Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીનો મુંબઈમાં જૈન આચાર્ય રત્નસુંદરસુરીસ્વરજી મહારાજ દ્વારા લિખિત ‘મારું ભારત સારું ભારત’ શિર્ષકવાળા પુસ્તકનું વીડિયો કોન્ફરન્સ મારફતે અપાયેલ સંબોધનનો મૂળપાઠ

પ્રધાનમંત્રીનો મુંબઈમાં જૈન આચાર્ય રત્નસુંદરસુરીસ્વરજી મહારાજ દ્વારા લિખિત ‘મારું ભારત સારું ભારત’ શિર્ષકવાળા પુસ્તકનું વીડિયો કોન્ફરન્સ મારફતે અપાયેલ સંબોધનનો મૂળપાઠ


અહીં ઉપસ્થિત સર્વ આચાર્ય ભગવંત, સર્વ સાધ્વી મહારાજ સાહિબ, બધા શ્રાવતજન,

કેટલાક સમય પહેલા મેં પ્રયત્ન કર્યો હતો કે મારી વાત તમારા સુધી પહોંચે. પરંતુ કદાચ ટેકનોલોજીની કેટલીક સીમાઓ હતી. વચ્ચે વ્યવધાન આવી ગયું અને જેવી રીતે દૂરદર્શન વાળા કહે છે, હું પણ કહું છું, રૂકાવટ માટે ખેદ છે. હું જ્યારે પુસ્તકોનું લોકાર્પણ કરી રહ્યો હતો. ત્યાં સુધી તો કદાચ તમે મને જોઈ શકતા હતા. સૌથી પહેલા મારે તમારી બાધાની માંફી માંગવી છે, કેમ કે હું ત્યાં ખુદ હાજર નથી રહી શક્યો, પરંતુ આ મારા માટે એક ખૂભ સૌભાગ્યનો વિષય હોત કે બધા આચાર્ય ભગવંતોના ચરણોમાં બેસવાનો મારા માટે આજે શક્ય થયું હોત. પરંતુ કદાચ ક્યારેક સમયની એવી સીમાઓ રહે છે. કેટલીક જવાબદારીઓ પણ એવી રહેતી હોય છે કે કેટલાક કામો અત્યંત મહત્વપૂર્ણ હોવા ઉપરાંત પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું. હું ભલે ભૌગોલિક દ્રષ્ટિથી આપ સૌથી ઘણો દૂર બેઠો છું. પરંતુ હૃદયથી હું પૂર્ણ રીતે આપની સાથે છું અને આચાર્ય ભગવંતના ચરણોમાં છું.

આજે મને અહીં 300માં ગ્રંથનો લોકાર્પણનો અવસર મળ્યો. પરંતુ ક્યાંક લખાયું હતું કે આ સાહિત્યની રચનાઓ છે. મારો તેમાં થોડો મતભેદ છે, આ સાહિત્યની રચનાઓ નથી. એક સંતની આ તપસ્યા, આત્માનુભૂતિ, દિવ્યતાનો સાક્ષાત્કાર અને એના પરથી ગંગાની જેમ પવિત્ર જે મનોભાવ છે એને શબ્દ-દેહ મળેલો છે. અને એટલે જ એક પ્રકારથી આ એ રચના નથી, જે સાહિત્યકારોની તપસ્યાનું પરિણામ હોય છે, એક આ વાણીનો સંપુટ છે, જેમાં સમાજની સાક્ષાત્કારથી નિકળેલી પીડાઓ, સંભાવનાઓનો અને સમાજ જીવનના કેટલાક દિવસોની અદમ્ય ઈચ્છા શક્તિનું આ પરિણામ છે.

50 વર્ષ મુનીની જેમ એક અવિરત ભ્રમણ અને સામાન્ય રૂપથી પૂજ્ય મહારાજ સાહેબને સાંભળવા માટે હજારો લોકોની ભીડ લાગતી હતી. એમના એક-એક શબ્દને સાંભળવા માટે અમારા જેવા બધા લોકો ઉત્સાહિત રહેતા હતા. પરંતુ એ પણ વિશેષતા છે કે તેઓ એક ઉત્તમ શ્રોતા પણ છે. શ્રાવકોની સાથે વાત કરવી, યાત્રા દરમિયાન નાના-નાના લોકોથી વાતો સાંભળવી, એક પ્રકારથી આખા હિન્દુસ્તાનના જીવનને પોતાની આ યાત્રા દરમિયાન પોતાના અંદર સમાવી લેવાનો તેમણે એક અવિરત પ્રયાસ કર્યો છે. અને આ પરિણામ છે કે ઉત્તમ એક દિવ્યતાનો અંશ આપણે સૌને પ્રાપ્ત થયો છે.

