Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીશ્રીનું બાળકોને વીરતા પુરસ્કાર એનાયત પ્રસંગે સંબોધન

પ્રધાનમંત્રીશ્રીનું બાળકોને વીરતા પુરસ્કાર એનાયત પ્રસંગે સંબોધન

પ્રધાનમંત્રીશ્રીનું બાળકોને વીરતા પુરસ્કાર એનાયત પ્રસંગે સંબોધન

પ્રધાનમંત્રીશ્રીનું બાળકોને વીરતા પુરસ્કાર એનાયત પ્રસંગે સંબોધન


મંત્રીમંડળના મારા સાથી શ્રીમતી મેનકા જી..ગીતા જી અને આજે જે બહાદુર બાળકોને પુરસ્કાર મળી રહ્યો છે અને તેમના પરિવારજનો અને ઉપસ્થિત દરેક મહાનુભાવ હું આ દરેક બાળકોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના માતા – પિતાનું પણ ગૌરવ કરું છું. પરંતુ હું જોઇ રહ્યો છું કે મોટાભાગના પુરસ્કાર પાણી સાથે સંકળાયેલા છે અને કેટલાક છે તે વીજળી સાથે સંકળાયેલા છે. કદાચ આ એવી વાતો હશે કે જે ઝડપથી ધ્યાનમાં આવતી હશે.

ઘટનાનું એટલું મહત્વ નથી હોતું જેટલું એ સમયે એ પળે એ બાળકના મનમાં વિચાર કેવી રીતે આવ્યો હશે અને તેણે કેવી રીતે પગલું ભર્યું હશે. આપણે પણ જોતા હોઇશું કે આપણા જીવનમાં પણ અનેક ઘટનાઓ ઘટતી હશે પરંતુ એ સમયે આપણને ખ્યાલ નથી આવતો કે હાં એનું કદાચ આપ પણ હોઈ શકે છે. અને એટલા માટે પ્રેસેન્સ ઓફ માઇન્ડ અને તેના અનુરુપ એક્ટ તેનો જ પરિણામ હોય છે કે કોઇકનું સાહસ કોઇકને નવું જીવન આપે છે.

આ એ બાળકો છે જેમણે એ પ્રકારની બાબતોને કરી બતાવી છે. પરંતુ વ્યક્તિના જીવનમાં સાહસ એક સ્વભાવ બની રહેવો જોઇએ. જો સાહસ સ્વભાવ નથી બની શકતો. સાહસ ફક્ત એક ઘટના રહી જાય છે તો પછી સમાજ જીવનમાં જે પ્રકારના લોકોની જરુર હોય છે તેમની કમીનો અનુભવ જરુરથી થતો હોય છે. જે બાળકોએ આ બાબતો કરી છે. આપણને આજે લાગે છે કે યાર ઠીક છે કરી લીધું હશે. પરંતુ એ ઘટનાના સંબંધ અને એના પરિપેક્ષને જોશો તો જણાશે કે આ કેવી રીતે કર્યું હશે. જો તે સમયે તાર યાદ આવ્યો, તેને પ્લાસ્ટીકના સ્લીપર યાદ આવી ગયા, તેને કરંટ લાગે છે તો બચવું જોઇએ. બધી વસ્તુઓ બાબતો એક સાથે તેના મનમાં આવી ગઇ હશે. એ જ પોતાની રીતે એક ખૂબ મોટી વાત હોય છે. નહીં તો ઠીક છે કોઇ જોશે તો પ્રયાસ કરશે ચાલો હું જરા બચાવી લઉં. પરંતુ આ બાબતોને એક બીજા સાથે જોડીને સફળતાપૂર્વક કરી લેતા હોય છે તો એનો અર્થ એ થયો કે કંઈકને કંઈક તેમનું મન ચાલે છે.

સામાન્ય રુપથી વ્યક્તિ બહાદુર છે એટલા માટે સાહસિક હોય છે તે જરુરી નથી. બહાદુર હોય છે વ્યક્તિ. લડાઈના મેદાનમાં છે તો પરાસ્ત પણ થઇ શકે તેમ છે. પરંતુ જ્યાં સુધી અંદરથી સંવેદના નથી થતી સાહસ પ્રગટ થઇ શકતું નથી. કોઇકના માટે કંઇક કરવાનો સહજ રુપથી સ્વભાવનો ભાગ નથી બન્યો તો નથી હોતો અને જ્યારે એ ત્યારે થાય છે જ્યારે દરેક માટે પોતિકાપણાનો ભાવ હોય.

