Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે દેશને નૌકાદળની સબમરીન આઇએનએસ કલવરી અર્પણ કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુરુવારે મુંબઈમાં નૌકાદળની સબમરીન આઇએનએસ કલવરી દેશને અર્પણ કરશે.

આઇએનએસ કલવરી ડિઝલ-ઇલેક્ટ્રિક એટેક સબમરીન છે, જેનું નિર્માણ ભારતીય નૌકાદળે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે કર્યું છે. ભારતીય નૌકાદળમાં છ સબમરીન સામેલ થશે, જેમાંથી આ પ્રથમ છે અને “મેક ઇન ઇન્ડિયા” પહેલમાં મહત્ત્વપૂર્ણ સફળતાનું પ્રતિક છે. પ્રોજેક્ટ ફ્રાંસ સાથે જોડાણમાં હાથ ધરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી, સંરક્ષણ મંત્રી, મહારાષ્ટ્ર સરકારનાં મહત્ત્વપૂર્વ મહાનુભાવો અને નૌકાદળનાં વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં નેવલ ડોકયાર્ડમાં સબમરીન દેશને અર્પણ કરશે. તેઓ અહીં લોકોને સંબોધિત કરશે અને સબમરીનનું નિરીક્ષણ કરશે.

J.Khunt