Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે ઉત્તરપ્રદેશમાં ગોરખપુરમાં પીએમ-કિસાન યોજના શરૂ કરશે


 

નાના અને સીમાંત ખેડૂતોને રૂ. 2,000નો પ્રથમ હપ્તો તેમનાં ખાતામાં સીધો હસ્તાંતરિત થશે

આશરે 12 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને લાભ થશે

પ્રધાનમંત્રી ગોરખપુરમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કરશે

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 24 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશમાં ગોરખપુરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ગોરખપુરમાં પીએમ-કિસાન યોજનાનો શુભારંભ કરશે.

પ્રધાનમંત્રી ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (ભારતીય ખાતર નિગમ)નાં મેદાનમાં એક સ્વીચ દબાવીને પીએમકિસાન યોજનાનો પ્રારંભ થવાનાં પ્રતીકરૂપે પસંદગીનાં ખેડૂતોને રૂ. 2,000નો પ્રથમ હપ્તો ઇલેક્ટ્રોનિક રીતે હસ્તાંતરિત કરશે.

પ્રધાનમંત્રી પીએમ-કિસાન યોજના અંતર્ગત પસંદ થયેલા ખેડૂતોને પ્રમાણપત્રોનું વિતરણ પણ કરશે.

પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સ મારફતે પીએમ-કિસાન યોજનાનાં પસંદગીનાં લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (પીએમ-કિસાન)

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (પીએમ-કિસાન)ની જાહેરાત 1 ફેબ્રુઆરી, 2019નાં રોજ વચગાળાનાં બજેટ 2019-20માં થઈ હતી.

આ યોજનાં અંતર્ગત 2 હેક્ર સુધીની જમીન ધરાવતાં/જમીનની માલિકી ધરાવતાં લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે રૂ. 6,000ની સહાય કરવામાં આવશે.

આ રકમ રૂ. 2,000નાં એક એવા ત્રણ હપ્તામાં આપવામાં આવશે.

આ રકમ પ્રત્યક્ષ સહાય હસ્તાંતરણ (ડીટીબી) મારફતે લાભાર્થીઓનાં બેંક ખાતામાં સીધા હસ્તાંતરિત કરવામાં આવશે. ડીબીટી સંપૂર્ણ પ્રક્રિયામાં પારદર્શકતા સુનિશ્ચિત કરશે અને ખેડૂતો માટે સમય બચાવશે.

આ યોજના લઘુ અને સીમાંત ખેડૂતો (એસએમએફ)ની આવક વધારવા માટે પ્રસ્તુત કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ, 12 કરડોથી વધારે લઘુ અને સીમાંત ખેડૂતોને લાભ થશે.

પીએમ-કિસાન યોજનાનો ઉદ્દેશ પાક સંરક્ષણ અને ઉચિત વળતર સુનિશ્ચિત કરવા વિવિધ કાચા માલની ખરીદી કરવાની નાણાકીય જરૂરિયાત પૂર્ણ કરવા, દરેક પાક ચક્રને અંતે કૃષિની અંદાજિત આવક સાથે અનુકૂળ  બનાવવાનો . આ તેમને આ પ્રકારનાં ખર્ચને પહોંચી વળવા શાહૂકારોની જાળમાં પડતા પણ છોડાવશે અને કૃષિ પ્રવૃત્તિઓ જાળવી રાખવાની સુનિશ્ચિતતા કરશે.

પીએમ-કિસાન કેન્દ્ર સરકારની યોજના છે, જે ભારત સરકાર પાસેથી 100 ટકા ફંડ મેળવે છે. આ યોજના લાયકાત ધરાવતા લાભાર્થીઓનાં લાભનું હસ્તાંતરણ કરવા 1.12.2018થી અમલી બનશે.

રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં વહીવટીતંત્ર ખેડૂત પરિવારોની ઓળખ કરશે, જે યોજનાની માર્ગદર્શિકા મુજબ ટેકો આપવા લાયક હશે.

પીએમ-કિસાન ક્રાંતિકારી યોજના છે, જેનો ઉદ્દેશ દર વર્ષે ત્રણ હપ્તામાં નાણાકીય સહાય સુનિશ્ચિત કરીને ભારતમાં લઘુ અને સીમાંત ખેડૂતોનાં જીવનમાં પરિવર્તન લાવવાનો છે. આ યોજનાનો અમલ ડીબીટી મારફતે થશે, જે લાભાર્થીઓનાં બેંક ખાતામાં સીધી રકમ હસ્તાંતરિત કરશે, જેથી વચેટિયા દૂર થશે અને ભ્રષ્ટાચાર નાબૂદ થશે. એક વારની લોન માફી યોજનાથી વિપરીત પીએમ-કિસાન ખરાં અર્થમાં નાના ખેડૂતો માટે સન્માનિત જીવન સુનિશ્ચિત કરવા માટે ડિઝાઇન કરવા માટે બનાવેલી યોજના છે, જે ખેડૂતોને સક્ષમ બનાવશે. લાંબા ગાળે આ યોજના ખેડૂતોની સ્થળાંતરની સમસ્યાનું સમાધાન કરશે અને પાકની ઉત્પાદકતા વધારશે એવી અપેક્ષા છે.

પ્રધાનમંત્રી ગોરખપુરમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ દેશને અર્પણ કરશે/શુભારંભ કરશે. તેઓ જનસભાને સંબોધન કરશે.

આ વિકાસલક્ષી પ્રોજેક્ટ ગેસ માળખાથી સ્વાસ્થ્ય સુધીનાં છે, જે ગોરખપુરમાં પ્રધાનમંત્રીનાં હાથે શરૂ થશે. આ વિવિધ પરિયોજનાથી ઉત્તરપ્રદેશનાં લોકોને ઘણો લાભ થશે એવી અપેક્ષા છે.

 

RP