પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કેનેડાના લિબરલ પાર્ટીના નેતા જસ્ટિન ટ્રૂડૂને સામાન્ય ચૂંટણીમાં વિજય મેળવવા બદલ પત્ર લખ્યો છે. પ્રધાનમંત્રીના આ પત્રનો મૂળ સાર આ પ્રમાણે છેઃ
સરકાર અને ભારતના લોકો તરફથી સામાન્ય ચૂંટણીમાં કેનેડાની લિબરલ પાર્ટીના વિજયી થવા બદલ આપને હાર્દિક શુભકામના પાઠવતા મને પ્રસન્નતા થઇ રહી છે.
આપના નેતૃત્વમાં એક વિઝન, ઉત્સાહ અને ઊર્જા ભરેલી છે જે નિઃસંદેહ દેશ અને વિદેશમાં કેનેડાની સફળતાને મજબૂતી પ્રદાન કરશે. અનેક વૈશ્વિક પડકારોવાળા હાલના સમયમાં તમારું નેતૃત્વ વિશ્વ માટે ખૂબ મહત્વપૂર્ણ બની રહેવાનું છે.
આપના મહાન દેશની યાત્રા દરમ્યાન એપ્રિલમાં આપની સાથે થયેલી મુલાકાત મને ખૂબ સારી રીતે યાદગાર રહી છે. હું વિશેષ રૂપથી આપણા બહુપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા, લોકતંત્રના એક સમાન માળખા, બહુલવાદ, કાયદાકીય શાસનનું સમર્થન કરવાવાળા અને લોકો વચ્ચે સંબંધને પ્રગાઢ બનાવવાની આપણી ઇચ્છાથી ખૂબ પ્રભાવિત થયો હતો.
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં પાછલા વર્ષોમાં નોંધનીય પ્રગતિ થઇ છે અને મારી યાત્રા દરમ્યાન આ રણનીતિક ભાગીદારીના સ્તર સુધી પહોંચી હતી. ભારતના સામાજીક-આર્થિક પરિવર્તનમાં કેનેડા મહત્વપૂર્ણ અને વિશ્વાસપાત્ર ભાગીદાર બનીને સામે આવ્યું છે. આપણી ભાગીદારી ફક્ત અનેક ક્ષેત્રોમાં પારસ્પરિક લાભની દ્વિપક્ષિય સહયોગની અનેકગણી સંભાવના રહેલી છે ઉપરાંત આ અધિક શાંતપૂર્ણ, સમૃદ્ધ અને ટકાઉ વિશ્વની દિશામાં પણ સહાયતા કરી શકે તેમ છે. હું આવનારા વર્ષોમાં બન્ને દેશો વચ્ચેના સંબંધોને અધિક વિસ્તારિત અને પ્રગાઢ બનાવવા માટે તમારી સાથે ઘનિષ્ટતાપૂર્વક કામ કરવાની આશા રાખું છું.
હું આ અવસરે ફરી એકવખત તમને તમારા પરિવારને ભારતની સત્તાવાર યાત્રાએ આવવા માટે આમંત્રણ પાઠવું છું. હું નવી દિલ્હીમાં તમારું સ્વાગત કરવા માટે રાહ જોઇશ.
AP/GP