Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીનો આઈઆરએનએસએસ-1જીના સફળ પ્રક્ષેપણ બાદ આપેલા નિવેદનનો મૂળપાઠ

પ્રધાનમંત્રીનો આઈઆરએનએસએસ-1જીના સફળ પ્રક્ષેપણ બાદ આપેલા નિવેદનનો મૂળપાઠ


હું સૌથી પહેલા ઈસરોના બધા વૈજ્ઞાનિકોને અને ઈસરોની આખી ટીમને હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, તેમને અભિનંદન આપું છું. હું સવા સો કરોડ દેશવાસીઓને પણ આ નવા નજરાણા માટે અનેક અનેક શુભકામનાઓ આપું છું. સ્પેસ સાયન્સમાં ભારતના વૈજ્ઞાનિકોએ અવિરથ પુરુષાર્થ કરીને અનેક સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે અને આજે દેશ એ અનુભવી રહ્યો છે. સ્પેસ સાયન્સના માધ્યમથી સામાન્ય માનવીના જીવનમાં પણ કેટલાક બદલાવ લાવી શકાય છે. ટેકનોલોજી મનુષ્યના જીવનમાં પણ કેવા પ્રકારથી ઉપકારક હોઈ શકે છે અને ભારતના સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં પદાર્પણ ભારતના સામાન્ય માનવની જિંદગીમાં પણ બદલાવ માટે, વ્યવસ્થામાં સુધાર માટે, સુગમતા માટે એક ખૂબ મોટી ભૂમિકા અદા કરી રહ્યું છે.

આજે નેવિગેશનના ક્ષેત્રમાં ભારતે પોતાનું 7મું સેટેલાઈટ લૉન્ચ કર્યું. સાતે સેટેલાઈટ, એક પછી એક સફળતાપૂર્વક લૉન્ચ કર્યા. અને આ સિદ્ધિના કારણે આજે ભારત દુનિયાના એ પાંચ દેશોમાં આજે ગર્વની સાથે ઉભું થઈ ગયું છે જેમાં તેની પોતાની જીપીએસ સિસ્ટમ, તેમની પોતાની નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ નિર્મિત થઈ ગઈ. આજ સુધી આપણે જીપીએસ સિસ્ટમ માટે અન્ય દેશોની વ્યવસ્થાઓ પર નિર્ભર હતા. આજે આપણે આત્મનિર્ભર બન્યા છીએ. આપણા રસ્તા આપણે નક્કી કરીશું. કેવી રીતે જવું, ક્યાં જવું, કેવી રીતે પહોંચવું, આ આપણી પોતાની ટેકનોલોજીના માધ્યમથી થશે.

અને એટલે જ ભારતના વૈજ્ઞાનિકોને આજે 124 કરોડ દેશવાસીઓને એક અનમોલ ભેટ આપી છે. આપણે જાણીએ છીએ કે આજે આ યુગમાં જીપીએસ સિસ્ટમનો ખૂબ મોટો રોલ થઈ ગયો છે. આપણો એક માછીમાર પણ આ વ્યવસ્થા અંતર્ગત માછલીની સંખ્યા ક્યાં વધુ છે, માછલીને પકડવા માટે ક્યાં જવું જોઈએ, સૌથી ટૂંકો રસ્તો કયો હોવો જોઈએ હવે ભારતીય સેટેલાઈટના માર્ગદર્શનમાં કાર્ય કરી શકશે. આકાશથી એને રસ્તો દેખાડાશે. લક્ષ્યનું ચોક્ક્સ સરનામું નક્કી કરાશે. હવે આપણા વિમાનોને કદાચ લેન્ડ કરવું છે તો ખૂબ સરળતાથી, સતર્કતાની સાથે આપણી ભારતીય વ્યવસ્થાથી તેઓ કરી શકશે. ક્યાંક કોઈ આપત્તિ આવી ગઈ હોય, ખૂબ મોટી પ્રાકૃતિક આપત્તિ આવી ગઈ હોય, એ સ્થિતિમાં કેવી રીતે મદદ પહોંચાડવી છે, ક્યાં પહોંચાડવી છે. ચોક્કસ સ્થાન કયું હશે. આ બધી વ્યવસ્થાઓ આ ભારતીય ઉપગ્રહ દ્વારા જે નવી વ્યવસ્થા વિકસીત થઈ છે, તેના કારણે લાભ મળવાના છે. આની ક્ષમતા એટલી છે કે કાશ્મીર થી કન્યાકુમારી, કચ્છ થી કામરૂપ સુધી તે ભારતના દરેક ખૂણામાં તો સેવા આપશે પરંતુ આ ઉપરાંત 1500 વર્ગ કિલોમીટર વિસ્તારમાં પણ કદાચ કોઈ સેવાઓ લેવા ઈચ્છતું હોય તો પણ તેને સેવાઓ ઉપલબ્ધ થશે. કહેવાનો મતલબ એ છે કે આપણા પાડોશે જે સાર્ક દેશ આપણી સાથે જોડાયેલા છે તેઓ પણ કદાચ ભારતની આ સેવાનો ઉપયોગ કરવા ઈચ્છે છે, કેમ કે આજે તે પણ દુનિયાના કોઈના કોઈ દેશની સેવાઓ લઈ પોતાનું કામ ચલાવે છે. હવે ભારત પણ, કદાચ તેઓ ઈચ્છે તો આ સેવા તેમને પણ ઉપલબ્ધ કરાવી શકીએ છીએ.