આપણી આંખમાં કંઇક પડી જાય છે ત્યારે કોઇ સર્ક્યુલર બહાર પાડવું પડતું નથી કે હાથ ઉપર જશે. આંખની પાસે જશે અને આંખને સારી કરશે એવો કોઇ સર્ક્યુલર કાઢવાની જરુર પડતી નથી. પરંતુ આંખમાં કંઇક પડ્યું નથી કે હાથ ત્યાં આંખની પાસે પહોંચીને આંગળીથી આંખની કંઇકને કંઇક મદદ કરી જ હશે. કેમ કરે છે કારણ કે અંગા અંગી ભાવ હોય છે. શરીરનો એક અંગ બીજા અંગની સાથે આટલા આત્મીયરુપથી જોડાયેલું છે કે સહજ રુપથી શરીરનું અન્ય અંગ એક્ટ કરે છે.

સમાજ જીવનમાં પણ માનવ જાતના પ્રત્યે, સમાજ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે જ્યારે આ અંગા અંગી ભાવ હોય છે, સ્વતઃનો ભાવ હોય છે. હું આ સમુદ્રનો એક હિસ્સો છું ત્યારે જઇને તેના માટે કંઇક કરવા માટેની પ્રેરણા પેદા થતી હોય છે અને એ સાહસમાં પરિવર્તિત થઇને સ્થિતિઓને બદલે છે. આ બાળકોએ જે કામ કર્યું છે હું તેના માટે તેમને શુભકામના આપું છું. પરંતુ હું ઇચ્છીશ કે આ જ એક તસવીર, આ જ એક ઘટના, એ જ તેમના જીવન માટે સર્વસ્વ ના થઇ જવું જોઇએ નહીં તો એક ગ્લેમર આવી જાય છે, વાહ વાહી થઇ જાય છે. ઘરમાં મહેમાન આવે છે માતા-પિતા પહેલી દસ મિનિટ એ જ વાતો બતાવતા રહે છે. એ મહેમાન ચાર વખત આવશે તો પણ તેમને આ વાતો જ બતાવતા રહેશે. તો એ સ્વભાવિક પણ છે. પરંતુ ક્યારેક ક્યારેક આ બાબત વિકાસયાત્રા માટે અવરોધ પણ બની જતી હોય છે.

હું નથી ઇચ્છતો કે આ બાળકોના જીવનમાં આ પુરસ્કાર, આ સન્માન, આ ગૌરવગાથાઓ, આ ઘટનાઓ ત્યાં જ રોકાઈ જાય. તેમના જીવનને થંભાવી દેવું એમનું જીવન નિરંતર નવી ઉંચાઈઓને પાર કરતું રહેવું જોઇએ. અને જે પુસ્તકનું વિમોચન થયું છે. તે એ વાતને લઇને સંગ્રહિત કરાયું છે કે એ બાળકોને પુરસ્કાર તો મળ્યું પછી શું થયું. આ પુસ્તકમાં એ વાતોને શોધીને મુકવામાં આવી છે. હું સમજું છું કે આ સૌથી મોટો સંદેશ છે કે જીવનમાં એક પળ હતી એ પળમાં કંઇક કરી બતાવ્યું, પરંતુ આ પળ જ એ જીવન નથી. હજારો કરોડો એ પળોથી જીવન બને છે. એ આખી યાત્રાનું વિવરણ આ પુસ્તકમાં છે.

મને વિશ્વાસ છે કે બાળક અને તેમના પરિવારજન બાકીના લોકો પણ એવા બાળકોની તરફ એમનું ધ્યાન જશે કે જેમણે પોતાના બાળપણમાં કંઇક કર્યું હતું. પરંતુ એણે નિરંતર કંઇક કરતાં રહ્યું છે. જીવનના કેટલાક કાળખંડમાં જ્યારે પહોંચ્યો તો પોતાના પગ પર ઉભા થઇને તેણે સમાજ માટે શું કર્યું એ બધી વાતો આ પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે. હું એ દરેક બાળકોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.

——————–