Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે ક્રેડાઈ યુથકોન – 19ને સંબોધિત કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરી, 2019નાં રોજ નવી દિલ્હીનાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે ક્રેડાઈ યુથકોન – 19ને સંબોધિત કરશે. આ કાર્યક્રમનું આયોજન કોન્ફેડરેશન ઑફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (ક્રેડાઈ)એ કર્યુ છે.

પ્રધાનમંત્રી ક્રેડાઈ દ્વારા આયોજિત પ્રદર્શનની મુલાકાત પણ લેશે.

યુથકોન ક્રેડાઈનો વાર્ષિક યુથ કોન્ક્લેવ છે, જે ભારતમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગનાં ભવિષ્યને એક મંચ પર લાવે છે.

વર્ષ 1999માં સ્થાપિત ક્રેડાઈ ભારતમાં 200થી વધારે શહેરોનાં રિયલ એસ્ટેટ ડેવલપર્સનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થા છે.

RP