એક પ્રકારથી સદિઓ પહેલા આપણા નાવિક સમૂદ્રમાં કૂદી પડતા હતા, તારાઓના સહારે, ચંદ્ર અને સૂર્યની ગતિના સહારે તેઓ પોતાનો માર્ગ નક્કી કરતા હતા અને લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરતા હતા. સદીઓથી આપણા નાવિક અજ્ઞાત સ્થળ પર પહોંચતા હતા અને તેમનો સહારો હતા આકાશના તારાઓ, ચંદ્ર અને સૂર્યની ગતિના આધારે તેઓ પોતાનો માર્ગ નક્કી કરતા હતા. હવે વિજ્ઞાનની મદદથી આપણે આ સેટેલાઈટ અને ટેકનોલોજીના માધ્યમથી આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ. ભારતના માછીમારો, ભારતના નાવિક સમુદ્રમાં સાહસની સાથે ચાલનારી આપણી સદિઓ જૂની આપણી પરંપરા, એને એક અજાણી જગ્યા પર જવાના માર્ગ સાહસે શીખવ્યો છે અને એટલે જ હજારો વર્ષથી માછીમારોએ જે સાહસ દેખાડ્યું છે, નાવિકોએ જે અદમ્ય સાહસથી દુનિયામાં પહોંચવાનો પ્રયાસ કર્યો છે અને એટલે જ આ આખી નવી ટેકનોલોજીના માધ્યમથી મળનારી સેવાઓનો આજે આપણે નક્કી કર્યું છે કે આ આખી વ્યવસ્થા, આપણી આ જીપીએસ સિસ્ટમ “નાવિક” નામથી ઓળખાશે.

આ વ્યવસ્થામાં હું દેશા કરોડો – કરોડો માછીમારોની સદીઓ જૂની પરંપરાઓને આદર્શ માનતા દેશના ગરીબમાં ગરીબ માછીમારોને આ આખી વ્યવસ્થા સમર્પિત કરવાના ઈરાદાથી આજે આ ‘નાવિક’” નામથી વિશ્વ ઓળખે અને ‘નાવિક’ નામથી આજે આ સેવા ઉપલબ્ધ થશે. આ આપણા પોતાનો નાવિક હશે. આપણા મોબાઈલ ફોનમાં આપણા નાવિક હશે. જે નાવિક આપણને, આપણે ક્યાં છીએ, તેની જાણકારી આપી શકે છે, ક્યાં જવું છે, તેનો રસ્તો દેખાડી શકે છે અને ક્યાં પહોંચવું છે, તેનો પણ આપણને એ નાવિક રસ્તો દેખાડશે. અને જ્યારે હું નાવિકની વાત કરી રહ્યો છું તો, ટેકનોલોજીની ભાષામાં મારે કહેવું છે તો હું કહીશ કે નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ જે નેવિગેશનની સાથે ભારતીય નક્ષત્ર, નાવિક (NAVIC) આ રૂપમાં આજે આપની સામે સમર્પિત કરું છું.

સવા સો કરોડ દેશવાસીઓને આજે એક નવો નાવિક મળી ગયો, નાવિક જે આપણને આપણા માર્ગો નક્કી કરવા માટે, આપણા સ્થળ નક્કી કરવા માટે આપણી હયાતીનો અહેસાસ કરાવવા માટે કામ આવશે. આ આસમાની વ્યવસ્થાઓ માટે કામ આવશે, આ જમીની વ્યવસ્થાઓ માટે કામ આવશે, આ જળની વ્યવસ્થાઓ માટે પણ કામ આવશે. આપણી વહાણવટા વ્યવસ્થઆઓને ભારતની આ સેવા ઘણી સતર્કતા સાથે ઉપલબ્ધ થશે.

આપણી રેલવે, આજે આપણે આપણી રેલવે ક્યારે ક્યાં છે તેને જાણવા માટે જીપીએસનો ઉપયોગ કરવો પડે છે. હવે આપણે કોઈ ક્રોસિંગથી રેલવે ક્યાં પસાર થઈ, કેટલા સિગ્નલથી ક્યાં દૂર છે, ક્યાંક રેલવેની ચાલૂ ટ્રેનમાં કોઈ સિગ્નલ આપવું છે, માહિતી આપવી છે તો આ નાવિકના સહારે આપણે આપી શકીએ છીએ. આપણે ગાડીથી જઈ રહ્યા છીએ, સ્કૂટરથી જઈ રહ્યા છીએ, આપણા હાથમાં મોબાઈલ ફોન છે, આપણે નાવિકના સહારે નક્કી કરી શકીએ છીએ, કેટલું પહોચીએ, ક્યાં પહોંચવું છે, ક્યાં ઉભા છીએ, એક પ્રકારથી જન સામાન્યની આવશ્યકતાઓની પૂર્તિનું કાર્ય હવે આપણા વૈજ્ઞાનિકોએ મેક ઈન ઈન્ડિયા, મેડ ઈન ઈન્ડિયા, મેડ ફોર ઈન્ડિયાના આપણા સપનાને સાકાર કર્યા છે. હું આજે આ શુભ અવસર પર સવા સો કરોડ દેશવાસીઓને આપણો નાવિક આપતા અત્યંત આનંદ અને ગર્વ અનુભવ કરી રહ્યો છું. અને હું દેશના વૈજ્ઞાનિકોને ફરી એક વખત કોટિ કોટિ શુભેચ્છા આપું છું. ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને મને વિશ્વાસ છે કે આપણા સ્પેસના વૈજ્ઞાનિકો વધુ નવા પરાક્રમ દેખાડશે અને નવી ખોજ દેખાડશે અને ભારતનું નામ આસામાનની એ ક્ષિતિજોને પાર કરતા વિશ્વમાં લહેરાશે આપણો ઝંડો, એજ અપેક્ષાની સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભેચ્છા.

ખૂબ ખૂબ ધન્યવાદ.

AP/J.Khunt/GP