સામાન્ય રૂપથી સંતો મહંતો માટે, આચાર્ય ભગંવતો માટે ધાર્મિક પરંપરાઓની વાતો કરવી, ઈશ્વરના સાક્ષાત્કારની વાતો કરવી સમય સમૂહોને સારું લાગે છે, પરંતૂ પૂજ્ય મહારાજ સાહેબે આથી હટીને માત્ર પોતાના શ્રાવકોને પસંદ આવે, પોતાના ભક્તજનોને પસંદ આવે એવી જ વાતોની જગ્યાએ, તેમણે સમાજની જે ખામીઓ છે, વ્યક્તિના જીવનમાં જે દોષ છે, પારિવારિક જીવનની સામે જે ઉભા છે, તેની સામે આક્રોશ વ્યક્ત કરતા રહ્યા છે. ક્યારેક-ક્યારેક તેમની વાણીમાં ચાંદનીની શીતળતાનો અનુભવ થાય છે. તો ક્યારેક-ક્યારેક તેજાબનો અનુભવ થાય છે. તેમના શબ્દોની તાકાત, ક્યારેક આપણને દુવિધાપૂર્ણ મન હોય, નિરાશા ઉપજાવેલી હોય તો એક શીતળતાનો અનુભવ કરાવે છે. પરંતુ ક્યારેક-ક્યારેક સમાજમાં એવી ઘટનાઓ ઘટી જાય છે, એક સંતનું મન વિચલિત થઈ જાય છે. આક્રોશમાં ઉઠે છે, અંદર જ્વાળા ધબકે છે અને વાણીના રૂપમાં તે વહેવા લાગે છે અને સમાજને જગાડવા માટે તેઓ પોતાની જાતને આંદોલિત કરી દે છે. આ મેં અનુભવ કર્યો છે, અને એટલે જેટલી તેમણે સામ્પ્રદાયિક પરંપરાઓની સેવા કરી છે, તેનાથી વધારે સમાજમાં સુધારની અનુભતિ કરાવી છે. અને એનાથી પણ વધારે તેમણે સમાજને આ વાત માટે પ્રેરિત કર્યા કે દરેક ધર્મથી ઉપર કદાચ કોઈ ધર્મ છે તો તે રાષ્ટ્ર ધર્મ છે. તે સદંતર છે રાષ્ટ્ર ધર્મ જગાડવો, રાષ્ટ્રની ભાવના જગાવવા આ કરતા રહ્યા છે. અને ક્યારેય પણ તેના પ્રત્યે આસ્થામાં ઉણપ નથી આવી. આપણે ગર્વની સાથે કહી શકીએ છીએ કે હિન્દુસ્તાનની પાસે એવી મહાન પરંપરા છે, એવા માહન સંત-મુનિ છે, ઋષિ-મુનિ છે જેમણે પોતાની તપસ્યા, પોતાના જ્ઞાનનો ઉપયોગ રાષ્ટ્રના ભાગ્યને બદલવા માટે, રાષ્ટ્રનું ભાવિ નિર્માણ કરવા માટે પોતાની જાતને ખપાવી છે.

આપણે એ લોકો છે, જેને કદાચ દુનિયા જે રૂપમાં સમજવી જોઈએ, હજુ સુધી સમજી નથી શકી. ભારત એક એવો દેશ છે, જેણે વિશ્વને કોઈપણ સામ્પ્રદાયિકમાં બાંધવાનો પ્રયાસ નથી કર્યો. ભારતે વિશ્વને ન સામ્પ્રદાય આપ્યો છે, ન સામ્પ્રદાયિકતા આપી છે, આપણા ઋષિઓને, મુનિઓને, પરંપરાઓને વિશ્વને સામ્પ્રદાયિકતા નહી, આધ્યાત્મિકતા આપી છે. ક્યારેક-ક્યારેક સાંપ્રદાય સમસ્યાઓનું સર્જક બની જાય છે, આધ્યાત્મ સમસ્યાઓનું સમાધાન બની જાય છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામ હંમેશ કહેતા હતા કે સમસ્યાઓનું સમાધાન કરવા માટે માનવજાતનું આધ્યાત્મિકરણ થવું જોઈએ, સ્પીરીટ્યૂલાઝમ થવું જોઈએ. જે રાષ્ટ્ર ધર્મના આલેખ પૂજ્ય મહારાજ સાહેબના અવિરત રૂપથી જાગી છે, તે આલેખ એ વાતની ઓળખ કરાવે છે.

300 ગ્રંથ આ નાની વાત નથી. ઘણાં વિષય વ્યક્તિથી લઈને પરિવાર, પરિવારથી લઈને સમાજ, સમાજથી લઈને રાજ્ય, રાજ્યથી લઈને રાષ્ટ્ર, રાષ્ટ્રથી લઈને પૂરી સમષ્ટિ, આખા બ્રાહ્મણ કોઈ વિષય એવો નથી કે, જેના પર મહારાજ સાહેબે પોતાના વિચારો ન રાખ્યા હોય, તેમણે લખવાનું પ્રારંભ કર્યું, ત્યાંથી લઈને આજે જોઈએ તો લાગે છે કે કદાચ મહીનામાં.. દર મહિને કદાચ તેમનું એક પુસ્તક નીકળશે, ત્યારે જઈને આજે 300 પુસ્તકો થયા છે. આ ખૂબ મોટી સમાજને ભેટ છે.

