્યૂહાત્મક સંબંધને વધારે મજબૂત કરવા સંયુક્તપણે કામ કરવાની સંમતિ પણ આપી હતી.

RP