પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આસામની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી આસામમાં તિનસુકિયા જિલ્લામાં બ્રહ્મપુત્ર નદી પર નિર્માણ પામેલા ધોલા-સાદિયા પુલનું ઉદ્ગાટન કરશે.
પ્રધાનમંત્રી ગૌહાટીમાં એમ્સ અને ગોગામુખમાં આઇએઆરઆઈ એમ બે મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે શિલારોપણ પણ કરશે. ત્યારબાદ સાંજે પ્રધાનમંત્રી ખાનપરામાં જનસભાને સંબોધન કરશે.
પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને આસામમાં તેમના કાર્યક્રમોની જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ આસામના લોકો સાથે આદાનપ્રદાન કરવાની આ તકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટમાં કહ્યું હતું કે, “હું આવતીકાલે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા આસામ જઈશ. હું આસામના લોકો સાથે આદાનપ્રદાન કરવાની આ તક મેળવવા આતુરતાપૂર્વક રાહ જોઉં છું. હું બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ – એમ્સ અને આઇએઆરઆઇનું શિલારોપણ કરીશ. બંને પ્રોજેક્ટ આસામ અને ઉત્તરપૂર્વની વિકાસપ્રક્રિયાને વેગ આપશે. ધોલા-સાદિયા પુલનું આવતીકાલે ઉદ્ઘાટન થશે. આ આપણા દેશમાં અતિ મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સમાંનો એક છે. હું સાંજે ખાનપરામાં એક જનસભાને સંબોધન કરીશ. તમે તમારા મોબાઇલ પર તેને જોઈ શકો છો. http://nm4.in/dnldapp. ”
TR
I will be in Assam tomorrow to take part in various programmes. I am eagerly awaiting this opportunity to interact with people of Assam.
— Narendra Modi (@narendramodi) May 25, 2017
I shall lay the foundation stone for two key projects- AIIMS & IARI. Both projects will quicken the development of Assam & the Northeast.
— Narendra Modi (@narendramodi) May 25, 2017