Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે નાગપુરની મુલાકાતે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતી પ્રસંગે નાગપુરની મુલાકાત લઈ રહ્યા છે.

પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી કરેલા સંખ્યાબંધ ટ્વીટમાં પ્રધાન મંત્રીશ્રીએ જણાવ્યું છે કે “આવતીકાલે આંબેડકર જયંતિના ખાસ પ્રસંગે નાગપુરની મુલાકાત લેતાં હું અત્યંત સન્માનની લાગણી અનુભવું છું.”

નાગપુરમાં ડો. આંબેડકર સાથે ઘનિષ્ઠતાથી સંકળાયેલા સ્થળ દિક્ષાભૂમિ ખાતે હું પ્રાર્થના કરીશ.

આવતીકાલે નાગપુરમાં સંખ્યાબંધ પ્રોજેકટસનું ઉદ્દઘાટન થવાનુ છે અને તેની લોકોના જીવન ઉપર હકારાત્મક અસર પડશે.

આ વિકાસલક્ષી પ્રોજેકટસમાં આઈઆઈઆઈટી, આઈઆઈએમ અને એઈમ્સ અને કોરાડી થર્મલ વીજમથકના પ્રારંભનો સમાવેશ થાય છે. પ્રધાન મંત્રીશ્રી એક જાહેર સભાને પણ સંબોધન કરશે.

હું ડીજીધન મેલાના સમાપન સમારંભમાં જોડાઈશ અને ત્યાં લકી ગ્રાહક યોજના અને ડીજીધન વ્યાપાર યોજનાના મેગા ડ્રોના વિજેતાઓને એવોર્ડ એનાયત કરીશ.

અમે ડૉ. આંબેડકરના સપનાં મુજબના મજબૂત, સમૃધ્ધ અને સમાવેશી ભારતના નિર્માણ માટેના અમારા પ્રયાસોમાં અડગ રહીશું.

AP/J.Khunt/GP