સમાજમાં સમાન્યરૂપથી સાહિત્યની રચનાઓ જે હોય છે, તે સમાજને જાણવા – સમજવા માટે, સમસ્યાઓને જાણવા-સમજવા માટે કામ આવે છે. પરંતુ મહારાજ સાહેબે આપણને જે આપ્યું છે, તે આપણને જીવવાની રીત પણ શીખવે છે, પરિવારમાં મુશ્કેલી હોય તો મહારાજ સાહેબનું પુસ્તક હાથે લાગી જાય તો, પરિવારને મુશ્કેલીથી બહાર નિકળવાનો રસ્તો પરિવારના લોકો શોધવા માડે છે. છોકરો ઘરમાં કેટલાક ખોટા રસ્તે ચાલવા માડે, માં-બાપ માટે કેટલીક અલગ રીતે વિચારવા લાગ્યો હોય અને ક્યાંક મહારાજ સાહેબનું એક વાક્ય વાંચવા મળી ગયું તો તેણે પોતાના જીવનની દિશા બદલી નાખી હોય અને ફરીથી માં-બાપની પાસે જઈને સમર્પિત થઈ ગયા હોય. ખૂબ ઘણા પૈસા કમાયા હોય, પરંતુ મહારાજ સાહેબની એક વાત સાંભળી હોય તો તેમનું મન બદલી જાય છે અને એને લાગે છે કે હું હવે આગળ જતા પૈસા સમાજ સેવામાં સમર્પિત કરીશ. કોઈને કોઈ સમાજ સેવાનું કાર્ય કરીશ, કોઈપણ દુઃખિયાઓની મદદ કરવાનો પ્રયાસ કરીશ. આ એક પ્રકારની સમાજિક ક્રાંતિનો પ્રયાસ છે અને આ પ્રયાસ આવનારા દિવસોમાં આપણે સૌને પ્રેરણા આપતો રહેશે.
હું આજે આચાર્ય ભગવંત, રત્નસુંદરસુરિશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં પ્રણામ કરું છું. જે ગુરુજનોની સાથે બેસીને એક સાચા શિષ્યના રૂપમાં પોતાના જીવનને તેમણે ઢાળ્યું, તે ઉત્તમ ગુરુ-શિષ્ય પરંપરાનું પણ ઉદાહરણ છે. હવે ખુદ ગુરુ પણ પદ પર બેઠા પછી ઉત્તમ શિષ્ય પરંપરાને આગળ વધારવાનું કાર્ય કરીને તેમણે એ પણ પોતાની ભૂમિકા નિભાવી છે. મારું સૌભાગ્ય રહ્યું છે કે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો, તેમના વિચારોને સાંભળવાનો, તેમના અભિપ્રાયોને સમજવાનો. આજે મારું સૌભાગ્ય છે કે તેમના આ 300માં ગ્રંથનું લોકાર્પણનો મને અવસર મળ્યો છે અને એ પણ ભારત ભક્તિનો જ એમનો એક પ્રયાસ છે.

માં ભારતી માટે આપણે કેવી રીતે કંઈક કરીએ. આપણો દેશ ગરીબીથી મુક્ત કેવી રીતે થાય, સવા સો કરોડ દેસવાશી સ્વચ્છ ભારતના સ્વપ્નને કેવી રીતે પૂર્ણ કરે. 35 વર્ષ થી ઓછી ઉંમરના કરોડો-કરોડો લોકો, એવા આપણા યુવાનો ભારતના ભાગ્યને બદલવા માટે ખૂબ મોટી શક્તિ કેમ બને. આ સ્વપ્નોને સાકાર કરવા માટે આપણે સૌને એક અવિરત પ્રયાસ કરતા રહીએ.

હું આજે આ શુભ અવસર પર, આ ભવ્ય આયોજન માટે સમિતિને શુભેચ્છા આપું છું. પૂજ્ય મહારાજ સાહેબને પ્રણામ કરું છું અને ભગવાન મહાવીરના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવા આચાર્ય ભગવંતોને એવી આચાર્ય શક્તિ આપે, એવી દિવ્યતા આપે કે આવનારી સદીઓ સુધી માનવજાતિના કલ્યાણ માટે તેના રસ્તાઓ કામે આવે. હું ફરિ એકવાર આપ સૌને પ્રણામ કરું છું, પૂજ્ય મહારાજ સાહેબને પ્રણામ કરું છું, ખૂબ ખૂબ ધન્યવાદ.

UM/AP/J.KHUNT/GP